Book Title: Dharmakathanuyoga Part 1
Author(s): Kanhaiyalal Maharaj, Dalsukh Malvania
Publisher: Agam Anuyog Prakashan

Previous | Next

Page 569
________________ ધ કથાનુયાગ—મહાવીર તીર્થાંમાં કાલાસ્યવેષિ–પુત્ર : સૂત્ર ૫૬૮ મહાવીરન) સ્થવિરો (શ્રુતવૃદ્ધ શિષ્યા) વિરાજ્યા હતા, ત્યાં ગયા, તેમની પાસે આવી સ્થવિર ભગવન્તાને તેમણે આ પ્રમાણે કહ્યું– *સ્થવિરો ! તમે સામાયિક જાણતા નથી, સામાયિકના અર્થ જાણતા નથી, તમે પચ્ચકખાણ જાણતા નથી, પચ્ચકખાણના અર્થ નથી જાણતા, તમે સંયમને નથી જાણતા અને સંયમના અર્થાંને નથી જાણતા; તમે સંવર જાણતા નથી, સંવરના અર્થને નથી જાણતા; હે સ્થવિરો ! તમે વિવેકને નથી જાણતા અને વિવેકના અને નથી જાણતા, તથા તમે વ્યુત્સર્ગને નથી જાણતા અને વ્યુત્સર્ગના અર્થને નથી જાણતા.’ ત્યારે તે સ્થવિર ભગવતાએ કાલાવેષિપુત્ર નામના અનેગારને આ પ્રમાણે કહ્યું હું આય ! અમે સામાયિકને જાણીએ છીએ, સામાયિકના અને પણ ક્ષણીએ છીએ– યાવત્ અમે વ્યુત્સને જાણીએ છીએ અને વ્યુન્સના અને પણ જાણીએ છીએ, ત્યારે તે કાલાસ્યવૃષિપુત્ર અનગારે તે સ્થવિર ભગવાને આ પ્રમાણે કહ્યું– ‘ હું આર્મી ! જો તમે સામાયિકને અને સામાયિકના અને જાણા છે, યાવત્–વ્યુત્સર્ગ અને વ્યુત્સર્ગના અને જાણા છે, ત બતાવા કે (આપના મત અનુસાર) સામાયિક શુ' છે અને સામાયિકના અર્થ શુ છે ? યાવ.........વ્યુત્સ શું છે અને વ્યુત્સગ'ના અથ શું છે ?” ત્યારે તે સ્થવિર ભગવન્તાએ આ પ્રમાણે કહ્યું કે • હૈ આય ! અમારા આત્મા એ જ સામાયિક છે, અમારો આત્મા એ જ સામાયિકના અર્થ છે; યાવત્ અમારો આત્મા જ વ્યુત્સગ છે અને અમારો આત્મા એ જ વ્યુત્સગના અર્થ છે.' ત્યાર પછી તે કાલાસ્યવેબિપુત્ર અનગારે તે સ્થવિર ભગવાને આ પ્રમાણે પૂછ્યુ - Jain Education International ૨૧૩ ww • હું આર્ય ! જો આત્મા જ સામાયિક છે, અત્મા જ સામાયિકના અથ છે, અને તે જ પ્રમાણે યાવત્ આત્મા જ વ્યુત્સ છે તથા આત્મા જ વ્યુત્સગના અથ છે, તે તમે ક્રોધ, માન, માયા અને લાભના ત્યાગ કરી શા માટે તે ક્રોધ વગેરેની ગહ—નિંદા કરો છો ?' ‘હે કાલાસ્યવેષિપુત્ર ! અમે સંયમને માટે ક્રોધ વગેરેની નિંદા કરીએ છીએ.’ ‘તા હે ભગવંતા ! શું ગહનિંદા (કરવી) સંયમ છે કે અગર્હ (કરવી) સંયમ છે ?” ‘હે કાલાસ્યવેષિપુત્ર! ગર્હ (પાપાની નિંદા) સંયમ છે પરંતુ અગહ સંયમ નથી. ગોં બધા દોષાને દૂર કરે છે—આત્મા સમિથ્યાત્વને જાણીને ગહ દ્વારા બધા દોષાના નાશ કરે છે. આ પ્રમાણે અમારો આત્મા સંયમમાં પુષ્ટ છે, અને આ પ્રમાણે અમારો આત્મા સંયમમાં ઉપસ્થિત છે.’ [સ્થવિર ભગવાના ઉત્તર સાંભળી તે કાલાસ્યવૃષિપુત્ર અનગા સંબુદ્ધ થયા અને તેણે સ્થવિર ભગવાને વંદન કર્યા, નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું— For Private & Personal Use Only ‘હે ભગવંતા ! આ (પૂર્વોક્ત) પદોને નહીં જાણવાથી, પહેલાં સાંભળેલ નહી હોવાથી, અબાધિપણુ હોવાથી, અભિગમ—શાન ન હાવાથી, જોએલાં ન હોવાથી, ચિંતવેલાં (વિચારેલાં) ન હોવાથી, સાંભળેલ નહીં હોવાથી, વિશેષરૂપે નહીં જાણવાથી, કહેલાં નહીં જાણવાથી, અનિણીત હોવાથી, ઉદ્ધરેલાં ન હોવાથી, અને આ પદ અવધારણ નહીં કર્યા હોવાથી, આ અર્થમાં ને શ્રદ્ધા કરી ન હતી, પ્રતીતિ કરી ન હતી, રુચિ કરી ન હતી; પરંતુ હે ભગવંતા ! હમણાં આ(પદ)ને જાણ્યાં હોવાથી, સાંભળી લેવાથી, બાધ થવાથી, અભિગમ થવાથી, જોએલાં હોવાથી, ચિ‘તવેલાં હાવાથી, સાંભળેલ હોવાથી, વિશેષ જાણ્યાં હોવાથી (આપની દ્રારા) કહેલાં હોવાથી, નિણી ત www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608