Book Title: Dharmakathanuyoga Part 1
Author(s): Kanhaiyalal Maharaj, Dalsukh Malvania
Publisher: Agam Anuyog Prakashan

Previous | Next

Page 558
________________ ૨૦૨ ધર્મસ્થાનુયોગ–મહાવીર તીર્થમાં ઉદાયનરાજ કથાનક : સૂત્ર ૫૫૦ પ્રતિક્રમણ કર્યા વિના મરણ સમયે કાળધર્મ પામી આ રત્નપ્રભા પૃથ્વીના નરકવાસોની પાસે ચોસઠ લાખ આતાપ-પ્રકાશરૂપ અસુરકુમાર આવાસમાં, આતાપરૂપ અસુરકુમારદેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં અનેક આતાપરૂપ અસુરકુમાર દેવેની એક પલ્યોપમ સ્થિતિ કહી છે. તે અભિચિદેવ પણ ત્યાં એક પલ્યોપમની સ્થિતિવાળે થયો. હે ભગવન! તે અભિચિદેવ પણ આયુક્ષય થયા પછી, ભવક્ષય અને સ્થિતિક્ષય થયા પછી આ દેવલોકથી નીકળીને કયાં જશે ? કયાં ઉત્પન્ન થશે ?” ‘હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે ભાવ-સર્વ દુ:ખોને અન્ત કરશે.” “હે ભગવન ! તે એમ જ છે, હે ભગવન! તે એમ જ છે.'—એ પ્રમાણે સ્વીકાર કરી ગૌતમ ભગવાન વિહરવા લાગ્યા. દત્તની જેમ જાણવું–થાવત–સર્વદુ:ખોથી મુક્ત થયાં. અભિચિકુમારની ઉદાયન પ્રતિ વેરભાવના અને કૂણિક પાસે ગમનપ૪૭. ત્યારપછી અન્ય કોઈ દિવસે અભિચિકુમારને મધ્યરાત્રિને સમયે કુટુંબ-સહ-જાગરણમાં જાગરણ કરતા આવા પ્રકારનો અધ્યવસાય થાવતુ-વિચાર ઉત્પન્ન થયો કે યથાર્થ રૂપમાં હું ઉદાયન રાજાનો પુત્ર અને પ્રભાવતી દેવી (રાણી)ને આત્મજ છું. તે પણ તે ઉદાયન રાજાએ મને છોડી પોતાના ભાણેજ કેશીકુમારને રાજયાશાસન પર સ્થાપિત કરી, શ્રમણ ભગવાન મહાવીરની પાસે મુંડિત થઈ ગૃહત્યાગ કરી આનગારિક પ્રવૃજ્યા ગ્રહણ કરી છે.'—આ પ્રકારના મોટા અપ્રીતિરૂપ માનસિક દુ:ખથી પીડિત થએલો તે અભિચિકુમાર પોતાના અંત:પુર-પરિવારસહિત પોતાની માલમિલકત વગેરે સામગ્રી લઈને વીતિભય નગરથી નીકળ્યો, નીકળીને ક્રમે ક્રમે ચાલતો, એક ગામથી બીજે ગામ જતો, જ્યાં ચંપાનગરી હતી, જ્યાં કૂણિક રાજા હતો ત્યાં આવ્યો, આવીને કૂણિક રાજાનો આશ્રય લઈ વિહરવા લાગ્યો. ત્યાં પણ તેને વિપુલ ભોગઉપભોગની સામગ્રી પ્રાપ્ત થઈ. ત્યારબાદ તે અભિચિકુમાર શ્રમણોપાસક પણ થયો, જીવાજીવ તોનો જ્ઞાતા-યાવ-વિધિપૂર્વક તપ-કર્મની આરાધના દ્વારા આત્માને ભાવિત કરતો વિહરતો હતો તો પણ ઉદાયન રાજર્ષિ પ્રતિ વેરના અનુબંધથી યુક્ત હતો. અભિચિકુમારની અસુરામાં ઉત્પત્તિપ૪૮. તે કાળે તે સમયે આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસોની પાર્સ ચોસઠ લાખ અસુરકુમારોના આવાસ કહ્યા છે. ત્યાર બાદ અનેક વર્ષો સુધી શ્રમણોપાસકપર્યાયનું પાલન કરી તે અભિચિકુમાર અર્ધમાસિક સંલેખનાથી ત્રીશ ભક્તનો અનશન વડે ત્યાગ કરી, તે પાપ-સ્થાનકની આલોચના ૪૧. મહાવીર-તીર્થમાં જિનપાલિત જિનરક્ષિત જ્ઞાત ચંપામાં માર્કદી સાર્થવાહના પુત્રો ૫૪૯. તે કાળે તે સમયે ચંપા નામે નગરી હતી. પૂર્ણ ભદ્ર ચૈત્ય હતું. ત્યાં માર્કદી નામે સાર્થવાહ રહેતો હતો, જે ધનાઢય વાવત કોઈથીય પરાભવ ન પામે તેવો હતો. તેની ભદ્રા નામે ભાર્યા હતી. તે ભદ્રા ભાર્યાના આત્મજ બે સાર્થવાહ-પુત્રો હતા, એમનાં નામ હતાં-જિનપાલિત અને જિનરક્ષિત. જિનપાલિત-જનરક્ષિતની સમુદ્રયાત્રાપપ૦. ત્યાર પછી કોઈ એક સમયે તે બન્ને માકંદી પુત્રો સાથે મળી વાતો કરતા હતા ત્યારે આવી વાત થઈ–“આપણે વહાણો દ્વારા અગિયાર વાર લવણસમુદ્રની સફર કરી. દરેક વખતે આપણે ધન પ્રાપ્તિ કરી અને કામ પૂરું કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608