________________
ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં શિવ રાજર્ષિ : સૂત્ર પર૭
૧૮૧
તે હસ્તિનાપુર નગરમાં શિવ નામે રાજા હતું, તે મહાન હિમાચલ પર્વત, મહાન મલય-મન્દર પર્વતની સમાન સર્વ રાજાઓમાં શ્રેષ્ઠ હતો-વર્ણન. તે શિવ રાજાને ધારિણી નામે પટરાણી હતી–તેના હાથપગ સુકોમલ હતાં-વર્ણન. તે શિવ રાજાને પુત્ર, ધારિણી દેવીને આત્મજ શિવભદ્ર નામે કુમાર હતો -તેના હાથપગ સુકોમળ હતા ઇત્યાદિ સૂર્યકાંત રાજકુમારની પેઠે વર્ણન કહેવુંયાવતુ-તે કુમાર રાજય, રાષ્ટ્ર, સેના, વાહન, રાજ્યકોષ, કોઠાગાર, પુર, અન્તઃપુરની દેખભાળ કરતો કરતો રહેતો હતો,
મૂકીને પોતાને જ હાથોથી પંચમુષ્ટિ લોચ કરીને શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને ઋષભદત્તની જેમ પ્રવૃજિત થયો. એ જ પ્રમાણે અગિયાર અંગેનું અધ્યયન કર્યું, એ જ પ્રમાણે વાવ-સર્વ દુઃખોથી મુક્ત થયા. ગૌતમના સિદ્ધયમાનના સંહનન આદિ
વિશે પ્રશ્ન– પ૨૬. “ હે ભગવન્!” આ પ્રમાણે કહી ભગવાન
ગૌતમે શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યા વંદન-નમન કરી આ પ્રમાણે પૂછયું –“ ભગવાન! સિદ્ધ થવાવાળા જીવે કેવા સંહનનમાં (શરીર–આકૃતિમાં) સિદ્ધ થાય છે ?'
હે ગૌતમ ! વજાષભનારાચ સંહનામાં (શરીર-આકૃતિમાં) સિદ્ધ થાય છે-ઇત્યાદિ
પપાકિસૂત્રમાં જેમ કહેવામાં આવ્યું છે તે જ પ્રમાણે સંહનન, સંસ્થાન, ઊંચાઈ, આયુષ્ય, પરિવસના આદિ એ પ્રમાણે સંપૂર્ણ સિદ્ધિગંડિકા કહેવી જોઈએ—પાવતુ-સિદ્ધો અવ્યાબાધ શાશ્વત સુખનો અનુભવ કરે છે.
હે ભગવન્! તે આ જ પ્રમાણે છે. તે ભગવન ! તે આ જ પ્રમાણે છે.”
શિવના દિશા પ્રેક્ષક-તાપસ પ્રવ્રજ્યો સંક૯૫
૫૨૮. ત્યારબાદ કોઈ એક દિવસે શિવરાજાને પૂર્વ
રાત્રિના પાછલા ભાગમાં રાજયકારભારનો વિચાર કરતાં આ આવા પ્રકારનો અધ્યવસાય-અંક૯૫ ઉત્પન્ન થયો કે મારા પૂર્વે કરેલા સારા આચરણ, સુપરાક્રમ, શુભ કલ્યાણરૂપ કરેલા કર્મોના કલ્યાણદાયક ફળરૂપ પ્રભાવથી હું હિરણ્યથી, સુવર્ણથી, ધનથી, ધાન્યથી, પુત્રેથી, પશુઓથી, રાજયથી અને રાષ્ટ્રથી, બળથી, વાહનથી, કેષથી, કોઠાગારથી, પુર અને અન્ત:પુરવડે વૃદ્ધિ પામું છું તથા, પુષ્કળ ધન, કનક, રત્ન, મણિ, મોતી, શંખ, શિલાપ્રવાલ, માણેક રત્ન આદિ સારભૂત દ્રવ્યવડે અતિશય અત્યંત વૃદ્ધિ પામું છું. તો શું હવે મારા પૂર્વનાં સારા આચરણના સુખનાક્રમથી પ્રાપ્ત કરેલા શુભ, કલ્યાણરૂપ પુણ્યકર્મોના ફળરૂપ એકાત સુખને ભગવતે જ વિહરું?
માટે જ્યાં સુધી હું હિરણ્યથી વૃદ્ધિ પામું છું –પાવતુ-અતિશય વૃદ્ધિ પામું છુંયાવતુ-જ્યાં સુધી સામંત રાજાઓ મારે તાબે છે, ત્યાં સુધી મારે કાલે પ્રાત:કાળે થાવત્ તેજથી દેદીપ્યમાન સહસ્રરમિ દિનકર સૂર્યનો ઉદય થવાની સાથે ઘણી લોઢીઓલોહનાં કડાયાં, કડછા અને ત્રાંબાનાં તાપસનાં
૪૦. મહાવીરતીર્થમાં શિવ રાજર્ષિ
હસ્તિનાપુરમાં શિવ રાજા પ૨૭. તે કાળે તે સમયે હસ્તિનાપુર નામે નગર હતું,
વર્ણન. તે હસ્તિનાપુર નગરની બહાર ઉત્તરપૂર્વ દિશામાં સહસ્સામ્રવન નામે ઉદ્યાન હતું, જે સર્વ ઋતુનાં પુષ્પ અને ફળોથી સમૃદ્ધ, રમ્ય, નંદનવન સમાન શોભાવાળું, સુખકારક
અને શીતળ છાયાવાળું, મનોહર, સ્વાદિષ્ટ ફળોથી યુક્ત, કંટકરહિત, પ્રસન્નતા આપનાર યાવતુ-પ્રતિરૂપસુંદર હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org