________________
૨૦૪
ધર્મકથાનુયોગ-મહાવીર તીર્થ માં જિનપાલિત–જિનરક્ષિત જ્ઞાતઃ સૂત્ર પપર
જનસમૂહના કોલાહલ–શબ્દથી ભયભીત થયેલી અશ્વકિશોરી (વછેરી)ની માફક તે નૌકા [આડીઅવળી દોડવા લાગી.
ગુરુજનો (માતાપિતા આદિ વડીલો) પાસે, જેનો અપરાધ છતો થઈ ગયો છે તેવી સજજન કુલ-કન્યાની જેમ તે નૌકા નીચી નમવા લાગી.
મોજાંઓના સેંકડો પ્રહારોની થાપટો ખાઈને તે બૂમવા લાગી અને જેમ કોઈ આધાર વિનાની વસ્તુ આકાશમાંથી નીચે પડે તેમ પડવા લાગી.
નવવિવાહિતા વધૂ જેમ પતિના મૃત્યુ પામવાથી અશ્રુપાત કરે તેમ તે નૌકા પણ ભીંજાયેલ સઢ આદિની ટપકતી જળધારાથી અશ્રુપાન કરતી લાગતી હતી.
શત્રુ રાજા વડે ઘેરાયેલ હોવાથી મહા ભયથી પીડિત કોઈ શ્રેષ્ઠ મહાનગરીની જેમ તે નૌકા પણ વિલપતી લાગતી હતી.
માયાવી વેષધારી યોગ-પરિવ્રાજકા (ગિની) જેમ કપટ દયાનમાં ઘડીક સ્થિર થઈ જાય તેમ તે નૌકા કયારેક ઘડીભર સ્થિર થઈ જતી.
મહાવનમાંથી બહાર નીકળીને થાકી ગયેલી વયસ્ક માના જેમ હાંફવા લાગે તેમ તે નૌકા પણ હાંફતી જણાતી હતી.
તપશ્ચર્યાનું ફળ પૂર્ણ થવાથી ભેગે નષ્ટ થશે એ જાણીને ચ્યવનકાળે શોક કરની ઉત્તમ દેવવધૂ (દેવી)ની જેમ તે નૌકા જાણે શોક કરવા લાગી.
તેનાં તૂતક અને સુકાન ટુકડે ટુકડા થઈ ગયા, તેની મધ્યભાગ ભાંગી પડ્યો, કૂવાથંભ વાંકો વળી ગયો, ખડકના શિખર પર ચડી જવાને કારણે તે જાણે કે શૂળી પર ચડી હોય તેવી જણાતી હતી. તેના પાટિયાઓમાં તડ તડ અવાજ થવા લાગ્યો, તેનાં સાંધા તૂટવા લાગ્યા, લેઢાની ખીલીઓ નીકળી જવા લાગી, એનાં અંગે અંગ જુદાં પડી ગયાં, તેનાં પાટિયાઓ સાથે બાંધેલ દોરડાં ગળી સડીને તૂટી ગયાં,
જેથી તેના ટુકડાઓ છૂટા પડી ગયાં, તે કાચા શકેરા જેવી બની ગઈ અર્થાતુ પાણીમાં વિલીન થઈ ગઈ. અભાગી મનુષ્યોના મનોરથની જેમ તે અત્યંત ચિંતનીય બની ગઈ. તેના પર સવાર કર્ણધાર, ખારવા, વેપારીઓ અને નોકરચાકરો હાહાકાર કરતા વિલાપ કરવા લાગ્યા. વિવિધ પ્રકારનાં રત્નો અને ચીજવસ્તુઓ તથા સહન કરતા અનેક પુરુષ સાથે યાત્ વિલાપ કરતા મનુષ્યો સાથેની તે નૌકા સમુદ્રની અંદર (પાણીમાં અદશ્યમાન) રહેલા એક મોટા પર્વતશિખર સાથે ટકરાતાં તેનાં નૂતક અને સુકાન તૂટી જવાથી અને કૂવાથંભ વાંકે વળી જવાથી તે કડકડ અવાજ કરતી સેંકડો ટુકડા થઈને તે જ સ્થળે નાશ પામી અર્થાત્ સમુદ્રતળિયે ડૂબી ગઈ.
ત્યાર પછી તે નૌકા ભાંગી ગઈ અને ડૂબી ગઇ તે સાથે તે અનેક લોકો, વિપુલ રત્નો, માલ સામગ્રી બધું પાણીમાં ડૂબી ગયું. માદીપુત્રોનું પાટિયાના આધારે રત્નદીપમા
પહાચવું– ૫૫૨ ત્યારે તે ચતુર, દક્ષ, પ્રતિપન્નબુદ્ધિ, કુશળ,
મેધાવી, શિલ્પવિદ્યા-યંત્રવિદ્યામાં નિપુણ, વહાણવટાના ક્ષેત્રમાં અનુભવી, કૃતકાર્ય, વિજયી, મૂઢતા વિનાના અને ચપળ એવા માનંદીપુત્રોએ એક મોટું પાટિયું પકડી લીધું.
જે પ્રદેશમાં તેમનું વહાણ નાશ પામ્યું હતું તેની નજીકમાં જ રત્નદ્રીપ નામે એક મોટો દ્વીપ હતું, જે અનેક યોજન લાંબોપહોળો અને અનેક યોજનાના વિસ્તારવાળો હતો. અનેક પ્રકારના વૃક્ષનાં વનાથી તે શોભતો હતો, સશ્રીક, પ્રાસાદિક યાવત પ્રતિરૂપ (સુંદર હતો.
તે દ્વીપની બરાબર વચ્ચેના ભાગમાં એક વિશાળ ઉત્તમ પ્રાસાદ હતો-માવત ઊંચાઈમાં પર્વતશિખરોને હસતો હોય તેવો અર્થાતુ ઉ|ગયાવત–સશ્રીક પ્રાસાદિક યાવત્ પ્રતિરૂપ હતો. તે ઉત્તમ પ્રાસાદમાં રત્નદ્રીપદેવતા નામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org