________________
ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં ધન્ય સાર્થવાહ કથાનક : સૂત્ર ૬૦૯
૨૩૧
દીધે, તેનું અપમાન કર્યું, તેને ધમકાવ્યો, સખત શબ્દોથી તેની ઝાટકણી કાઢી અને પછી પોતાના ઘરમાંથી બહાર કાઢી મૂક્યો.
ચિલાતની દુર્થ સન-પ્રવૃત્તિ૬૦૯. ધન્ય સાર્થવાહે તે દાસચેટ ચિલાતને પોતાના
ઘરમાંથી કાઢી મૂક્યો એટલે તે રાજગૃહનગરનાં શુંગાટક, ત્રિકો, ચતુષ્કો, ચરો, ચતુર્મુખે, રાજમાર્ગો, દેવાલયો, સભાગૃહ, પરબો, જગારના અડ્ડાઓ, વેશ્યાલયો અને મદ્યપાનગૃહોમાં મોજથી ભટકવા લાગ્યો.
ત્યાર પછી તે ચિલાત દાસચેટને કોઈ હાથ પકડીને રોકનાર કે ઠપકો આપી રોકનાર ન રહ્યું આથી ને સ્વચ્છેદમતિ, વૈરાચારી, મદિરાપાનરત, ચોરી અને જુગારમાં રત, વેશ્યાઓમાં અને પરસ્ત્રીઓમાં આસક્ત રહેવા લાગ્યો. રાજગૃહ સમીપે ચેરપલ્લી અને તેમાં રહેતા
વિજય ચાર સેનાપતિ૬૧૦. ત્યારે રાજગૃહ નગરથી બહુ દૂર નહીં તેમ જ
બહુ નિકટ નહી’ એવા પ્રદેશમાં દક્ષિણ પૂર્વ દિશા(અગ્નિ કણ)માં સિંહગુફા નામે એક ચારપલી (ચોરોનું ગામ) હતી–તે વિષમ ગિરિ તળેટીના અંત ભાગમાં વસેલી હતી, વાંસની ઝાડીઓરૂપી કિલ્લાથી ઘેરાયેલી હતી, છિન્નભિન્ન થયેલા વિષમ પર્વતોમાં પડતા પ્રપાતની ખાઈઓથી યુક્ત હતી, આવવાજવા માટે તેમાં એક જ રસ્તો હતો, અનેક નાના નાના ખંડોમાં તે વહેચાયેલી હતી, જાણકાર જ તેમાં અંદર જઈ શકતા અને બહાર નીકળી શકતા, તેની અંદર પાણી મળે તેમ હતું પરંતુ તેની બહાર ચોપાસ પાણી મળવું અત્યંત દુર્લભ હતું, ચોરાયેલા ધનની તપાસમાં આવેલ સેના પણ તે પલ્લીનું કંઈ
બગાડી શકે તેમ ન હતી. ૬૧૧. તે સિંહગુફા નામે ચોરપલ્લીમાં વિજય નામે
ચોર સેનાપતિ રહેતે હતો-જે અધાર્મિક, અધર્મમાં સ્થિત, પાપીઓને પ્રિય, પ્રસિદ્ધ પાપી, પાપનો ઉપદેશ આપનાર, અધર્મના બીજ જેવો, અધર્મ જ જોનાર, કુધર્મ અને
કુશીલનું જ આચરણ કરનાર, તથા પાપકાર્યોમાં પ્રવૃત્ત હતો. હણવું, છેદવું, ભેદવું,
એમાં પ્રવૃત્ત હોવાથી તેના હાથ લોહીથી રંગાયેલા રહેતા, તે અતિ ક્રોધી, રુદ્ર, દુષ્ટ, દુ:સાહસી, ધૂર્ત, ઠગ, કપટી, છળકપટ અને ભેળસેળ કરવામાં ચતુર, શીલવ્રત અને ગુણેથી રહિત, પૌષધોપવાસનું પ્રત્યાખ્યાન ન કરનાર, અનેક મનુષ્ય, પશુ, પક્ષોએ, સાથીઓનો ઘાત કરનારો, વધ કરનાર, નાશ કરનારો, અધર્મની ધજા જેવો હતો. દૂર દૂરનાં નગરો સુધી એની કુખ્યાતિ ફેલાયેલી હતી. તે શૂર, દઢપ્રહારી, સાહસી અને શબ્દવેધી હતી.
તે તે સિંહગુફા ચોરપલ્લીમાં પાંચસો ચોરોનું આધિપત્ય, અગ્રેસર, સ્વામિત્વ, ભર્તૃત્વ, મહત્તરકત્વ, આજ્ઞાકારકત્વ, ઈશ્વરત્વ અને સેનાપતિત્વ કરતો તથા તે બધાનું પાલન
કરતો રહેતો હતો. ૬૧૨. તે તસ્કરે અને ચોરોને સેનાપતિ વિજય
અનેક ચો, પરદારાગામીઓ, ખિસ્સાકાતરુઓ, ઘરફાડુએ, ખાતર પાડનારાએ, રાજદ્રોહીઓ, દેવાદારે, બાળઘાતકો, વિશ્વાસઘાતીઓ, જુગારીઓ, ખંડરક્ષકો ( ભાગેડુઓ) તથા બીજા અનેક ભાંગફોડિયા અને અપરાધીઓ માટે આશ્રયસ્થાન સમાન હતો.
ત્યારે તે વિજય તકર-ચાર–સેનાપતિ રાજગૃહ નગરની દક્ષિણપૂર્વ દિશા(અગ્નિ કોણ)માં રહેલા જનપદના ગામ ભાંગીને, નગરો લૂંટીને, ગાયો હરી જઈને, માણસોને પકડીને, મુસાફરોને મારઝૂડીને, ખાતર પાડીને વારંવાર હેરાન કરતો, વિધ્વંસ કરતો, લોકોને સ્થાનહીન અને ધનહીન બનાવતે વિચરતો હતો. ચિલાતનું ચાપલી-ગમન અને ચોરસેના
પતિ વિજય દ્વારા ચોર્યા વિદ્યા-શિક્ષણ૬૧૩. ત્યારે તે ચિલાત દાસચેટ રાજગૃહ નગરમાં
ઘણા અર્વાભિશંકી (એણે અમારું ધન લઈ લીધું છે એવી શંકાવાળા), ચૌરાભિશંકી (ચોરી કરી છે એવી શંકાવાળા), દારાભિશંકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org