________________
૨૧૪
wwwwww
ધર્માં કથાનુયાગ—મહાવીર તીર્થમાં કાલાસ્યવેષિ-પુત્ર/ઉદક પેઢાલ પુત્રઃ સૂત્ર ૫૭૧
wwwwˇˇˇˇˇww.mmmm
wwwwwm
હોવાથી, ઉદ્ભવેલાં હોવાથી અને એ પદો અવધારિત હોવાથી એ અમાં હું શ્રદ્ધા કરુ છું, પ્રીતિ કરું છું, રુચિ કરુ છુ. હે ભગવંતા ! તમે જે આ કહો છો, તે યથા છે, તે એ જ પ્રમાણે છે.'
કાલાવેષિનું ચાતુર્યામ-ધમ થી પાઁચમહાત-ધમ માં આવવું—
૫૬૯. ત્યાર બાદ તે સ્થવિર ભગવંતાએ કાલાસ્યવૃષિ પુત્ર અનગારને આ પ્રમાણે કહ્યુ‘ હે આર્ય! જેમ અમે આ કહીએ છીએ તેમાં તુ શ્રદ્ધા રાખ, પ્રીતિ રાખ અને રુચિ રાખ.’
ત્યારે તે કાલાસ્યવેષિપુત્ર અનગારે સ્થવિર ભગવાને વંદનનમસ્કાર કર્યાં, વંદનનમસ્કાર કરીને આ પ્રમાણે બાલ્યા– ‘હે ભગવ'તા ! તમારી પાસે ચાતુમ ધમ —ચાર મહાવ્રતવાળા ધમ-છોડી પ્રતિક્રમણ સહિત પાંચ મહાવ્રતવાળા ધર્મ પ્રાપ્ત કરી વિહરવા ઇચ્છું છું.
‘હે દેવાનુપ્રિય ! જેમ સુખ થાય તેમ કર, વિલંબ ન કર’ [સ્થવિરોએ કહ્યું.) ૫૭૦. ત્યારબાદ તે કાલાસ્યવૃષિપુત્ર અનગારે ભગવતાને વંદન-નમસ્કાર કર્યા, નંદન-નમસ્કાર કરી ચાતુર્યામ ધર્મોને છોડી, પ્રતિક્રમણ સહિત પાંચ મહાવ્રતવાળા ધર્મના સ્વીકાર કરી વિહરવા લાગ્યા.
ત્યાર પછી તે કાલાસ્યવેષિપુત્ર અનગારે અનેક વર્ષો સુધી શ્રમણપર્યાયનું પાલન કર્યું, પાલન કરી જે પ્રયાજન સારુ નગ્નપણું, મુંડિતપણું, સ્નાન ન કરવું, દાતણ ન કરવું, છત્ર ન રાખવું, જોડાં ન પહેરવાં, ભોંય પર બેસવું, પાટિયા પર સૂવું, લાકડા ઉપર સૂવુ', કેશના લાચ કરવો, બ્રહ્મચર્યપૂર્વક રહેવું, (ભિક્ષા માટે) બીજાને ધરે જવું, કયાંય મળે ક કયાંય ન મળે અથવા ઓછું મળે તથા અનુકૂળ-પ્રતિકૂળ થાય, ઇન્દ્રિયાને માટે કાંટા જેવા બાવીશ પરિષહા-ઉપસર્ગા-ને સહ્યા, તેના અની આરાધના કરી, એ બધું તે કાલાસ્ય
Jain Education International
વેષિપુત્ર અનગારે આરાધ્યુ અને તે અનગાર છેલ્લા ઉચ્છ્વાસ નિ:શ્વાસ વડે સિદ્ધ થયા, બુદ્ધ થયા, મુક્ત થયા, પરિનિવૃત્ત થયા અને સર્વે દુ:ખાથી હીન થયા,
*
૪૪. મહાવીર–તી માં ઉદક પેઢાલપુત્ર નાલંદામાં લેપ શ્રમણેાપાસક
પ૭૧. તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું— તે સમૃદ્ધ, નિર્ભય, ધનધાન્ય સંપન્ન-પાવવર્ણન...સુંદર હતું.
તે રાજગૃહ નગરની બહાર ઉત્તરપૂર્વ દિશામાં (ઈશાનકોણમાં) નાલંદા નામે એક ઉપનગર (પરુ) હતુ જે સેંકડો ભવનાથી સુશાભિત, દર્શનીય, યાવત્ પ્રતિરૂપ હતું.
તે નાલ'દા ઉપનગરમાં લેપ નામે ગાથાપતિ (ગૃહસ્થ) હતા—જે ધનાઢય યાવત્ કોઈથી પરાભવ ન પામે તેવો હતા.
તે લેપ નામે ગાથાપતિ શ્રમણાપાસક હતા અને વળી જીવાજીવ તત્ત્વોના શાતા-પાવનિગ્રંથ પ્રવચનમાં પૂર્ણ શ્રદ્ધાવાળા અને અન્ય દનાની ઇચ્છા રહિત, ગુણીજનોની નિંદા ન કરનાર, પરમાના જાણકાર, પરમાર્થના સ્વીકાર કરનાર, પરમામાં નિશ્ચય બુદ્ધિવાળા,અભિગતાર્થ, અસ્થિ અનેમજજામાં પણ ધર્મના રાગવાળા અર્થાત્ ધર્માનુરાગમાં ગળાડૂબ એવો અને ‘આયુષ્મનૂ ! આ નિગ્રંથ પ્રવચનજ સત્ય છે . અને એ જ પરમાથ છે બાકીનાં બધાં અનર્થછે'.~[આમ માનતા અને કહેતા] હતા. તેના નિળ યશ જગતમાં પ્રસર્યા હતા; તેનાં દ્વાર બધા માટે ખુલ્લાં હતાં; અંત:પુર કે બીજાના ઘરમાં પણ તેના પ્રવેશ સરળ હતા (અર્થાત્ સૌના વિશ્વાસપાત્ર અને આદરણીય હતા.) તે ચતુર્દશી, અષ્ટમી, અમાવાસ્યા અને પૂણિ`માના દિવસે પરિપૂર્ણ પૌષધવ્રતનું પાલન કરતા, શ્રમણ નિગ્ર થાને પ્રાસુક, એષણીય અશન, પાન, ખાદ્ય અને
For Private Personal Use Only
www.jainelibrary.org