________________
૨૨૪
ધર્મ સ્થાન ગ–મહાવીર તીર્થમાં ઉદક પેઢાલપુત્રઃ સૂત્ર ૫૯૩
પાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે, અને તે પ્રાણી થોડાં હોય છે જેમાં શ્રમણપાસકનું પ્રત્યાખ્યાન હોતું નથી. આથી તે મહાત્રસકાયની હિંસાથી ઉપશાંત, સંયમમાં સ્થિર અને પ્રતિવિરતને માટે તમે અથવા બીજા જે આમ કહો છો કે-“એવો કોઈ પર્યાય નથી કે જેમાં શ્રમણોપાસક એક પ્રાણીના દંડનો પણ ત્યાગ કરી શકે. –આ તમારે ઉપદેશ ન્યાયસંગત નથી.
૫. ત્યાં સમીપ દેશમાં જે સ્થાવર પ્રાણી છે, જેને શ્રમણોપાસકે પ્રયોજનવશાત દડ દેવાનો ત્યાગ કર્યો નથી. પરંતુ વિનાપ્રયોજન દંડ દેવાનો ત્યાગ કર્યો છે, તે પોતાનું આયુ પૂરું કરે છે, કરીને ત્યાં જ સમીપવતી દેશમાં જે
સ્થાવર પ્રાણીઓ છે જેમને શ્રમણોપાસકે પ્રોજનવશ દંડ દેવાનો ત્યાગ નથી કર્યો, પરંતુ નિષ્પોજન દડ દેવાને ત્યાગ કર્યો છે તેમાં ઉત્પન્ન થાય છે. તેમને શ્રમણોપાસક પ્રોજનવશાત્ દંડ દે છે, પરંતુ નિપ્રયોજન દંડને ત્યાગ કરે છે.
તે પ્રાણી કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે, તેઓ મહાકાય અને ચિરસ્થિતિવાળા હોય છે તે પ્રાણીઓ ઘણાં હોય છે–જેમને શ્રમણોપાસકનું સુપ્રત્યાખ્યાન હોય છે અને તે પ્રાણી અ૯૫ હોય છે જેમાં શ્રમણોપાસકનું અપ્રત્યાખ્યાન હોય છે. આથી તે મહાત્રસકાયની હિંસાથી ઉપરન, વિરકત અને પ્રતિવિરતના માટે તમે અથવા બીજા જે આમ કહો છો કે-એ કોઈ પર્યાય નથી કે જેનામાં શ્રમણોપાસકનું એક પણ પ્રાણનાં દંડનું પ્રત્યાખ્યાન હોઈ શકે.-આ કથન પણ ન્યાયયુક્ત નથી.
૬. ત્યાં અન્ય દેશમાં ઉત્પન્ન જે સ્થાવર પ્રાણીઓ છે, જેમને શ્રમણોપાસકે પ્રયોજનવશાત્ દંડદેવાનું તો ત્યર્યું નથી પણ નિષ્પમોજન દંડ દેવાનું ત્યજેલ છે, તે પોતાનું આયુ છોડે છે, છોડીને ત્યાં જ જે અન્ય દેશવતી ત્રણ-સ્થાવર પ્રાણીઓ છે, જેમને શ્રમણોપાસકે વ્રતગહણના સમયથી લઈને મૃત્યુપર્યત દંડ
દેવાનો ત્યાગ કર્યો છે–તેમાં ઉત્પન્ન થાય છે. તેમનામાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે.
તે પ્રાણીઓ પણ કહેવાય છે અને ત્રણ પણ કહેવાય છે, તે મહાકાયવાળા અને ચિર સ્થિતિવાળા હોય છે. તે પ્રાણીઓ ઘણાં છેજેનામાં શ્રમણોપાસકનું સુપ્રત્યાખ્યાન હોય છે, અને તે પ્રાણીઓ ઓછાં છે–જેનામાં શ્રમણોપાસકનું અપ્રત્યાખ્યાન હોય છે. આવા મહાત્રસકાયની હિંસાથી ઉપરન, વિરક્ત અને પ્રતિવિરતને માટે તમે અથવા બીજા જે એમ કહો છો કે-એવો કોઈ પર્યાય નથી, જેનામાં શ્રમણોપાસક એક પ્રાણીને દંડ દેવાનો પણ ત્યાગ કરી શકે.-આ તમારું કથન ન્યાયસંગત નથી.
૭. ત્યાં અન્ય દેશમાં ઉત્પન્ન થયેલા જે ત્રણ અને સ્થાવર પ્રાણીઓ છે, જેમને શ્રમણપાસકે વ્રતગ્રહણ સમયથી લઈને મરણપર્યંત દંડ દેવાનું ત્યજી દીધું છે. તે તેમનું આયુ છોડી દે છે, છોડીને શ્રમણોપાસકે ગ્રહણ કરેલ દેશ-પરિમાણમાં રહેનારાં જે ત્રસ પ્રાણીઓ છે–જેને શ્રમણોપાસકે વ્રતારંભથી મરણપયત દંડ દેવાનું ત્યજી દીધું છે–તેમાં ઉત્પન્ન થાય છે. તેમનામાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે.
તે પ્રાણીઓ પણ કહેવાય છે અને ત્રાસ પણ કહેવાય છે, તે મહાકાય અને ચિર આયુસ્થિતિવાળા હોય છે. તે પ્રાણીઓ અધિક હોય છે, જેમનામાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે, અને તે પ્રાણીઓ અલ્પ હોય છે જેમનામાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન હોતું નથી. આવા મહા ત્રસકાયની હિંસાથી ઉપરત, સંયમમાં સ્થિત અને પ્રતિવિરત માટે તમે અથવા બીજાઓ જે આ પ્રમાણે કહો છો કે–તેના માટે એ કઇ પર્યાય નથી કે જેમાં શ્રમણોપાસક એક પણ પ્રાણીના દંડનો ત્યાગ કરી શકે. આ પ્રતિપાદન ન્યાયસંગત નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org