________________
ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં ઉદક પેઢાલપુત્ર : સત્ર ૫૭૮
૨૧૭
છે, ત્યારે તેઓ તે આયુને છોડી દે છે અને તે આયુને છોડીને ફરી પરલોકભાવ પ્રાપ્ત કરે છે. તેઓ પ્રાણી (પ્રાણવાળા) પણ કહેવાય છે, ત્રસ પણ કહેવાય છે, તેઓ મહાકાય અને ચિરકાળ સ્થિતિવાળા પણ હોય છે.'
ઉદક પેઢાલપુત્રની સ્વપક્ષ–સ્થાપના૫૭૮. ઉદક પેઢાલપુત્ર વાદસહ ભગવાન ગૌતમને
આ પ્રમાણે કહ્યું- “હે આયુષ્પનું ગૌતમ ! એવો કોઈ પર્યાય નથી કે જેમાં શ્રમણોપાસક એક પ્રાણીના પ્રાણાતિપાત વિરતિ રૂપ ત્યાગને પણ સફળ કરી શકે. એનું કારણ શું?
પ્રાણી સંસરણશીલ-પરિવર્તનશીલ છે– આથી ક્યારેક સ્થાવર પ્રાણી પણ ત્રસ થઈ જાય છે, ત્રસ પ્રાણી પણ સ્થાવરરૂપે ઉપન્ન થઈ જાય છે.
તે બધા સ્થાવરકાયને છોડીને ત્રસકાયમાં ઉત્પન્ન થાય છે. સર્વે ત્રસકાયને છોડીને સ્થાવરકાયમાં ઉત્પન્ન થાય છે. જ્યારે તે બધા
સ્થાવરકાયમાં ઉત્પન્ન થાય છે ત્યારે તે વાતને યોગ્ય બને છે.”
ભગવાન ગૌતમને પ્રત્યુત્તર૫૭૯, ભગવાન ગૌતમે વાદસહિત ઉદક પેઢાલપુત્રને
આ પ્રમાણે કહ્યું- હે આયુષ્મન્ ! અમારા વક્તવ્ય અનુસાર જ નહીં પરંતુ તમારા વક્તવ્ય અનુસાર પણ તે પર્યાય છે જેમાં શ્રમણોપાસક સર્વ પ્રાણીઓ-ચાવતુ-સમસ્ત સત્ત્વોના ઘાનનો ત્યાગ કરી શકે છે.
એનું શું કારણ છે? પ્રાણી સંસરણશીલ છે–
આથી ત્રસ પ્રાણી પણ સ્થાવર રૂપે ઉત્પન્ન થાય છે અને સ્થાવર પણ ત્રસરૂપે ઉત્પન્ન થાય છે. તે બધા ત્રસકાય છોડીને સ્થાવરકાયમાં ઉત્પન્ન થાય છે અને વળી બધા સ્થાવરકાયને છોડીને ત્રસકાયમાં ઉત્પન્ન થાય છે. એટલા માટે જ્યારે તે બધા ત્રસકાયમાં ઉત્પન્ન થાય છે ત્યારે તે સ્થાન ઘાતને યોગ્ય નથી.
તે પ્રાણીઓ પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે, તે મહાકાય અને ચિરસ્થિતિવાળા હોય છે. તે પ્રાણીઓ ઘણા છે જેનાથી શ્રમણોપાસકનું સુપ્રત્યાખ્યાન થાય છે. તે પ્રાણીઓ અપ છે, જેનાથી શ્રમણોપાસકનું અપ્રત્યાખ્યાન થાય છે. આ રીતે તે મહાન ત્રસકાયના ઘતિથી શાંત અને વિરત થાય છે. આથી તમે અથવા અન્ય વ્યક્તિ જે આ કહો છે કે “એવો એક પણ પર્યાય નથી જેના માટે શ્રમણોપાસકથી એક પ્રાણીના ઘાતનો પણ ત્યાગ થઈ શકે.” તે તમારું કથન ન્યાયસંગત નથી.’
શ્રમણ દુષ્ટાતપ૮૦. ભગવાને કહ્યું કે, નિર્ગથાને આમ પૂછવામાં
આવે છે– હે આયુષ્મન નિગ્રંથો ! આ લેકમાં કોઈ મનુષ્ય એવા હોય છે જે આવી પ્રતિક્ષા કરે છે કે આ જે મુંડિત થઈને, ગૃહ ત્યાગીને આનગારિક પ્રજ્યા અંગીકાર કરી ચૂક્યા છે તેમને મરણપર્યત દંડ દેવાને ત્યાગ નથી કરતું.
તે શ્રમણોમાંથી કોઈ શ્રમણ ચાર, પાંચ, છ અથવા દશ વર્ષ સુધી થોડા કે ઘણા દેશોમાં વિચરણ કરીને શું ફરી ગૃહવાસ સ્વીકારે છે?
હા, તે ગૃહવાસ સ્વીકારે છે. તે ગૃહસ્થને મારનાર પેલા પ્રત્યાખ્યાનધારી પુરુષના ને પ્રત્યાખ્યાનને શું ભંગ થાય છે?
ના. એ કથન યુક્તિસંગત નથી.
એવી રીતે શ્રમણોપાસકે પણ ત્રસ પ્રાણીને દંડ દેવાને (ત્રસ પાણીની હિંસાને) ત્યાગ કર્યો છે, સ્થાવર પ્રાણીને દંડ દેવાને ત્યાગ નથી કર્યો. એટલે સ્થાવર પ્રાણીઓનો ઘાત કરવાથી પણ એના પ્રત્યાખ્યાનનો ભંગ નથી થતો. હે નિગશે! આ રીતે સમજો. આ
રીતે જ સમજવું જોઈએ. ૫૮૧. ભગવાન ગૌતમ સ્વામીએ કહ્યું – “હું
નિથાને પૂછું છું કે તું આયુષ્યન નિગશે!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org