________________
૨૧૦
ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં જિનપાલિત–જિનરક્ષિત જ્ઞાત : સૂત્ર ૫૬૪
આકાશમાં ઊંચી થઈ, ઊંચી થઈને ઉત્કૃષ્ટ દેવગતિથી જયાં માકંદીપુત્રો હતા ત્યાં આવી, આવીને આ પ્રમાણે બોલી
અરે માકંદીપુત્રો ! અરે અપ્રાર્થિત (મૃત્યુ)ના અભિલાષીઓ! શું તમે મને નથી જાણતા કે મને છોડીને શૈલક યક્ષની સાથે લવણસમુદ્રની વચ્ચોવચ્ચ થઈને તમે નીકળી જશો? તે આટલું થવા છતાં જો તમે મારી અપેક્ષા રાખશો તો જીવતા રહી શકો. જો મારી અપેક્ષા નહીં રાખો તો નીલકમળ, પાડાના સિંગ અને અળસીના પુષ્પ જેવી ચમકતી અને છરીની ધાર જેવી તિક્ષ્ણ તલવારથી લાલ લાલગાલ વાળા અને મૂછોવાળા, તમારી માતાએ શણગારેલાં મસ્તકાને તાડફળની જેમ કાપીને એક તરફ ફેંકી દઈશ.’
ત્યારે તેમાનંદીપુત્રો રત્નદ્રીપની દેવીની આ વાત સાંભળીને અને સમજીને પણ ભયભીત ન થયા, ત્રસ્ત ન થયા, ઉદ્વિગ્ન ન થયા, ક્ષુબ્ધ ન થયા, સંભ્રાન્ત ન થયા અને તેમણે રત્નદ્વીપની દેવીની એ વાતનો આદર ન કર્યો, સ્વીકાર ન કર્યો કે ધ્યાન આપ્યું નહીં અને આદર ન કરતાં, સ્વીકાર ન કરતાં, ધ્યાન ન આપતાં શૈલક યક્ષની સાથે લવણસમુદ્રની વચ્ચોવચ્ચ પસાર થવા લાગ્યા.
રત્નદીપ-દેવતા કૃત અનુકૂળ ઉપસર્ગ– પ૬૪. ત્યાર બાદ તે રત્નદ્રીપ–દેવીએ તે માકેદી
પુત્રોને અનેક પ્રતિકૂળ ઉપસર્ગો વડે ચલિત કરવા, લોભાવવા, ક્ષુબ્ધ કરવા કે તેમના વિચાર બદલવા સમર્થ ન થતાં પછી મધુર, શૃંગારમય અને કરુણ ઉપસર્ગોથી તેમને વિધ્ર કરવાનું શરૂ કર્યું -
હે માકંદીપુત્રો ! હે દેવાનુપ્રિયા ! તમે મારી સાથે હાસ્ય ગમ્મત કર્યા છે, લીલા કરી છે, ક્રીડા કરી છે, હિંડોળે હિંચ્યા છો, મનોરંજન કર્યું છે. અને હવે તે કંઈ ગયા વિના મને ત્યજીને શૈલક યક્ષ સાથે લવણસમુદ્રની વચ્ચે વચ્ચે થઈને જઈ રહ્યા છો ?”
ત્યાર પછી તે રત્નદ્રીપદેવતાએ અવધિજ્ઞાનથી જિનરક્ષિતના મનને જોયું, જોઈને આ પ્રમાણે કહેવા લાગી
હું સદૈવ જિનપાલિત માટે તે અનિષ્ટ, એકાંત, અપ્રિય, અમનોસ અને અનામ હતી. જિનપાલિત પણ મારા માટે અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ અને અમનામ હતો. હું તો સદેવ જિનરક્ષિતની ઇષ્ટ, કાંત, પ્રિય, મનોશ અને મનામ હતી. જિનરક્ષિત પણ મારા માટે સદૈવ ઇષ્ટ, કાંત, પ્રિય, મનોશ અને મનામ હતો. આથી જિનપાલિત તો મને રોતી, આક્રંદ કરતો, શોક કરતી, અનુતાપ કરતી અને વિલાપ કરતી જોઈને ધ્યાન ના આપે, પરંતુ હે જિનરક્ષિત ! તું પણ શું મને રોતી, આક્રંદ કરતી, શોક કરતી, અનુતાપ કરતી અને વિલાપ કરતી જોઈને મારી અવજ્ઞા કરીશ ?'
ત્યાર પછી શ્રેષ્ઠ રત્નદ્રીપની તે દેવીએ અવધિજ્ઞાનથી જિનરક્ષિતનો મનોભાવ જાણીને તેને મારવા માટે બન્ને માકંદીપુત્રો પ્રતિ શ્રેષયુક્ત કપટલીલા રચીને, વિવિધ પ્રકારનાં સુગંધી ચૂર્ણોથી મિશ્રિત દિવ્ય અને નાક તથા મનને તૃપ્તિદાયક, સર્વઋતુઓના સુગંધી. પુષ્પોની વૃષ્ટિ કરી, વિવિધ પ્રકારના મણિ, કનક અને રત્નોની ઘંટડીઓ, ઘૂઘરીઓ, નૂપુર
અને કટિમેખલાના અવાજથી દિશાઓ અને વિદિશાઓ ભરી દીધી અને આવાં કરૂણ વચન બોલવા લાગો–
હોલ! વસુલ! ગેલ! નાથ ! સ્વામિ! પ્રિય! રમણ ! કાંત ! અભિલષિત! નિણ (નિર્દય) ! નિWકક (અવસરને ન જાણનાર) ! નિષ્ક્રિય! અમૃતસ! શિથિલભાવ ! નિર્લજજ ! રુક્ષ ! અકરુણ ! જિનરક્ષિત ! મારા હૃદયના રક્ષક ! મને એકલી, અનાથ, બાંધવહીનને, તારા ચરણની સેવિકા એવી મને અન્યને છોડીને ચાલ્યા જવું તને શોભતું નથી.
હે ગુણભંડાર ! હું તારા વિના એક ક્ષણ પણ જીવવા સમર્થ નથી. અનેક સેંકડે મસ્ય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org