________________
ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં અનાથી મહાનિર્ચન્હ : સૂત્ર ૪૬૮
૧૬૩
અને પોતાના આત્માનો નિગ્રહ (સંયમ) ન કરી રસાદિમાં લુબ્ધ થાય છે તે રાગ અને દ્રષરૂપ સંસારના બંધનને મૂળથી છેદી શકતો નથી. (૩૯)
ઈર્યા (ઉપયાગપૂર્વક ગમનાગમન), ભાષા, એષણા (ભાજન વસ્ત્ર વગેરે ગ્રહણ કરવાની વૃત્તિ), આદાન-નિક્ષેપ (ભોજન, પાત્ર, કંબલ, વસ્ત્રાદિનું મૂકવું તથા લેવું) અને પરિઝાપન (વધેલી અનાવશ્યક વસ્તુનો યોગ્ય સ્થળે ત્યાગ કરવો)-આ પાંચ સમિતિઓમાં જે ઉપયોગ રાખતા નથી તે વીરપુરુષે આચરેલા (જન) માર્ગમાં જઈ શકતા નથી. (૪૦)
જે લાંબા કાળ સુધી મુંડિત બનીને (સાધુની ઉપરચોટિયા ક્રિયા કરીને) પણ અહિંસાદિ મૂળભૂત વ્રતનિયમોમાં અસ્થિર થઈ જાય છે, અને તપશ્ચર્યાદિ અનુષ્ઠાનથી ભ્રષ્ટ થાય છે, તે સાધુ ઘણાં વર્ષો સુધી ત્યાગ, સંયમ, કેશલુંચન અને બીજાં કષ્ટોથી પોતાના દેહને દુ:ખ આપવા છતાં સંસારની પાર જઈ શકતો નથી. (૪૧)
તે પોલી મૂઠી અને છાપ વિનાના ખોટા સિક્કાની માફક સાર (મૂલ્ય) રહિત બને છે
અને કાચનો કટકો જેમ વૈદૂર્યમણિ પાસે નિરર્થક હોય છે તેમ જ્ઞાનીજનો પાસે તે નિર્મુલ્ય થઈ જાય છે. (૪૨)
આ મનુષ્યજન્મમાં ઋષિધ્વજ (રજોહરણાદિ મુનિનાં ચિહ્ન) રાખે અને માત્ર આજીવિકા ખાતર વેશધારી સાધુ બને તે ત્યાગી ન હોવા છતાં પોતાને ત્યાગી કહેવડાવતો ફરે છે. આવો તે (ફસાધુ) પાછળથી બહુ કાળ સુધી પીડા પામે છે. (૪૩)
જેમ તાલપુટ (હાથમાં લેવાથી તાળવું ફાટી જાય તેવું વિષ ખાવાથી, અવ્યવસ્થિત (સમજયા વિના-આવડત વિના શસ્ત્ર ગ્રહણ કરવાથી અને અવિધિથી મંત્રજાપ કરવાથી જેમ તે [પ્રયોગ કરનારને જ] મારી નાખે છે તે જ રીતે વિષયભોગની આસક્તિથી યુક્ત
હોય તો તે ચારિત્રધર્મ પાણ તે ગ્રહણ કરનારને મારી નાખે છે. (૪૪)
લક્ષણવિદ્યા, સ્વપ્નવિદ્યા, જાતિષ અને વિવિધ કુતૂહલ (મેલી) વિદ્યાઓમાં રક્ત થયેલા અને મેળવેલી હલકી વિદ્યાનાં પાપોથી પેટ ભરનારા તેવા કસાધુને તે વિદ્યા શરણભૂત થતી નથી. (૪૫)
તે કુશીલ સાધુ પોતાના અજ્ઞાનરૂપ અંધકારથી સદા દુ:ખી થાય છે. મુનિ-ધર્મની વિરાધના કરી અહીં પણ દુ:ખ પામે છે, અને પછી પણ નરક કે પશુયોનિમાં ગમન કરે છે. (૪૬)
જે સાધુ અગ્નિની માફક સર્વભક્ષી બનીને ઔશિક (પોતાને માટે કરેલી), ક્રીયકૃત (મૂલ્યથી લીધેલી), કે નિત્યપિંડ (એક ઘેરથી જ મેળવેલી) સદોષ ભિક્ષા પણ લીધા કરે છે, તે કુસાધુ પાપ કરીને મરી ગયા બાદ દુર્ગતિમાં ચાલ્યો જાય છે. (૪૭)
મસ્તકને છેદનાર શત્રુ જે અનર્થ ન કરી શકે તે અનર્થ પોતાનો જીવાત્માજ જો કુમાગે જાય તો કરે છે. પરંતુ જે સમયે તે કુમાર્ગે જતો હોય છે ત્યારે તેને વિચાર નથી આવતો. જ્યારે મૃત્યુના મુખમાં જવું પડે છે ત્યારે જ તે જાણી શકે છે અને પછી ખૂબ પસ્તાય છે. (૪૮).
એવા કુસાધુને ત્યાગ પણ નિષ્ફળ નીવડે છે અને તેનો પુરુષાર્થ પણ વિપરીત થઈ જાય છે. ભ્રષ્ટાચારીને ઉભયલોક (આ લોક કે પરલોકોમાં જરા પણ શાંતિ થતી નથી. તે (આંતરિક અને બાહ્ય) અને પ્રકારના દુઃખનો ભોગ બની જાય છે. (૪૯).
જેમ ભેગરસની લોલુપ પંખિણી બીજા હિસક પક્ષી વડે સપડાઈને પછી ખૂબ પરિતાપ કરે છે તે જ પ્રકારે દુરાચારી અને સ્વચ્છેદી સાધુ જિનેશ્વર દેવના આ સન્માર્ગને વિરાધીને પછી મરણાને બહુ બહુ પરિતાપ પામે છે. (૫૦)
આ જ્ઞાન અને ગુણથી યુક્ત એવું મધુર સુભાષિત સાંભળીને ડાહ્યા અને બુદ્ધિમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org