________________
૨૨૦
ધર્મસ્થાનુયોગ–મહાવીર તીર્થમાં ઉદક પેઢાલપુત્ર: સૂત્ર ૫૮૬
હોવા છતાં પણ તમે અને બીજાઓ જે આમ કહો છો-“એ કઈ પર્યાય નથી, જેમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન થઈ શકે.”-
આપનું તે કથન ન્યાયસંગત નથી. ૫૮૪. વળી ભગવાન ગૌતમે કહ્યું-હું નિને
પૂછું છું, હે આયુમન નિગ્રંથ ! આ લોકમાં કેટલાક શ્રમણોપાસકો ઘણા શાંત હોય છે. તેઓ આ પ્રમાણે કહે છે–અમે મુંડિત થઈને ગૃહત્યાગ કરીને અનગાર બનવા શક્તિમાન નથી. વળી ચતુર્દશી, અષ્ટમી અને પૂર્ણિમા તિથિઓમાં પરિપૂર્ણ પૌષધવ્રતનું પાલન કરી શકવા પણ સમર્થ નથી. અમે તે અંતકાળે મૃત્યુસમયે સંલેખના કરી ભક્તપાનનો ત્યાગ કરી કાળની ઇચ્છા ન રાખતા એવા વિચરીશું. એ સમયે અમે ત્રણ કરણ અને ત્રણે યોગથી સમસ્ત પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરીશું, એ જ રીતે સમસ્ત મૃષાવાદ, સમસ્ત અદત્તાદાન, સમસ્ત મૈથુન અને સમસ્ત પરિગ્રહનું પ્રત્યાખ્યાન કરીશું. અને મારા માટે કંઈ કરશે નહીં, કરાવશો નહીં અને કરનારની અનુમોદના ન કરશો એનું પણ પ્રત્યાખ્યાન કરીશું.-આ શ્રમણોપાસકો ખાધા, પીધા અને સ્નાન કર્યા વિના આસનથી ઊતરીને જો કાળ પામે તે તેમના વિષયમાં શું કહેવાશે ? અર્થાત્ તેઓ કેવી રીતે કાળ પામ્યા કહેવાશે ?
તેઓ સારી રીતે કાળ પામ્યા એમ જ કહેવાશે.
તે પ્રાણીઓ કહેવાય છે, તે ત્રસ પણ કહેવાય છે, તે મહાકાય અને ચિરકાળની સ્થિતિવાળા હોય છે. તે પ્રાણીઓ ઘણાં છે, જેમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન બને છે. તે પાણીઓ અલપતર છે જેમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન નથી હોતું. આથી તે મહાન ત્રસકાયની હિંસાથી ઉપરન, વ્રતમાં સ્થિત અને પ્રતિવિરત શ્રાવક માટે તમે કે બીજા જે આમ કહો છો–એના માટે એવો કોઈ પર્યાય નથી જેમાં શ્રમણોપાસકને
માટે એક પ્રાણીની હિંસાનું પણ પ્રત્યાખ્યાન
થઈ શકે.' એ વિધાન ન્યાયસંગત નથી. ૫૮૫. ભગવાને કહ્યું—આ સંસારમાં કેટલાક મનુષ્પો
એવા હોય છે, જેવા કે મહા ઇચ્છાવાળા, મહાઆરંભવાળા, મહાપરિગ્રહવાળા, અધાર્મિક થાવત્ અધર્મથી જ જીવિકા પ્રાપ્ત કરનારા તથા હનન છેદન, ભેદન અને જીવોને કાપવા, વધ કરવો વગેરેથી જેમના હાથ રક્તરંજિત થયા છે તેવા, ચંડ, ૨૮, ક્ષુદ્ર, સાહસિક, વંચક, માયાવી, કપટી, કૂડકપટમાં રત, ઉત્તમ વસ્તુમાં હલકી વસ્તુની ભેળસેળ કરનારા, દુ:શીલ, વ્રતહીન અને મુશ્કેલીથી પ્રસન્ન કરી શકાય તેવા અસાધુ-દુર્જન હોય છે. તેઓ જીવનપર્યત સમસ્ત પ્રાણાતિપાતથી નિવૃત્ત થતા નથી-ચાવતુ-પાવજજીવ સમસ્ત પરિગ્રહોનો પણ ત્યાગ કરતા નથી. આવા પ્રાણીઓના ઘાતક શ્રમણોપાસક વ્રતગ્રહણના સમયથી મરણ સુધી ત્યાગ કરે છે, તે પુરુષે કાળ સમયે પોતાનું આયુષ્ય છોડીને પાપકર્મને સાથે લઈને દુર્ગતિમાં જાય છે.
તે પ્રાણીઓ પણ કહેવાય છે, ત્રસ પણ કહેવાય છે, તે મોટી કાયાવાળાં અને લાંબી આયુષ્યસ્થિતિવાળાં હોય છે. તે પ્રાણીઓ અધિક હોય છે જેમનામાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે અને તે પ્રાણીઓ અલ્પતર હોય છે જેમનામાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન નથી હોતું. આથી તે મહા-ત્રસકાયની હિંસાથી ઉપરત, વ્રતમાં સ્થિત અને પ્રતિવિરત શ્રમણોપાસક વિષયમાં તમે અને બીજા જે આમ કહે છે કે–તેના માટે કોઈ એ પર્યાય નથી જેમાં તે શ્રમણપાસકને એક પ્રાણીની પણ હિંસાનું પ્રત્યા
ખ્યાન થઈ શકે–તે વાત પણ ન્યાયસંગત નથી. ૫૮૬, ભગવાને કહ્યુ-સંસારમાં કેટલાક મનુષ્યો એવા
હોય છે, જે આરંભ નથી કરતા, પરિગ્રહ નથી રાખતા, ધાર્મિક યાવન ધર્મપૂર્વક આજીવિકાનું ઉપાર્જન કરતા હોય છે, સુશીલ, સુવ્રતધારી, સરળતાથી પ્રસન્ન કરી શકાય તેવા અને સુસાધુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org