________________
ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં શિવ રાજર્ષિ ઃ સૂત્ર પ૩ર
૧૯૫
માગણા અને ગવેષણા કરવાને કારણે વિલંગ નામે શાન ઉત્પન્ન થયું. તે ઉપન્ન થયેલા વિભંગ જ્ઞાન વડે તે લોકમાં રહેલા સાત દ્વીપ અને સાત સમુદ્રને જોઈ શકતા હતા. ત્યાર બાદ આગળ જાણતા નથી કે જોતા નથી.
ત્યાર બાદ તે શિવરાજર્ષિને આ આવા પ્રકારનો અધ્યવસાય ઉપન્ન થયો કે, “મને અતિશયવાળું જ્ઞાન, દર્શન ઉત્પન્ન થયું છે એ પ્રમાણે આ લોકમાં સાત દ્વીપ અને સાત સમુદ્રો છે અને ત્યાર પછી દ્વીપો અને સમુદ્રો નથી, આ પ્રમાણે વિચારે છે, વિચારીને આતાપનાભૂમિથી નીચે ઊતરે છે, અને વલ્કલનાં વસ્ત્રો પહેરે છે, પહેરીને જયાં પોતાની ઝૂંપડી છે ત્યાં આવે છે, ત્યાં આવીને અનેક પ્રકારનાં લોઢી, લોઢાનાં કડાયાં, કડછા, ત્રાંબાના બનાવેલ તાપસેનાં ઉપકરણ, કિડિણ, કાવડને ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને જ્યાં હસ્તિનાપુર નગર છે અને જ્યાં તાપસને આશ્રમ છે ત્યાં આવે છે, આવીને ઉપકરણને નીચે મૂકે છે, મૂકીને હસ્તિનાપુર નગરમાં શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચવર, ચતુમુખ, મહાપથ અને સામાન્યપથમાં અનેક લોકોને આ પ્રમાણે કહે છે– યાવતુ-પ્રરૂપે છે- “હે દેવાનુપ્રિયા ! મને અતિશયવાળું જ્ઞાનદર્શન ઉત્પન્ન થયું છે, અને આ લેકમાં સાત દ્વીપ અને સાત સમુદ્રો છે, ત્યાર બાદ દ્વીપ અને સમુદ્રોને અંત
થઇ જાય છે.' પ૩૩. ત્યાર બાદ તે શિવરાજર્ષિ પાસેથી આ પ્રકારનું
વચન સાંભળી, અવધારી હસ્તિનાપુર, નગરમાં શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, રાજમાર્ગ અને માર્ગમાં અનેક માણસો પરસ્પર
એમ કહે છે–પાવતુ-પ્રરૂપે છે કે “હે દેવાનુપ્રિયે! શિવરાજર્ષિ આ પ્રમાણે કહે છે–પાવ-પ્રરૂપે છે કે, હે દેવાનુપ્રિયા ! મને અતિશયવાળું જ્ઞાન અને દર્શન ઉત્પન્ન થયું છે, એ પ્રમાણે આ લોકમાં સાત દ્વીપ અને સાત સમુદ્રો છે, ત્યાર બાદ દ્વીપ અને સમુદ્ર નથી. તે એમ કેવી રીતે હોય?”
મહાવીર-સમવસરણમાં શિવના વિલંગજ્ઞાનવિષયક પ્રશ્નોત્તરમાં અસંખ્ય દ્વીપ સમુદ્રોની
પ્રરૂપણાપ૩૪. ને કાળે તે સમયે મહાવીર સ્વામી સમોસર્યા,
સભા નીકળી, ધર્મ કહ્યો, પરિષદુ વિસર્જિત થઈ.
તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના મોટા શિષ્ય ઈદ્રભૂતિ નામે અનગાર [ભગવતી સૂત્રના બીજા શતકના નિર્ગદેશમાં વર્ણવ્યા પ્રમાણે ભાવતુ-ગૃહસામુદાનિક ભિક્ષાચર્યા માટે પરિભ્રમણ કરતાં અનેક લોકના મોઢેથી સાંભળે છે કે અનેક મનુષ્ય પરસ્પર આ પ્રમાણે કહે છે–ચાવ-પ્રરૂપે છે કે “હે દેવાનુપ્રિયે ! શિવરાજર્ષિ એ પ્રમાણે કહે છે હે દેવાનુપ્રિ ! મને અતિશયવાળું જ્ઞાન, દર્શન ઉત્પન્ન થયું છે, અને આ લોકમાં સાત દ્વીપ અને સાત સમુદ્ર છે, ત્યારબાદ દ્વીપ અને સમુદ્રોનો વિચ્છેદ થઈ જાય છે. તો આ પ્રમાણે કેમ હોય ?”
ત્યાર બાદ ભગવાન ગૌતમે ઘણા માણસો પાસે આ વાત સાંભળી અને અવધારી, શ્રદ્ધાવાળા થઈ-યાવતુ-શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછયું
હે ભગવાન! મેં આપની આજ્ઞા અનુસાર હસ્તિનાપુર નગરના ઉચ્ચ, નીચ, મધ્યમ કુળમાં ગૃહસામુદાનિક ભિક્ષા માટે પરિભ્રમણ કરતાં અનેક માણસો પાસેથી આ પ્રમાણે સાંભળ્યું કે હે દેવાનુપ્રિયે ! શિવરાજર્ષિ આ પ્રમાણે કહે છે યાવનું પ્રરુપણ કરે છે કે હે દેવાનુપ્રિય! મને અતિશયવાળું શાન—દર્શન ઉત્પન્ન થયું છે, અને આ લોકમાં સાત દ્વીપ અને સાત સમુદ્ર છે, ત્યાર બાદ દ્વીપ અને સમુદ્રોને વિચ્છેદ થઈ જાય છે. તો હે ભદા! એ પ્રમાણે કેમ હોઈ શકે ?”
હે ગૌતમ ” એ પ્રમાણે સંબોધન કરી શ્રમણ ભગવાન મહાવીરે ગૌતમને આ પ્રમાણે કહ્યું –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org