________________
વર્ષ થાનુયોગ–મહાવીર-તીર્થમાં ઉદક પેઢાલપુત્ર : સૂત્ર ૫૯૩
૨૨૩
૧. તે પૂર્વે જે ત્રણ પ્રાણીઓ છે, જેને શ્રમણોપાસકે વન ગ્રહણ કરવાના સમયથી લઈને મરણપર્યંત દંડ દેવાનો ત્યાગ કર્યો છે, તેઓ પોતાનું આયુષ્ય છોડે છે, છેડીને તે મર્યાદાની બહારના ક્ષેત્રમાં ત્રસરૂપે ઉત્પન્ન થાય છે–જેને શ્રમણોપાસકે વ્રતગ્રહણના સમયથી લઇને મરણપયત દંડ દેવાનો ત્યાગ કર્યો છે તેમાં ઉત્પન્ન થાય છે. તેથી શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન બને છે.
ને પ્રાણીઓ પણ કહેવાય છે અને ત્રણ પણ કહેવાય છે, તે મહાશરીરવાળા અને ચિરકાળની સ્થિતિવાળા હોય છે. તે પ્રાણીનો અધિકતર હોય છે જેમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે. તે પ્રાણીઓ અલ૫તર હોય છે, જેમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન હોતું નથી. તેવા મહાન ત્રસકાયની હિંસાથી ઉપરન, વિરક્ત, પ્રતિવિરક્તને માટે તમે અથવા બીજાઓ જે આમ કહો છો કે–તેના માટે એવો કોઈ પર્યાય નથી જેમાં શ્રમણોપાસકને એક પ્રાણીની હિંસાનો પણ ત્યાગ હોય.-આ તમારું કથન ન્યાયસંગત નથી.
૨. ત્યાં સમીપ દેશમાં રહેનારાં જે ત્રસ પાણી છે, જેનામાં શ્રમણોપાસકે વ્રતગ્રહણ-સમયથી લઈને મરણપર્યંત હિંસાનો ત્યાગ કર્યો છે, તે તે આયુષ્ય છોડી દે છે, છોડીને ત્યાં સમીપ દેશમાં જે સ્થાવર જીવો છે, જેનામાં શ્રમણાપાસકે અનર્થ દંડનો ત્યાગ કર્યો છે પરંતુ અર્થદંડને ત્યાગ નથી કર્યો તેમાં ઉત્પન્ન થાય છે. તેનામાં શ્રમણોપાસકે અનર્થદંડનો ત્યાગ નથી કર્યો.
તે પ્રાણીઓ કહેવાય છે, અને ત્રસ પણ કહેવાય છે. તેઓ મહાન શરીરવાળા અને ચિરસ્થિતિવાળા હોય છે. તે પ્રાણીઓ અધિક હોય છે જેમનામાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે, અને તે પ્રાણીઓ અલ્પતર હોય છે જેમનામાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન હોતું નથી. આવા મહાત્રસકાયની હિંસાથી ઉપશાંત, મુમુક્ષુ અને વિરત બનેલા
માટે તમે અથવા બીજા જે આમ કહો છો કે એવો કોઈ એક “પણ પર્યાય નથી જેનામાં શ્રમણોપાસકનો એક પણ પ્રાણીના દંડનો ત્યાગ થઇ શકે –તો આ કથન પણ ન્યાયસંગત નથી.
૩. ત્યાં સમીપ દેશમાં રહેનારાં જે ત્રણ પ્રાણીઓ છે, જેમને શ્રમણોપાસકે વ્રતગ્રહણ સમયથી માંડી મરણપર્યંતદંડ દેવાનો ત્યાગ કર્યો છે, તે તેમનું આયુષ્ય પૂરું કરે છે, પૂરું કરીને ત્યાંથી દૂર દેશમાં જે ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે-જેમને શ્રમણોપાસકે વ્રતગ્રહણસમયથી લઈને મરણપર્યંત દંડ દેવાનું યર્યું હોય છે-તેમાં ઉત્પન્ન થાય છે. તેમનામાં શ્રમણપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે.
તે પ્રાણીઓ પણ કહેવાય છે અને ત્રણ પણ કહેવાય છે, તે મોટા શરીરવાળાં અને લાંબી આયુસ્થિતિવાળાં હોય છે. તે પ્રાણીઓ ઘણાં હોય છે–જેમનામાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે. અને તે પ્રાણીઓ અલ્પ હોય છે-જેમનામાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન હોતું નથી. આવા મોટા ત્રસકાયની હિંસાથી ઉપર, વિરક્ત અને પ્રતિવિરત માટે તમે અથવા બીજાઓ જે આમ કહો છો કે-એવો કોઈ પર્યાય નથી કે જેમાં શ્રમણોપાસક એક પણ પ્રાણીના દંડનો ત્યાગ કરી શકે–આ તમારું કથન ન્યાયસંગત નથી.
૪, ત્યાં સમીપ દેશમાં જે સ્થાવર પ્રાણીઓ છે–જેમને શ્રમણોપાસકે અનર્થદંડ દેવાને ત્યાગ કર્યો છે, પરંતુ અર્થદંડ દેવાને ત્યાગ નથી કર્યો-તે તેમનું આયુષ્ય પૂરું કરે છે, પૂરું કરી ત્યાં સમીપ દેશમાં જે ત્રસ પાણી છે-જેમને શ્રમણોપાસકે વ્રતગ્રહણના સમયથી લઈને જીવનપયત દંડ દેવાનો ત્યાગ કર્યો છે-તેમાં ઉત્પન્ન થાય છે. તેમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન બને છે,
તે પ્રાણી પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે, તે મહાકાય અને ચિરસ્થિતિવાળાં હોય છે. તે પ્રાણી ઘણાં હોય છે-જેનામાં શ્રમણો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org