________________
ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં જિનપાલિત–જિનરક્ષત જ્ઞાત : સૂત્ર ૫૫૦
૨૦૩
નિર્વિધ તરત આપણે ઘેર પાછા ફયાં છીએ. તો હે દેવાનુપ્રિય ! આપણા માટે એ શ્રેયસ્કર થશે કે આપણે બારમી વાર પણ વહાણ દ્વારા લવણસમુદ્રની સફર કરીએ.'-આવો વિચાર કરી એમણે પરસ્પર તે વાત સ્વીકારી, સ્વીકારીને પછી જ્યાં માતા-પિતા હતા ત્યાં આવ્યા, આવીને આ પ્રમાણે બોલ્યા
“હે માતા-પિતા ! અમે અગિયાર વાર વહાણો દ્વારા લવણસમુદ્રની સફર કરી છે. દરેક વાર ધન-પ્રાપ્તિ કરી છે, કામ પૂરું કરીને તરત નિર્વિધન આપણા ઘેર અમે પાછા ફર્યા છીએ. તો હે માતા-પિતા ! આપની આશા લઈને બારમી વાર અમે વહાણ દ્વારા લવણસમુદ્રની સફર ખેડવા ઇચ્છીએ છીએ.”
ત્યારે માતા-પિતાએ તે માકંદીપુત્રોને આ પ્રમાણે કહ્યું
હે પુત્રો ! આ તમારા પિતામહ, પ્રપિતામહ અને પિતાના પ્રપિતામહના વારાનું ચાલી આવતું પ્રચુર હિરણ્ય, સુવર્ણ, કાંસ્ય, વસ્ત્ર, મણિ, મકિતક, શંખ, પ્રવાળ, માણિક, આદિરૂપ સર્વોત્તમ ધન છે-જે સાત પેઢી સુધી ઇચ્છા મુજબ દાન દેવા માટે, ભોગવવા માટે અને વહેંચવા માટે પર્યાપ્ત છે. આથી હે પુત્રો ! વિપુલ માનુષી ત્રિદ્ધિ-સત્કારવાળા ભોગો ભેગ. વિશ્ન-બાધાઓથી યુક્ત અને જેમાં કઈ આલંબન નથી તેવા લવણસમુદ્રમાં ઊતરવાની શી જરૂર છે? હે પુત્રો ! બારમી વારની યાત્રા કદાચ વિઘકારી પણ હોઈ શકે. માટે હે પુત્રો ! તમે બન્ને બારમી વાર લવણસમુદ્રની વહાણની સફર ન ખેડે, (જેથી) તમારા શરીરને કોઈ આપત્તિ ન આવે.”
ત્યાર પછી માર્કદી પુત્રોએ બીજીવાર અને ત્રીજીવાર પણ માતા-પિતાને સંબોધીને આ પ્રમાણે કહ્યું—“હે માતા-પિતા ! અમે અગિયાર વાર તો વહાણ દ્વારા લવણસમુદ્ર ખેડયો છે અને દરેક વખતે અર્થપ્રાપ્તિ કરી છે, કરવા યોગ્ય કાર્ય કર્યા છે અને વિદન-બાધા વિના
તરત પોતાને ઘેર પાછા ફર્યા છીએ. તો હે માતાપિતા ! બારમી વાર પણ લવણસમુદ્રની વહાણની સફર કરવી અમારા માટે જરૂર શ્રેયસ્કર થશે.
ત્યાર પછી માતા-પિતા જયારે તે માકેદીપુત્રોને સામાન્ય કથન દ્વારા, વિશેષ કથન દ્રારા, સામાન્ય કે વિશેષપણે સમજાવવામાં સફળ ન થયા ત્યારે અનિચ્છાપૂર્વક તેમણે એ વાતની (સમુદ્રયાત્રાની) અનુમતિ આપી. - ત્યાર પછી માતા-પિતાની અનુમતિ મેળવીને તે માકંદીપુત્રો ગણિમ ધરિમ, મેય અને પરિંછે–એ ચારે પ્રકારનો માલ વહાણમાં ભરીને, અહંકની જેમ, થાવત્ લવણસમુદ્રમાં અનેક સેંકડો યોજન સુધી ગયા.
નીકા-ભગ– પપ૧. ત્યાર પછી તે માકંદીપુત્રો લવણસમુદ્રમાં
અનેક સેકડો યોજન સુધી ગયા ત્યારે અનેક સેંકડો ઉપદ્રવ પેદા થયા, જેમ કે–અકાળે મેઘગર્જના થવા લાગી, અકાળે વીજળી ચમકવા લાગી, અકાળે સ્વનિત શબ્દ (ધારા મેઘઘટાઓનો વિનિ-ગડગડાટ) થવા લાગ્યો, પ્રતિકૂળ જોરદાર પવન ફૂંકાવા લાગ્યો.
ત્યાર પછી તેમની નૌકા તે પ્રતિકૂળ તોફાની પવનથી વારંવાર ડગમગવા લાગો, નારંવાર કંપવા અને ચલાયમાન થવા લાગી, વારંવાર સંક્ષુબ્ધ થવા લાગી, પાણીના તીવ્ર વેગથી વારંવાર પછડાવા લાગી અને જેમ હાથ વડે ભૂમિતળ પર નાખેલ દડો ઊછળે તેમ ઊંચીનીચી ઊછળવા લાગી.
જેને વિદ્યા સિદ્ધ થઈ છે એવી વિદ્યાધરકન્યાની જેમ તે (નૌકા) પૃથ્વીતળથી ઊંચે ઊછળતી હતી અને જેની વિદ્યા નાશ પામી છે એવી વિદ્યાધર-કન્યાની જેમ ગગનતળથી તે નીચે પટકાતી હતી.
મહાન ગરૂડના વેગથી ત્રાસેલી ઉત્તમ નાગકન્યાની જેમ તે નૌકા પણ આમતેમ (આડીઅવળી) ભાગવા લાગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org