Book Title: Dharmakathanuyoga Part 1
Author(s): Kanhaiyalal Maharaj, Dalsukh Malvania
Publisher: Agam Anuyog Prakashan

Previous | Next

Page 562
________________ ૨૦૬ ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં જિનપાલિત-જિનરક્ષિત જ્ઞાત : સૂત્ર ૫૫૪ - “હે દેવાનુપ્રિ ! મને કેન્દ્રના વચનાદેશથી સુસ્થિત નામે લવણસમુદ્રાધિપતિ દેવે પૂક્તિ પ્રકારે યાવત, નિયુક્ત કરી છે. તો હે દેવાનુપ્રિયો ! જ્યાં સુધી હું લવણ સમુદ્રનું એકવીશ વાર પર્યટન કરી, ત્યાં જે કંઈ તૃણ, પત્ર, કાષ્ઠ, કચરો, ગંદા પદાર્થ, સડેલાગળેલા પદાર્થ કે દુગધી વસ્તુઓ હોય તે એકવીશ વાર એકત્ર કરી કરી એકાંતમાં ફેંકી દઇશ. ત્યાં સુધી તમે આ શ્રેષ્ઠ પ્રાસાદમાં મોજમજા કરો. જો તે દરમિયાન કંટાળી જાઓ અથવા કુતૂહલ થાય કે કોઈ ઉપદ્રવ થાય તો તમે પૂર્વ દિશાના વનખંડમાં ચાલ્યા જજો. ત્યાં બે ઋતુઓ સદા સ્વાધીન છે અર્થાત સદાકાળ રહે છે.તે જેમ કે-પ્રાવૃષ (અષાઢ અને શ્રાવણ, વર્ષાનો પૂર્વાધ) અને વર્ષારાત્ર (ભાદ્રપદ અને આશ્વિન–વર્ષાના ઉત્તરાર્ધ). [ગાથાર્થ–] ત્યાં-પ્રાવૃષ ઋતુરૂપી સ્વાધીન હાથી છે, નવીન લતા અને શિલિંધ્ર લતા તે પ્રાવૃષહસ્તીના દાંત છે, નિકુવૃક્ષના ઉત્તમ પુષ્પ તેની જાડી સૂંઢ છે, કુટજ, અર્જુન અને નીપ વૃક્ષનાં પુષ્પ તેનાં મદજળ રૂપ છે. (૧) વળી ત્યાં-વર્ષાઋતુરૂપી પર્વને પણ સદા સ્વાધીન છે. તે ઇન્દ્રોપરૂપી પદ્મરાગ મણિઓથી વિચિત્ર વર્ણવાળ, દેડકાઓના સમૂહના શબ્દરૂપી ઝરણાઓના નાદવાળો અને મયૂરોના વૃદોથી ઘેરાયેલા શિખરવાળો છે. (૨) હે દેવાનુપ્રિયો ! તે પૂર્વદિશાના ઉદ્યાનમાં આવેલી અનેક વા યાવત સરોવર પંક્તિઓમાં, અનેક લતામંડપમાં, અનેક સુશોભન ગૃહોમાં, યાવત પુષ્પગ્રહોમાં તમે સુખપૂર્વક રમણ કરતાં કરતાં વિહરજો. જો તમે ત્યાં પણ કંટાળી જાઓ, થાકી જાઓ, કે ત્યાં તમને કોઇ ઉપદ્રવ નડે તો તમે ઉત્તર દિશા તરફના વનખંડમાં ચાલ્યા જજો. ત્યાં સદા બે ઋતુઓ વિદ્યમાન રહે છે, તે આ-શરદ અને હેમંત. [ગાથાથ ત્યાં-શરદઋતુરૂપી ગપતિ-વૃષભ સદા સ્વાધીન છે. તે શણ અને સપ્તચ્છદ પુષ્પોરૂપી કાંધવાળો, નીલોત્પલ પદ્દા અને નલિનરૂપ શિંગડાં વાળો છે. સારસ અને ચક્રવાક પક્ષીઓનું કૂજન તે એ વૃષભનું ગર્જન છે. (૩) વળી ત્યાં હેમંત ઋતુરૂપી ચન્દ્ર સદા સ્વાધીન છે, શ્વેત કુન્દ પુષ્પો તેની ધવલ જોહ્ના છે, પુષ્પિત લોધ વનખંડ તેનું મંડળ (બિંબ) છે અને ઝાકળના જળબિંદુઓની ધારાઓ તેનાં સધન કિરણ છે. (૪) ' હે દેવાનુપ્રયો ! ત્યાં તમે અનેક વાવો યાવતુ સરોવર–પંક્તિઓમાં અનેક લતાગૃહોમાં, સુશોભનગૃહોમાં યાવત્ પુષ્પગૃહોમાં સુખપૂર્વક રમણ કરતા કરતા વિહાર કરજો. જો કદી તમે ત્યાં પણ કંટાળી જાઓ, થાક અનુભવો કે તમને કોઈ વિદન નડે તો તમે પશ્ચિમ દિશાના વનખંડમાં ચાલ્યા જજો. તે વનખંડમાં પણ બે ઋતુઓ સદા સ્વાધીન–સદાકાળ વિદ્યમાન છે, જેમ કે-વસંત અને ગ્રીષ્મ. [ગાથાર્થ]– ત્યાં– વસંતઋતુરૂપી નરપતિ સદા સ્વાધીન છે, ચારુ આશ્રમંજરીરૂપ તેને મનોહર હાર છે, પલાશ, કર્ણિકાર અને અશોક પુષ્પો તેના મુકુટ સમાન છે, અને ઊંચા ઊંચા તિલક અને બકુલ તેનાં છત્રો છે.(૫) વળી ત્યાં– ગ્રીષ્મઋતુરૂપી સાગર સદા વિદ્યમાન છે, જે પાટલ અને શિરીષપુષ્પો રૂપી જળથી પરિપૂર્ણ છે, મલ્લિકા અને વાસંતી લતાઓનાં પુષ્પો પથરાટ તેના કિનારા છે અને શીતળ સુરભિત પવનરૂપી મગરો જેમાં વિહરે છે.(૬) તે વનખંડમાં અનેક વાવો અને પાવતુ સરોવરપંક્તિઓમાં તથા અનેક લતાગૃહો, સુશોભનગ્રહો યાવનું પુષ્પગ્રહોમાં સુખપૂર્વક રમણ કરતા કરતા વિહાર કરજો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608