Book Title: Dharmakathanuyoga Part 1
Author(s): Kanhaiyalal Maharaj, Dalsukh Malvania
Publisher: Agam Anuyog Prakashan

Previous | Next

Page 595
________________ ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં કાલેદાયી કથાનક : સૂત્ર ૬૪૩ ૨૩૯ હતા ત્યાં આવ્યો, આવીને શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કર્યો, વંદન નમસ્કાર કરીને તેણે આ પ્રમાણે કહ્યું – હે ભગવન! જીવેનાં પાપકર્મ પાપઅશુભફલ–વિપાક સહિત હોય છે?” હા, હોય છે.' હે ભગવન્! જીવોનાં પાપકર્મ પાપફલવિપાક સહિત કેમ હોય છે?” હે કાલેદાયી ! જેમ કોઈ એક પુરુષ સુંદર સ્થાલી (થાળી-પકાવવાનું વાસણ)માં રાંધવાથી શુદ્ધ અઢાર પ્રકારનાં વ્યંજનોથી યુક્ત વિષમિશ્રિત ભોજન કરે, તે ભોજન ખાતી વખતે ભદ્ર-સુખકર લાગે છે, પરંતુ ત્યાર બાદ તે પરિણામ પામતા ખરાબરૂપે, દુગંધપણે ‘મહાઅવ’ ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે વારંવાર પરિણામ પામે છે. એ જ પ્રમાણે હે કાલેદાયી ! જીવોને પ્રાણાતિપાત-વાવ-મિથ્યાદર્શન શલ્ય શરૂઆતમાં સારું લાગે છે, ત્યાર બાદ પરિણામ પામતા ધૃણિત રૂપે--વાવનુ-પરિણામ પામે છે, આ પ્રમાણે હે કાલેદાયી! જીવોનાં પાપકર્મ પાપફલ વિપાક સહિત હોય છે.' કલ્યાણકર્મ વિષયમાં પ્રશ્નોત્તર ૬૪૩. “હે ભગવન્! જીવનાં કલ્યાણ (શુભ) કર્મો કલ્યાણ ફલ વિપાક સહિત હોય છે?” હા, હોય છે.” “હે ભગવન ! જીવોનાં કલ્યાણ કર્મ કલ્યાણફલ વિપાક સહિત કેમ હોય છે? હે કાલોદાયી ! જેમ કોઈ એક પુરુષ સુંદર સ્થાલીમાં રાંધવાથી શુદ્ધ અઢાર પ્રકારના વ્યંજનાથી યુક્ત ઔષધિ મિશ્રિત ભોજન કરે, તે ભેજન ખાવા સમયે પ્રારંભમાં ભદ્ર-રુચિકર, સારું ન લાગે, પરંતુ ત્યારબાદ જયારે તે અત્યંત પરિણામ પામે ત્યારે પચે છે ત્યારે-તે સુરૂપપણે, સુવર્ણપણેયાવતુ–સુખપણે પરિણમે છે, દુ:ખપણે પરિણામ પામતું નથી. એ પ્રમાણે હે કાલોદાયી ! જીવોને પ્રાણાતિપાતવિરમણયાવ-પરિગ્રહ વિરમણ, ક્રોધને ત્યાગ-યાવત્ મિથ્યાદર્શનશલ્યનો ત્યાગ પ્રારંભમાં સારો લાગતું નથી, પરંતુ ત્યારબાદ જયારે તે પરિણામ પ્રાપ્ત કરે છે ત્યારે તે વારંવાર સુખપણે પરિણમે છે...યાવતુ–દુ:ખપણે પરિણામ પામતું નથી. તે પ્રમાણે હે કાલોદાયી! જીવોના કલ્યાણ કર્મ કલ્યાણ ફળવિપાક સહિત હોય છે.' કાલેદાયીકત અગ્નિકાય સમારંભ-નિર્વાપન સંબંધી કમબંધના પ્રશ્નનું ભગવાન દ્વારા સમાધાન૬૪૪. “હે ભદત! સરખા બે પુરુષ-યાવર્તુ-સમાને ભાંડ-પાત્રાદિ ઉપકરણવાળા હોય, તેઓ પરસ્પર સાથે અગ્નિકાયનો સમારંભ–હિંસા કરે છે, તેમાં એક પુરુષ અગ્નિકાયને પ્રકટ કરે છે અને એક પુરુષ તેને બુઝાવે છે. હે ભગવન્! આ બે પુરુષમાં કયો પુરુષ મહાકર્મવાળમહાક્રિયાવાળો, મહાઆસવવાળો અને મહાવેદનાવાળો હોય છે અને કયા પુરુષ અલ્પ કર્મવાળો-ચાવતુ- અલ્પ વેદનાવાળો હોય છે અથવા જે પુરુષ અગ્નિકાયને પ્રગટ કરે છે તે કે જે પુરુષ અગ્નિકાયને બુઝાવે છે ને?” હે કાલોદાયી ! તે બંને પુરુષમાં જે અગ્નિકાયને પ્રજ્વલિત કરે છે, તે પુરુષ મહાકર્મવાળો-પાવનૂ-મહાવેદનાવાળો હોય છે અને જે પુરુષ અગ્નિકાયને બુઝાવે છે તે પુરુષ અલપકર્મવાળો – યાવતુ - અલ૫વેદનાવાળો હોય છે.” હે ભગવન્! આ પ્રમાણે આપ કેમશા માટે કહો છો-તેમાં જે પુરુષ–યાવઅલ્પવેદનાવાળો હોય છે? હે કાલોદાયી ! તે બંનેમાં જે પુરુષ અગ્નિકાયને પ્રદીપ્ત કરે છે તે પુરુષ પૃથ્વીકાયના જીવનો પ્રચુર પરિમાણમાં સમારંભ કરે છે, જલકાયનો પ્રચુર માત્રામાં સમારંભ કરે છે. અ૫ અગ્નિકાયનો સમારંભ કરે છે, વાયુકાયને અધિક સમારંભ કરે છે, ઘણા વનસ્પતિ કાય સમારંભ કરે છે, અધિક ત્રસકાયનો સમારંભ કરે છે, અને તેમાં જે પુરુષ અગ્નિકાયને બુઝાવે છે તે પુરુષ અલ્પપૃથ્વીકાયનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608