Book Title: Dharmakathanuyoga Part 1
Author(s): Kanhaiyalal Maharaj, Dalsukh Malvania
Publisher: Agam Anuyog Prakashan

Previous | Next

Page 548
________________ ૧૯૨ ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં શિવ રાજર્ષિ : સૂત્ર પર૮ ઉપકરણો બનાવરાવીને જે આ ગંગાને કાંઠે વાનપ્રસ્થ તાપસે રહે છે, તે આ પ્રકારે અગ્નિહોત્રી, પાતિક-વસ્ત્રધારણ કરનારા, કૌતિક ઇત્યાદિ અપાતિક મૂત્રમાં કહ્યા પ્રમાણે– પાવતુ આતાપના દ્વારા, પંચાગ્નિ તપ દ્વારા અંગારાઓથી શરીરને તપાવતા, સાઠિકાથી શરીરને તાપતા, કાષ્ઠથી શરીરને તપાવતા એવા વિવિધ પ્રકારના તાપસ રહે છે- તે તાપસોમાં જે તાપસો દિશા પ્રેક્ષક (પાણી વડે દિશાને પૂંજી ફળ-પુષ્પાદિ ગ્રહણ કરનારા) છે તેની પાસે મારે મંડિત થઈને દિશાપ્રેક્ષક તાપસરૂપે પ્રજ્યા અંગીકાર કરવી શ્રેયસ્કર છે. પ્રવજ્યા ગ્રહણ કરીને હું આવા પ્રકારને અભિગ્રહ ગ્રહણ કરીશ કે માવજીવ નિરંતર છઠ છટ્ઠ કરવા સાથે દિકુચક્રવાલ તપકર્મ વડે ઊંચા હાથ રાખીને સૂર્યની તરફ મુખ રાખીને આતાપના ભૂમિમાં આતાપના લેતે વિહરું, એવો મારો સંક૯૫ છે એ પ્રમાણે તેણે વિચાર્યું, વિચારીને આવતી કાલે (બીજે દિવસે) પ્રાત:કાળેયાવત્તેજથી દેદીપ્યમાન સહસ્રરમિ દિનકર સૂર્યને ઉદય થવાની સાથે ઘણી લોઢીઓ, લોઢાનાં કડાયાં, કડછા અને ત્રાંબાનાં તાપસનાં ઉપકરણો બનાવડાવીને પોતાના કૌટુંબિક પુરુષને સેવકોને બોલાવ્યા, બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયે! તરત જ હસ્તિનાપુર નગરની બહાર અને અંદર જળ છંટાવી સાફ કરાવે, સ્વચ્છ કરાવે અને લીંપાવે થાવતુ- ઉત્તમ સુગંધિત દ્રવ્યોની સુગંધથી સુગન્ધવતિકાની જેવી નગરી બનાવો અને એમ કરીને અને કરાવીને આજ્ઞા અનુસાર કાર્ય પૂર્ણ કરીને મને જાણ કરો.” તેઓએ પણ તેમ કરીને આજ્ઞા પાછી આપી અર્થાત્ કાર્ય પૂર્ણ થયાની જાણ કરી. શિવભદ્રકુમારના રાજ્યાભિષેકપ૨૯. ત્યાર પછી તે શિવરાજાએ ફરીને પણ તે કૌટું બિક પુરુષને બોલાવ્યા, બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિમ ! તરત જ શિવભદ્ર કુમારના રાજ્યાભિષેક માટે મહાઅર્થવાળી, મહામૂલ્યવાન, મહાપુરુષોને યોગ્ય, અનુરૂપ સામગ્રી તૈયાર કરો.' ત્યારે તે કૌટુંબિક પુરુષોએ તે પ્રમાણે તૈયારી કરી–સામગ્રી ઉપસ્થિત કરી. ત્યાર બાદ તે શિવરાજાએ અનેક ગણનાયક, દંડનાયક, રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઈભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ, દુન, સંધિપાલોથી વીંટળાઈ, શિવભદ્રકુમારને ઉત્તમ સિંહાસન ઉપર પૂર્વ દિશા સન્મુખ બેસાડ્યો, બેસાડીને એકસો આઠ સોનાના કળશો વડે-વાવ-એકસો આઠ માટીના કળશો વડે, સર્વ કૃદ્ધિથી–પાવતુ-વાજિંત્રાદિકને શબ્દો વડે મહાન રાજ્યાભિષેકથી અભિષેક કર્યો, અભિષેક કરીને પાંપણ જેવા સુકુમાલ અને સુગંધિ ગંધ વસ્ત્ર વડે તેનાં શરીરને સાફ કર્યું', સાફ કરીને સરસ ગોશીર્ષચંદન વડે લેપ કરી–પાવતુ-જમાલિનું વર્ણન હતું તે પ્રમાણે-વાવ-કલ્પવૃક્ષની પેઠે તેને અલંકૃત-વિભૂષિત કર્યો, વિભૂષિત કરીને દસ નખને એકત્રિત કરીને બંને હાથ જોડીને મસ્તકને સ્પર્શ કરી અંજલિ રચીને શિવભદ્રકુમારને જય-વિજય શબ્દોથી વધાવ્યો, વધાવીને ઇષ્ટ-યાવતુ-વાણી વડે સેંકડો આશીર્વાદસૂચક મંગલ વચનોથી વારંવાર અભિનંદન આપતાં, સ્તુતિ કરતાં આ પ્રમાણે કહ્યું હે નન્દ ! તારો જય થાઓ, જય થાઓ. હે ભદ્ર ! તારો જયજયકાર થાઓ. અવિજિતને તું જીત અને વિજિતેનું પાલન કર તથા જીતેલાની વચ્ચે તારો વાસ હો. તું દેવામાં ઇન્દ્ર સમાન, અસુરોમાં ચમરેન્દ્ર સમાન, નાગોમાં ધરણેન્દ્ર સમાન, તારાઓમાં ચન્દ્ર સમાન, અને મનુષ્યોમાં ભરત ચક્રવતી સમાન બની અનેક વર્ષો સુધી, ઘણાં સેંકડો વર્ષો સુધી, અનેક હજાર વર્ષો સુધી, અનેક લાખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608