________________
ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં શિવ રાજર્ષિ : સૂત્ર પર
૧૯૩
વર્ષો સુધી કોઈ પણ વિદ્મ કે બાધા વિના હષ્ટ તુષ્ટ થઈ, દીર્ધાયુ બની ભોગ ભગવ અને ઇષ્ટ જનેના પરિવારથી યુક્ત થઈ હસ્તિનાપુર નગર અને બીજા અનેક ગ્રામ, આકર, નગર, ખેડ, કર્બટ, દ્રોણમુખ, મડંબ, પટ્ટણ, આશ્રમ, નિગમ, સંવાહ, સન્નિવેશનું આધિપત્ય, પ્રમુખત્વ, સ્વામિત્વ, ભત્વ. મહત્તરકત્વ, આશાકારકત્વ, ઈશ્વરત્વ અને સેનાપતિત્વ કરતાં, પાળતાં, મહાન નૃત્ય, ગીત, વાઘ, તંત્રી, તલ-તાલ, ગુટિત, ધન, મૃદંગ, પટ આદિના વનિ સાથે વિપુલ ભેગોપભોગોને ભોગવતો વિહર.' ઇત્યાદિ કહીને તેઓએ જયજયકાર કર્યો.
ત્યાર બાદ તે શિવભદ્રકુમાર રાજા થયોમહાન હિમવંત, મલયાચલ અને મંદરાચલ સમાન તથા મહેન્દ્ર સમાન સમસ્ત રાજાઓમાં મુખ્ય બન્યા-વર્ણન–યાવતુ-રાજ્યનું શાસન કરતો વિચારવા લાગ્યો.
શિવની દિશા પ્રાક્ષક તાપસ પ્રવજ્યા૫૩૦. ત્યાર પછી તે શિવરાજાએ અન્ય કોઈ દિવસે
પ્રશસ્ત તિથિ, કરણ, દિવસ, મુહૂર્ત, નક્ષત્રના પોગમાં વિપુલ અશન, પાન, ખાદિમ અને
સ્વાદિમ વસ્તુઓ તૈયાર કરાવી તૈયાર કરાવીને મિત્રો, જ્ઞાતિજનો, સ્વજને, સંબંધી, પરિજન, રાજાઓ અને ક્ષત્રિયોને આમંત્રણ આપ્યું, આમત્રણ આપી બોલાવીને સ્નાન કરી ત્યાર બાદ, બલિકર્મ કરી અને કૌતુક-મંગલ પ્રાયશ્ચિત કરી, ઉત્તમ માંગલિક વસ્ત્રો પહેરી અને અ૫ કિનું મહામૂલ્યવાન અલંકારોથી શરીરને અલંકૃત કરી, ભોજનવેળાએ ભોજનમંડપમાં ઉત્તમ સુખાસન ઉપર બેસી, પોતાનાં મિત્રો, સાતિ-જને, સ્વજનો, સંબંધીઓ, પરિજને સાથે તથા રાજાઓ અને ક્ષત્રિયો સાથે વિપુલ અશન, પાન, ખાદ્ય-સ્વાદ્યનો આસ્વાદ કર્યો, વિશેષ રૂપમાં સ્વાદ લીધો અને એકબીજાને પીરસીને ખવડાવ્યું. ભજન કરી હાથમોઢું ધોઈ પરમ પવિત્ર
થયા પછી તે મિત્રો, જ્ઞાતિજનો, પરિવાર, સ્વજનો, સબંધીઓ, પરિજન આદિનું વિપુલ અશન, પાન, ખાદ્ય, સ્વાદ, વસ્ત્ર, ગન્ધમાલા અલંકાર વગેરેથી સત્કાર સન્માન કર્યું, સત્કાર સન્માન કરી તેણે મિત્રો, જાતિ, સ્વજનો, સંબંધીઓ પરિજનો, રાજાઓ, ક્ષત્રિયો અને શિવભદ્ર રાજાની રજા માંગી, રજા લઈને અનેક પ્રકારના લોઢી, લોઢાનાં કડાયા, કડછા અને ત્રાંબાના બનાવેલ તાપસના ઉચિત ઉપકરણો લઈને ગંગાને કાંઠે જે આ વાનપ્રસ્થ તાપસ રહે છે, ઇત્યાદિ સર્વ પૂર્વવત્ જાણવુંયાવતુ-તેણે દિશા પ્રેક્ષક તાપસની પાસે દીક્ષિત થઈ દિશા પ્રેક્ષક તાપસરૂપે પ્રવૃજ્યા ગ્રહણ કરી, પ્રજિત થઈને તેણે આ પ્રકારને અભિગ્રહ ધારણ કર્યો કે મારે માવજીવ નિરંતર છÉ છો તપ કરવો કપે’–આ પ્રકારનો અભિગ્રહ કરીને પ્રથમ છ તપનો
સ્વીકાર કરી તે વિહરવા લાગ્યા. પ૩૧. ત્યાર બાદ પ્રથમ છે તપના પારણાના દિવસે
તે શિવ રાજર્ષિ આતાપના ભૂમિથી નીચે આવ્યા, નીચે આવીને વલ્કલ વસ્ત્ર પહેરી જ્યાં પોતાની ઝૂંપડી હતી ત્યાં આવ્યા, ત્યાં આવીને કિડિન (વાંસનું પાત્ર) અને કાવડને ગ્રહણ કર્યા, ગ્રહણ કરીને પૂર્વ દિશાને પ્રેક્ષિત કરી પૂર્વ દિશાના સામ મહારાજા ધર્મસાધનમાં પ્રવૃત્ત થએલા શિવ રાજર્ષિનું રક્ષણ કરો, અને તે દિશામાં રહેલા કંદ, મૂળ, છાલ, પાંદડાં, પુષ્પ, ફળ-બીજ અને હરિતલીલી વનસ્પતિ લેવાની અનુજ્ઞા આપો'–એમ કહીને પૂર્વ દિશા તરફ ગયા, જઈને ત્યાં રહેલા કંદયાવ-હરિત વનસ્પતિને લઈને કિડિણ અને કાવડમાં ભર્યા, ભરીને દર્ભ, કુશ, સમિધ કાષ્ઠ અને ઝાડની શાખાને વાળી પાંદડાં લીધાં, લઈને જયાં પોતાની ઝૂંપડી છે ત્યાં આવ્યા, આવીને કિડિણ કાવડ નીચે મૂકે છે, મૂકીને વેદિકા બનાવે છે, પછી વેદિકાને [ છાણ પાણી વડે] લીંપી શુદ્ધ કરે છે, શુદ્ધ કરીને દભ
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org