________________
૧૯૪
ધર્મસ્થાનુયોગ–મહાવીર તીર્થમાં શિવ રાજર્ષ : સૂત્ર પર
યુક્ત કલશને હાથમાં લઈ જ્યાં ગંગા મહાનદી છે, ત્યાં આવીને ગંગા મહાનદીમાં, પ્રવેશ કરે છે, પ્રવેશ કરી ડૂબકી મારે છે, ડુબકી મારી જળક્રીડા કરે છે, ક્રીડા કરીને
સ્નાન કરે છે, પછી આચમન કરી ચોખા થઈ–પરમ પવિત્ર થઈ દેવતા અને પિતૃકાર્ય કરી, દર્ભ અને પાણીનો કળશ હાથમાં લઈ ગંગા મહાનદીથી બહાર નીકળીને જ્યાં પોતાની ઝૂંપડી છે ત્યાં આવે છે, આવીને ડાભ, કુશ અને રેતી વડે વેદી બનાવે છે, બનાવીને મથનકાષ્ઠ વડે અરણિને ઘસે છે, ઘસીને અગ્નિ પાડે છે, પાડીને અગ્નિને સળગાવે છે, સળગાવીને સમિધના કાષ્ઠોને નાંખે છે, નાંખીને અગ્નિને પ્રજવલિત કરે છે, પ્રજવલિત કરીને અગ્નિની દક્ષિણ બાજુએ આ સાત વસ્તુઓ મૂકે છે તે આ પ્રમાણે છે
સકથા (ઉપકરણવિશેષ), વલકલ, દીપ, શૈયાના ઉપકરણ, કમંડલું, દંડ અને આત્મા (પતે) એ સર્વને એકઠા કરે છે.
ત્યાર બાદ મધ, ઘી અને ચોખા (ધાન્ય) વડે અગ્નિમાં હોમ કરે છે, હોમ કરીને ચર–પૂજા સામગ્રી તૈયાર કરે છે, તૈયાર કરીને તે પૂજાસામગ્રીથી વૈશ્વદેવની પૂજા કરે છે, પૂજા કરીને અતિથિની પૂજા કરે છે, ત્યાર બાદ તે પોતે આહાર-ભોજન કરે છે.
ત્યાર બાદ તે શિવરાજર્ષિ ફરી વાર છટ્ઠ તપ કરીને વિહરે છે.
ત્યાર બાદ તે શિવરાજર્ષિ ફરી છરૃ તપના પારણા સમયે આતાપનાભૂમિથી નીચે ઊતરે છે, ઊતરીને વલ્કલ વસ્ત્ર પહેરીને જ્યાં પોતાની
પડી છે ત્યાં આવે છે, કિડિન, કાવડ ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને દક્ષિણ દિશાને પ્રોક્ષિત કરે છે. તેમ કરીને કહે છે કે “દક્ષિણ દિશાના (લોકપાલ) યમ મહારાજા પ્રસ્થાન (પરલોકસાધન)માં પ્રવૃત્ત થએલા શિવરાજર્ષિનું રક્ષણ કરો.' ત્યાર બાદ બાકીનું બધું જ વર્ણન પૂર્વ દિશાના વર્ણનની જેમ જાણવું–થાવત– ત્યાર બાદ તે પોતે આહાર કરે છે.
ત્યારબાદ તે શિવરાજર્ષિ ત્રીજી વાર છે તપ કરીને વિહરે છે.
ત્યાર બાદ તે શિવરાજર્ષિ ત્રીજી વાર પારણાના સમયે આતાપનાભૂમિથી નીચે ઊતરે છે, ઊતરીને વલ્કલ વસ્ત્ર ધારણ કરીને જ્યાં પોતાની ઝુંપડી છે ત્યાં આવે છે, આવીને કિડિન, કાવડ, ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને પશ્ચિમ દિશાને પ્રેક્ષિત કરે છે તેમ કરીને કહે છે કે “પશ્ચિમ દિશાના (લોકપાલ) વરુણ મહારાજા પ્રસ્થાન-પરલોક સાધનમાં પ્રવૃત્ત થયેલા શિવ રાજર્ષિનું રક્ષણ કરો.' ત્યારબાદ બાકીનું બધું જ વર્ણન પૂર્વ દિશાના વર્ણનની જેમ જાણવું–થાવતુ-ત્યાર બાદ તે પોતે આહાર કરે છે.
ત્યાર બાદ તે શિવરાજર્ષિ ચોથીવાર છઠ તપ કરીને વિહરે છે.
ત્યાર બાદ તે શિવરાજર્ષિ ચોથી વાર પારણાના સમયે આતાપના ભૂમિથી નીચે ઊતરે છે, ઊતરીને વલ્કલ વસ્ત્ર ધારણ કરીને જ્યાં પોતાની ઝૂંપડી છે ત્યાં આવે છે, આવીને કિડિન, કાવડ ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને ઉત્તર દિશાને પ્રોક્ષિત કરે છે. તેમ કરીને કહે છે કે “ઉત્તર દિશાના (લોકપાલ) વૈશ્રમણ મહારાજા ધર્મસાધનમાં પ્રવૃત્ત થયેલા શિવરાજર્ષિનું રક્ષણ કરો. ત્યાર બાદ બાકીનું વર્ણન પૂર્વ દિશાના વર્ણનની જેમ જાણવું– થાવતુ-ત્યાર બાદ તે પોતે આહાર કરે છે.
શિવને સપ્તપિવિષયક વિભગન્નાનપ૩૨. એ પ્રમાણે નિરંતર છટ્ઠ છટ્ઠનાં તપ કરવાથી,
દિશાચક્રવાલ તપકર્મથી અને ઉપરની તરફ હાથ ઊંચા રાખી સૂર્યની તરફ મોઢું રાખી આતાપનાભૂમિમાં આતાપના લેવાથી અને પકૃતિથી ભદ્ર, પ્રકૃતિથી શાંત, અતિ અલ્પ ક્રોધ, માન, માયા અને લોભવાળા હોવાથી, મૃદુ, માર્દવ-સંપન્ન હોવાથી, આજ્ઞાનુરૂપ વૃત્તિવાળા હોવાથી, વિનીત હોવાથી, તે શિવ રાજર્ષિને કોઈ એક દિવસે તદાવરણ કર્મોનો ક્ષપોપશમ થઈ જવાથી અને ઈહા, અપોહ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org