________________
ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં ઉદક પેઢાલપુત્ર : સૂત્ર ૫૮૨
૨૧૮
-
સહભોગ (સહભોજન) ઘટતું ન હતું. તે
એ જ જીવ છે જેની સાથે વચ્ચે સહભોગ કહ્યું છે. તે જીવ એ જ છે જેની સાથે હવે સાધુને સહભોગ ખપતો નથી.
સિદ્ધિનો માર્ગ છે, મુક્તિનો માર્ગ છે, નિર્માણમાગ છે, નિર્વાણમાર્ગ છે, અવિતથ, અસંદિગ્ધ અને સમસ્ત દુ:ખોના નાશનો માર્ગ છે. આ ધર્મમાં સ્થિત જીવ સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણ પામે છે અને સમસ્ત દુ:ખોનો નાશ કરે છે. આથી અમે તેની આજ્ઞા પ્રમાણે–તેના વિધાન પ્રમાણે ચાલીશું, ઊઠીશું, બેસીશું, સૂઈશું, ભેજન કરીશું, બોલીશું, ઊભા થઈશું અને ઊભા થઈને બધાં પ્રાણીઓ, ભૂતે, જીવે અને સત્ત્વની રક્ષા માટે સંયમ ધારણ કરીશું-શું આ રીતે તેઓ કહી શકશે?
હા, તે એવું કહી શકે છે. શું આવા, આવા પ્રકારના વિચારવાળા જીવો પ્રજ્યાને પાત્ર છે?
હા, તેઓ પાત્ર છે. શું આવા, આવા વિચારના પુરુષો મુંડિત બનાવવા યોગ્ય છે?
હા, તેઓ યોગ્ય છે.
શું એવા વિચારવાળા પુરુષને શિક્ષણ (શાસ્ત્રાભ્યાસ) આપવું યોગ્ય છે?
હા, યોગ્ય છે.
શું એવા વિચારવાળા પુરુષોને પ્રવ્રજયામાં ઉપસ્થિત કરવા યોગ્ય છે?
હા, યોગ્ય છે.
શું એવા વિચારવાળા પુરુષો સાથે બેસી ભજન લઈ શકાય?
હા, લઈ શકાય. ને શું તે આ રીતે વિહાર કરતા યાવતું ચાર, પાંચ, છ કે દશ વર્ષ સુધી થોડા કે ઘણા દેશમાં ભ્રમણ કરીને ફરી ગૃહસ્થવાસમાં આવી શકે છે ? હા, આવી શકે છે.
હવે તે ગૃહવાસમાં આવેલાઓ સાથે સાધુઓએ ભોજન લેવું યોગ્ય છે? ના, એ વાત યોગ્ય નથી. તે જીવ તે તે જ છે જેની સાથે પૂર્વકાળે
પૂર્વમાં તે જીવ અશ્રમણ હતો, વચ્ચે શ્રમણ છે અને અત્યારે અશ્રમણ છે. અશ્રમણની સાથે શ્રમણનિગ્રંથોને સહભોગ ન ખપે (અર્થાત્ ન લઈ શકાય). હે નિગ્રો ! આવી રીતે જાણો અને આવી રીતે જ જાણવું જોઈએ.
પ્રત્યાખ્યાનનું વિષય-ઉપદશન૫૮૩. ભગવાને ફરી કહ્યું-નિર્ચ થાને હું પૂછું છું
હે આયુષ્મન નિગ્રંથ ! આ લોકમાં કેટલાક શ્રમણોપાસકો ખૂબ શાંત હોય છે. તેઓ આમ કહે છે–અમે પ્રવજ્યા લઈને ગૃહવાસ ત્યજીને અનગાર બનવા શક્તિમાન નથી. આથી અમે ચતુર્દશી, અષ્ટમી, અને પૂર્ણિમાના દિવસે પરિપૂર્ણ પૌષધવ્રતનું સમ્યકુપણે પાલન કરીશું અને સ્થૂળ પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરીશું-ચાવતુ-ધૂળ પરિગ્રહનું પ્રત્યાખ્યાન કરીશું, અમે બે કરણ અને ત્રણ યોગપૂર્વક અમારી ઇચ્છાનું પરિમાણ કરીશું. અમારે માટે કંઈ ન કરે, કંઈ ન કરાવે એવું પણ અમે પ્રત્યાખ્યાન કરીશું–આવા શ્રાવક ખાધા પીધા વિના અને સ્નાન કર્યા વિના આસનેથી ઊતરતાં કાળ પામે તો તેમના કાળ વિશે શું કહેવાશે અર્થાત્ તેમણે કેવી રીતે કાળ કર્મો કહેવાશે?
તેઓ સારી રીતે કાન પામ્યા એમ જ કહેવાશે.
તે પ્રાણી પણ કહેવાય છે અને ત્રાસ પણ કહેવાય છે, તે મહાકાય અને ચિરકાળની સ્થિતિવાળા હોય છે. તે પ્રાણી અધિક છે જેનાથી શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન બને છે. તે પ્રાણીઓ અલ્પ છે, જેમના વિષયમાં શ્રમણોપાસકનું અપ્રત્યાખ્યાન હોય છે. આથી તે શ્રમણોપાસક મહા ત્રસકાયની વિરાધનાથી ઉપશાંત, ઉપરત, મુમુક્ષુ, પ્રતિવિરત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org