________________
૨૨૬
ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં ઉદક પેઢાલપુત્રીનંદીફલ જ્ઞાત (દષ્ટાંત) : સૂત્ર ૫૯૮
ગૌતમને આદર કર્યા વિના જ જે દિશામાંથી આવ્યો હતો તે દિશામાં જવા તત્પર થયો.
તે જોઈને ભગવાને કહ્યું–હે આયુષ્પન ઉદક!જે તથારૂપ (આખ્ત પુરુષ) એવા શ્રમણ કે માહણ પાસેથી એક પણ આર્ય, ધાર્મિક સુવચન સાંભળે છે, સમજે છે તે પોતાની સૂક્ષ્મ બુદ્ધિથી આમ વિચારીને કે તેમણે શ્રેષ્ઠ યોગક્ષેમનો માર્ગ દર્શાવ્યો છે તેમને આદર આપે છે, ઉપકાર માને છે, વંદન-નમસ્કાર કરે છે, સરકાર-સન્માન કરે છે, કલ્યાણ અને મંગળ રૂપ માને છે અને દેવતા તથા ત્યની
જેમ તેમની પર્યું પાસના કરે છે.” ૫૫. ત્યાર પછી તે ઉદક પેઢાલપુત્રે ભગવાન
ગૌતમને આ પ્રમાણે કહ્યું-“હે ભદત્ત ! મેં આવાં વચનો પહેલાં કદી જાણ્યાં નથી, સુણ્યાં નથી, સમજ્યાં નથી, હૃદયગત કર્યા નથી, જેથી મારા માટે આ વચને અદ્રષ્ટપૂર્વ, અશ્રુતપૂર્વ, અજ્ઞાતપૂર્વ છે, ગુરુમુખથી અપ્રાપ્ય, અપ્રગટ છે. મને તેનું સંશયરહિત જ્ઞાન થયું ન હતું એનો અર્થ સમજાયો ન હતો, એને નિશ્ચય થયા ન હતા. આથી આ પદોમાં મેં શ્રદ્ધા કરી ન હતી, વિશ્વાસ કર્યો ન હતો, મારી અભિરચિ થઈ ન હતી. હે ભદત! આ વચને મેં અત્યારે જાણ્યાં, અત્યારે સાંભળ્યાં, અત્યારે અવધાર્યા, જોયાં, સાંભળ્યા, જાણ્યા. આ પદોનું મને અત્યારે જ વિશેષ જ્ઞાન થયું, અર્થનિશ્ચય થયો. આ પદોનું અત્યારે જ પ્રગટીકરણ થયું છે, સંશયરહિત જ્ઞાન થયું છે, સમ્યગૂ જ્ઞાન થયું છે, વ્યાખ્યા થઈ છે, નિર્ણય થયો છે. આથી હવે હું આ વચનમાં શ્રદ્ધા કરું છું, વિશ્વાસ કરું છું, રૂચિ કરું છું. બધું તેમ જ છે જેમ આપ કહો છો.” - ત્યાર પછી ભગવાન ગૌતમે ઉદક પેઢાલપુત્રને આમ કહ્યું–હે આય! જેમ હું કહું છું તેમ કર, તેમાં શ્રદ્ધા ક૨. હે આર્ય ! વિશ્વાસ કર. હે આર્ય ! રૂચિ કર.' ઉદકનું ચાતુર્યામધર્મમાંથી નીકળી પાંચ
મહાગ્રતગ્રહણપ૯૬. ત્યાર પછી તે ઉદક પેઢાલપુત્રે ભગવાન ગૌતમને
આમ કહ્યું- હે ભદત ! ચાર યામનો ધર્મ છોડી, આપની પાસે પંચ મહાવ્રત યુક્ત ધર્મ પ્રતિક્રમણપૂર્વક સ્વીકારીને વિચરવા ઈચ્છું છું.”
ત્યારે ભગવાન ગૌતમ ઉદક પેઢાલપુત્રને લઈને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી બિરાજ્યા હતા ત્યાં આવ્યા.
ત્યાર પછી ઉદક પેઢાલપુત્રો શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કર્યો, વંદનનમન કરી આ પ્રમાણે કહ્યું
“હે ભગવંત ! હું આપની સમીપે ચાર યામનો ધર્મ છોડી પાંચ મહાવ્રત ધર્મ પ્રતિક્રમણપૂર્વક સ્વીકારીને વિચારવા ઇચ્છું છું.'
[ શ્રમણ ભગવાન મહાવીરે કહ્યું–] ‘હે દેવાનુપ્રિય! તને સુખ થાય તેમ કર. પ્રતિબંધપ્રમાદ કરીશ નહીં.'
ત્યાર પછી તે ઉદક પેઢાલપુત્રે શ્રમણ ભગવાન મહાવીર પાસે ચાતુર્યામ ધર્મનો ત્યાગ કરીને, પ્રતિક્રમણ સાથે પંચ મહાવ્રત ધર્મ અંગીકાર કર્યો અને વિચારવા લાગ્યા.
૪પ મહાવીર-તીર્થમાં નંદીફલ જ્ઞાત
(દષ્ટાંત) ચંપામાં ઘન્ય સાર્થવાહ૫૯૭. તે કાળે તે સમયે ચંપા નામે નગરી હતી.
પૂર્ણભદ્ર ચૈત્ય હતું. જિતશત્રુ રાજા હતા.
તે ચંપા નગરીમાં ધન્ય નામે સાર્થવાહ હત-જે ધનાઢય-વાવ-કોઈથી પરાભૂત કરી ન શકાય તેવો હતો.
તે ચંપા નગરીની ઉત્તર-પૂર્વ દિશા (ઈશાન કોણ)માં અહિચ્છત્રા નામે નગરી હતી–જે ઋદ્ધિ-સમૃદ્ધિ, ધનધાન્યથી સભર હતી-વર્ણન.
તે અહિચ્છત્રા નગરીમાં કનકકેતુ નામે રાજા હતો-મહા હિમવંત સમાન..આદિ વર્ણન.
ધન્યની અહિચ્છત્રાગમન ઘોષણા૫૯૮. તે પછી કોઈ એક વાર તે ધન્ય સાર્થવાહના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org