________________
૧૬૮
ધર્મસ્થાનુગ–મહાવીર તીર્થ માં મૃગાપુત્ર બલશ્રી શ્રમણ સૂત્ર : ૪૭૮
જેમ વાયુનો કોથળો ભરવો જેટલો મુશ્કેલ કે અશક્ય છે તેટલું જ કાયરને સાધુપણું પાળવું મુશ્કેલ છે. (૪૧)
જેમ ત્રાજવાથી મેરુ પર્વત તોળવે દુષ્કર છે, તેમ શંકા રહિત અને નિશ્ચળ ભાવથી સંયમ પાળવે દુષ્કર છે. (૪૨)
જેમ બે હાથથી સમુદ્ર તરી જ અશક્ય છે તેમ અનુરશાંત (અશક્ત) જીવ વડે દમ(સંયમ)નો સાગર તો દુષ્કર છે. (૪૩)
હે પુત્ર! પહેલાં તું મનુષ્ય-સંબંધી શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ પાંચે વિષયોના ભોગોને ભોગવ, અને પછી ભુક્ત-ભોગી થઈને ચારિત્ર ધર્મને સ્વીકારજે.' (૪૪)
સુધા, તૃષા, ટાઢ, તાપ, ડાંસ અને મચ્છરનું દુઃખ, કઠોર વચને, દુ:ખ શૈયા-દુ:ખદ સ્થળ, તૃણસ્પર્શ અને મેલનું દુ:ખ. (૩૨).
તેમ જ તાડન (માર), તર્જન (ઠપકો), વધ અને બંધનનાં કષ્ટો પણ સહેવાં સહેલાં નથી. સદા ભિક્ષાચર્ચા કરવી, વાચીને લેવું અને યાચના કરતાં પણ અપ્રાપ્તિ થાય એ બધું દુષ્કર છે. (૩૩)
આ કાપતી વૃત્તિ અર્થાત્ કબૂતરની જેમ કાંટાને તજી પરિમિત કણ જ ખાવાની વૃત્તિસંયમી જીવન, દારુણ કેશલોચ અને દુષ્કર બ્રહ્મચર્ચ પાલન કરવું અમહાન–સામાન્ય આત્માને માટે અતિ દુષ્કર છે. (૩૪)
હે પુત્ર! તું ભોગસુખને યોગ્ય છે, સુકોમળ છે, સુમજિજત છે-સાફ સ્વચ્છ રહેવાવાળો છે, આથી સાધુપણું પાળવા માટે ખરેખર તું સમર્થ નથી. (૩૫)
હે પુત્ર ! સાધુપણામાં જીવન પર્યન્ત કંઈ જ વિશ્રામ નથી. ભારે લોખંડના ભારની જેમ જીવનપર્યત અવિશ્રાંતપણે સંયમીના ઉચિત ગુણોનો ભાર વહન કર દુષ્કર છે. (૩૬)
આકાશમાંથી પડતી ગંગા નદીના સામેપૂરે જવું અને બે હાથથી સાગર તરવો જેટલો કઠણ છે તેવી જ રીતે ગુણોદધિસંયમીના ગુણને તરી જવું દુષ્કર છે. (૩૭)
વેળુને કોળિયા જેટલો નીરસ છે, તેટલો જ સંયમ પણ નીરસ છે. તલવારની ધાર પર જવું જેટલું કઠણ છે તેટલું જ તપ કરવું કઠણ છે. (૩૮)
સર્પની માફક એકાંત આત્મદષ્ટિથી ચારિત્રમાર્ગમાં ચાલવું દુષ્કર છે. લોખંડના જવ ચાવવા જેટલા દુષ્કર છે તેટલું જ સંયમપાલન પણ દુષ્કર છે. (૩૮)
જેમ પ્રજ્વલિત અગ્નિશિખા–બળતી અગ્નિની ઝાળ પીવી દુષ્કર છે, તેમ તરુણ વયમાં સાધુપણું મળવું દુષ્કર છે. (૪૦)
મૃગાપુત્ર દ્વારા નરક-દુ:ખનું વર્ણન અને
શ્રામણ-દુષ્કત્વ-નિવારણ ૪૭૮. આ પ્રમાણે માતાપિતાનાં વચન સાંભળીને
મૃગાપુત્રે કહ્યું- હે માતાપિતા ! આપે કહ્યું તે સત્ય છે. પરંતુ નિ:સ્પૃહી (પિપાસારહિત)ને આ જગતમાં કશુંએ અશક્ય હોતું જ નથી. (૪૫)
વળી આ સંસાર-ચક્રમાં દુ:ખ અને ભય ઉપજાવનારી શારીરિક અને માનસિક વેદનાઓ હું અનંતવાર સહન કરી ચૂક્યો છું. (૪૬)
જરા અને મરણથી ઘેરાયેલા અને ચાર ગતિરૂપ ભયથી ભરેલા આ સંસારમાં મેં જન્મ, મરણ અને ભયંકર વેદનાઓ ઘણીવાર સહન કરી છે. (૪૭)
અહીં ને અગ્નિ જેટલો ઉષ્ણ હોય છે તેના કરતાં અનંત ગણી નારકયોનિમાં ઉષ્ણ વેદના હોય છે. નારકોનિઓમાં આવી ઉષ્ણ વેદનાઓ મેં સહન કરી છે. (૪૮).
અહીંની ઠંડી કરતાં નારકોનિમાં અનંત ગણી ઠંડી હોય છે. મેં નારકગતિઓમાં તેવી સખત ઠંડીની વેદનાઓ વેઠી છે. (૪૯).
નરકની કંદુ કુંભીઓ-લોઢાના પાત્રમાં આજંદ કરતાં ઊંચા પગે અને નીચા મસ્તકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org