________________
ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં ધન્ય સાર્થવાહ કથાનક = સૂત્ર ૬૨૪
૨૩૫
માંના જે સાધુ, નિગ્રંથ કે નિગ્રંથિની આચાર્યું કે ઉપાધ્યાય પાસે મંડિત બનીને, ગૃહવાસ ત્યજીને અનગાર–દીક્ષા સ્વીકારે અને પછી વમન વહાવનાર, પિત્ત વહાવનાર, કફ વહાવનાર, શુક્ર વહાવનાર, રક્ત વહાવનાર, અસહ્ય ઉચ્છવાસ–નિશ્વાસવાળા, દુર્ગંધયુક્ત મૂત્ર, મળ, પૂપથી ભરેલ, વિષ્ટા, મૂત્ર, શ્લેષ્મ, નાકનો મેલ, વમન, પિત્ત, શુક્ર, શોણિતથી ઉત્પન્ન થનાર, અશ્રુવ, અનિત્ય, અશાશ્વત, સડન-ગલન–વિધ્વંસન ધર્મવાળું, પહેલાં કે પછી નાશ અવશ્ય પામનાર એવા આ
દારિક શરીરના વણ, રૂપ, બળ અને વિષયની પ્રાપ્તિ માટે આહાર લે, તેઓ આ જ લેકમાં અનેક શ્રમણ, શ્રમણીએ, શ્રાવક અને શ્રાવિકાઓની અવહેલનાના પાત્ર બને છે યાવતુ-ચતુર્ગનિરૂપ સંસારકાંતારમાં પરિભ્રમણ કરે છે, ભટકે છે–જેમકે તે ચિલાત તસ્કર,
ધન્યનું સંસમા માટે આક–
જોરથી ડુસકા ભરી ઘણી વાર સુધી રડત અને આંસુ વહાવતો રહ્યો. અટવીમાં સુધાભિભૂત ઇત્યાદિ દ્વારા
સંસમાના માંસ–શાણિતને આહાર– ૬૨૫. ત્યાર પછી તે અગોચર અટવીમાં ચિલાત
ચેરનો પીછો કરતાં આમતેમ ભટકવાને લીધે ભૂખ અને તરસથી વ્યાકુળ બનેલા પાંચ પુત્રો સહિત છઠા ધન્ય સાર્થવાહે તે અગોચર અટવીમાં ચારે બાજુ પાણીની શોધખોળ કરી પણ કયાંય તેમને પાણી ન મળતાં તે શ્રાના બન્યો, ખિન્ન બન્યો, અત્યન્ત કલાના થઈ ગયો અને હતાશ થઈ ગયો. ખૂબ શોધવા છતાં કયાંય તેમને પાણી ન મળ્યું ત્યારે તે જ્યાં સુસુમા નિપ્રાણ થઈ પડી હતી ત્યાં આવ્યો, આવીને જયેષ્ઠ પુત્રને બોલાવ્યા, બેલાવીને આ પ્રમાણે કહ્યું–હે પુત્ર! પુત્રી સુસુમા માટે ચિલાત ચારની પાછળ ભટકતા ભૂખ-તરસથી પીડાઈને આપણે આ અગોચર અટવીમાં પાણીની તપાસ ચારે બાજુ કરી, તપાસ કરવા છતાં પાણી ન મળ્યું, પાણી વિના આપણે રાજગૃહ પહોંચવા શક્તિમાન નથી. એટલે હે દેવાનુપ્રિય! તું મને જીવનરહિત કર (મારી નાખ), પછી મારા માંસ અને રુધિરને આહાર કરી તમે આ અગોચર અટવીમાંથી બહાર નીકળો અને રાજગૃહ પહોંચો મિત્રો,જ્ઞાતિજનો, સ્વજનો અને સંબંધીઓને મળો તથા અર્થ,
ધર્મ અને પુણ્યના ભાગી બને. ૬૨૬. ત્યારે તે જયેષ્ઠ પુત્ર ધન્ય સાર્થવાહની આવી
વાત સાંભળી તરત ધન્ય સાર્થવાહને કહ્યુંહે તાત! તમે અમારા પિતા છો, ગુરુ છો, જનક છે, દેવતારૂપ છો, સ્થાપક છે, પ્રતિસ્થાપક છો, સંગોપક છો. આથી હે તાત ! અમે તમને કેવી રીતે મારી શકીએ ? કેવી રીતે તમારા માંસ–શાણિતને આહાર કરી શકીએ? હે તાત! તમે મને જીવનહીન કરી દો અને મારા માંસ-રુધિરનો આહાર કરી તમે બધા આ અગોચર અટવી પાર કરી રાજગૃહ પહોંચો, પહેચીને મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો,
૬૨૪. ત્યાર પછી ધન્ય સાર્થવાહ પાંચ પુત્રો સાથે
છઠો પોતે તે અગોચર અટવીમાં ચિલાતની પાછળ પાછળ આમ તેમ ભટકી આથડીને ભુખ અને તરસથી શ્રા, કલાન્ત અને અત્યંત પ્રાન્ત થઈ ગયો, છતાં પણ તે ચિલાત ચર સેનાપતિને પોતાના હાથે પકડવામાં સફળ ન થયો, ત્યારે તે ત્યાંથી પાછો વળ્યો અને પાછા ફરતાં જ્યાં સુંસુમાં કન્યાના પ્રાણ ચિલાતે લીધા હતા તે સ્થળે આવી પહોંચ્યો, ત્યાં આવીને ચિલાને મારી નાખેલી સુસુમા દારિકાને તેણે જોઈ, જોઈને કુહાડીથી કાપવામાં આવેલ ચંપકનું વૃક્ષ જેમ જમીન પર ઢળી પડે તેમ, સાંધામાંથી છૂટો પડેલો ઈન્દ્રધ્વજ જેમ જમીન પર ઢળી પડે તેમ, તે પછાડ ખાઈને ભૂમિ પર પડી ગયો.
ત્યારે પાંચ પુત્ર સાથે છઠ્ઠો તે ધન્ય સાથેવાહ જ્યારે મૂછ વળી ત્યારે ચીત્કાર કરને, આક્રન્દ કરતો, વિલાપ કરતો અને જોર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org