________________
ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં નંદીફલ જ્ઞાત (દૃષ્ટાંત) : સૂત્ર ૫૯૮
૨૨૭
મનમાં મધ્યરાત્રિ-સમયે આવા પ્રકારનો અધ્યવસાય યાવત–મનોસંકલ્પ થયો-વેચાણ કરવા યોગ્ય વસ્તુઓ લઈને મારે અહિચ્છત્રા નગરમાં વ્યાપાર માટે જવું શ્રેયસ્કર છે.—તેણે આવો વિચાર કર્યો, વિચાર કરીને ગણિમ, ધરિમ, મેય
અને પરિછેદ્ય એમ ચારે પ્રકારના પદાર્થો લીધા, લઈને ગાડી-ગાડાં તૈયાર કર્યા, તૈયાર કરીને ગાડી-ગાડાં ભર્યા, ભરીને કૌટુંબિક સેવકોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિયો ! જાઓ અને ચંપાનગરીના શૃંગાટક—યાવ-રાજમાર્ગો અને સામાન્ય માર્ગોમાં ઉદ્ઘોષણાપૂર્વક આ પ્રમાણે કહો-“હે દેવાનુપ્રિયા ! ધન્ય સાર્થવાહ વિપુલ વિક્રેય સામગ્રી લઈને વ્યાપાર અર્થે અહિચ્છત્રા નગરીમાં જવા ઇરછે છે. એટલે હે દેવાનુપ્રિયો ! જે કોઈ પણ ચરક કે ચીરિક, ચર્મખંડિક કે ભિક્ષુડ પાંડુરંગ કે ગૌતમ કે ગૌતિક અથવા ગૃહધમી કે ધર્મચિંતક, અથવા અવિરુદ્ધ, વિરુદ્ધ, વૃદ્ધ, શ્રાવક, રક્તપટ, નિર્ગથ આદિ સાધુ કે ગૃહરથ-જે કોઈ પણ ધન્ય સાર્થવાહ સાથે અહિચ્છત્રા નગરીમાં જવા ઇચ્છતા હોય તેને ધન્ય સાર્થવાહ પોતાની સાથે લઈ જવા તૈયાર છે. અને જેની પાસે છત્રી નહીં હોય તેને તે છત્રી આપશે, જોડાં નહીં હોય તેને જોડાં આપશે, જેની પાસે કમંડલુ નહીં હોય તેને કમંડલુ આપશે, જેની પાસે ભાથું નહીં હોય તેને ભાશું અને વાટખચી નહીં હોય તેને વાટખચ પણ આપશે. કોઈ માર્ગમાં પડી જશે કે કોઈનું કંઈ ભાંગશે કે કોઈ માંદુ પડશે તો તેને સહાય કરશે-સારસંભાળ લેશે અને સુખરૂપ અહિચ્છત્રા નગરી સુધી પહોંચાડશે.’ આ જ રીતે બીજી વાર અને ત્રીજી વાર પણ ઘોષણા કરો અને પછી મારી આજ્ઞા પૂરી કર્યાની મને જાણ કરો.”
ત્યાર પછી તે કૌટુંબિક સેવકોએ ધન્ય સાર્થવાહની આવી આશા સાંભળી, હૃષ્ટ અને તુષ્ટ બની, ચંપાનગરીના શૃંગાટક-યાવરાજમાર્ગો અને સામાન્ય માર્ગોમાં જઈને
આવી ઘોષણા કરી– હે ચંપાનગરીના નિવાસી ભગવંતો ! સાધુસંતો ! ચરકો યાવત ગૃહસ્થો ! જે ધન્ય સાર્થવાહ સાથે અહિચ્છત્રા નગરી જવા ઇચ્છતા હોય તેમને ધન્ય સાર્થવાહ પોતાની સાથે લઈ જશે. જેની પાસે છત્રી નહીં હોય તેને છત્રી અપાવશે–ચાવ–સુખપૂર્વક અહિચ્છત્રા નગરી સુધી પહોંચાડશે.” આમ ધોષણા કરી, ફરી બીજી અને ત્રીજી વાર પણ ઘોષણા કરી અને પછી તે આજ્ઞા પૂરી કર્યાની જાણ કરી.
ત્યાર પછી તે કૌટુંબિક સેવકોની આ વાત સાંભળી ચંપા નગરીના અનેક ચરકસાધુઓયાવતુ-ગૃહસ્થો જ્યાં ધન્ય સાર્થવાહ હતો ત્યાં આવ્યા.
ત્યાર પછી તે ચક–પાવત-ગૃહસ્થામાંથી જેમની પાસે છત્રી ન હતી તેમને ધન્ય સાથે, વાહે છત્રી અપાવી-ચાવતુ-ભાતું ન હતું તેમને ભાતું અપાવ્યું, આપીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે ! તમે જાઓ અને ચંપાનગરીની બહાર મુખ્ય ઉદ્યાનમાં મારી પ્રતીક્ષા કરતા થોભો.”
ત્યાર પછી તે ચરક અને યાવતુ ગૃહસ્થો ધન્ય સાર્થવાહનું આ કથન સાંભળી ચંપા નગરીની બહાર મુખ્ય ઉદ્યાનમાં ગયા અને ધન્ય સાર્થવાહની પ્રતીક્ષા કરવા લાગ્યા.
ધન્ય કરેલ નંદીફળના ઉપભાગના નિષેધ ૫૯૯. ત્યાર પછી ધન્ય સાર્થવાહ શુભ તિથિ, કરણ
અને નક્ષત્રમાં વિપુલ અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય ભોજન તૈયાર કરાવ્યું, કરાવીને મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો, સંબંધીઓ અને પરિજનોને આમંત્રણ આપ્યું, આમંત્રિત કરીને, તેમને ભોજન કરાવ્યું, ભોજન કરાવીને તેમની રજા લીધી, રજા લઈને ગાડી–ગાડાં જોડાવ્યાં, જોડાવીને ચંપાનગરીની બહાર નીકળ્યા, નીકળીને અતિ દૂર દૂર નહીં તેવી રીતે પડાવ કરતા કરતા, સુખપૂર્વક આરામ અને સવારનો નાસ્તો કરતા કરતા, અંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org