________________
ધર્મ થાનગ–મહાવીર તીર્થમાં શિવ રાજર્ષિ કે સૂત્ર પ૩૭
૧૯૭
એક-બીજાને આ પ્રમાણે કહે છે–પાવ-પ્રરૂપિત કરે છે કે “હે દેવાનુપ્રિમ ! શિવ રાજર્ષિ જે કહે છે–પાવન પ્રરૂપણા કરે છે કે હે દેવાનુપ્રિયે!મને અતિશયવાળું જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયું છે અને આ લોકમાં સાત દ્વીપ અને સાત સમુદ્ર છે અને ત્યાર બાદ દ્વીપ કે સમુદ્ર નથી–તે તેનું કથન યથાર્થ નથી.
શ્રમણ ભગવાન મહાવીર તો આ પ્રમાણે કહે છે–પાવતુ પ્રરૂપિત કરે છે કે-છઠ છઠ તપને નિરંતર કરવાથી શિવજર્ષિ પૂર્વે કહ્યા પ્રમાણે-ચાવતુ-ઉપકરણોને નીચે મૂકે છે, નીચે મૂકીને હસ્તિનાગપુર નગરમાં શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુષ્ક, ચતુર્મુખ, રાજપથ અને સામાન્ય માર્ગમાં અનેક લોકોને આ પ્રમાણે કહે છે–ચાવતુ-પ્રરૂપણા કરે છે કે હે દેવાનુપ્રિયા ! મને અતિશયવાળું જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયું છે અને આ લેકમાં સાત દ્વીપ
અને સાત સમુદ્ર છે. ત્યાર બાદ દ્વીપ કે સમુદ્ર કંઈ નથી. ત્યારબાદ તે શિવરાજર્ષિની પાસે આ વાત સાંભળીને અવધારીને-પાવ-ત્યાર બાદ દ્વીપ અને સમુદ્ર વ્યછિન્ન થઈ જાય છેતે મિથ્યા છે. શ્રમણ ભગવાન મહાવીર તો આ પ્રમાણે કહે છે કે આયુષ્યમાન શ્રમણ ! જબૂઢીપાદિ દ્વીપ અને લવણાદિ સમુદ્ર એક સરખા આકારે છે–ઇત્યાદિ પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું–થાવતુ-અસંખ્યાત દ્વીપો અને સમુદ્રો કહ્યા છે. શિવને પોતાના જ્ઞાનમાં શંકા અને મહાવીર
પપાસના૫૩૭, ત્યાર બાદ તે શિવ રાજર્ષિ ઘણા માણસો પાસેથી
આ વાત સાંભળીને અને અવધારીને શંકિત, કાંક્ષિત, સંદિગ્ધ, અનિશ્ચિત અને કલુષિત ભાવવાળા થયા. પછી તે શકિત, કાંક્ષિત, સંદિગ્ધ, અનિશ્ચિત અને કલુષિત ભાવવાળા થયેલા શિવ રાજર્ષિનું તે વિભંગ નામે જ્ઞાન તકાળ નષ્ટ થયું.
ત્યાર બાદ તે શિવ રાજર્ષિને આવા પ્રકારનો અધ્યવસાય–સંક૯૫ ઉત્પન્ન થયો, ‘આ
પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીર તીર્થંકર, ધર્મની આદિ કરનાર-પાવતુ સર્વજ્ઞ, સર્વ દશ છે, અને તેઓ આકાશમાં ચાલતા ધર્મચક્ર વડે યાવ-સહસ્સામ્રવન નામે ઉદ્યાનમાં યથાયોગ્ય અવગ્રહ ગ્રહણ કરી સંયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કરતા વિહરે છે, તો તેવા પ્રકારના અરિહંત ભગવંતોના નામ ગોત્રનું શ્રવણ કરવું તે પણ મહાફળવાળું છે તો તેમની સામે જવું, વંદન-નમસ્કાર કરવા, કુશળપુછા અને પર્યું પાસના વિગેરે માટે તે શું કહેવું ? જ્યારે એક આર્ય ધાર્મિક સુવાક્ય સાંભળવું પણ મહાફળદાયી હોય છે ત્યારે તેના વિપુલ અર્થને ગ્રહણ કરવા માટે તે શું કહેવું ? માટે જ હું તુરત જ શ્રમણ ભગવાન મહાવીર પાસે જાઉં અને વંદન કરું-થાવત્ પય્પાસના કરું, આમ કરવું તે મારે માટે આ ભવમાં અને પરભવમાં હિતરૂપ, સુખરૂપ, શાંતિરૂપ, અને અનુક્રમથી નિ:શ્રેયસ્ રૂપ અને કલ્યાણકારી થશે.” આ પ્રમાણે તેણે વિચાર કર્યો, વિચાર કરીને જ્યાં તાપસને મઠ હતો ત્યાં આવ્યા, આવીને તાપસોના મઠમાં પ્રવેશ કર્યો, પ્રવેશ કરીને ઘણી લોઢી, લોઢાના કડછા અને તાંબાનાં ઉપકરણો, કિડિન, કાવડ લીધાં, લઈને તાપસોના આશ્રમથી નીકળ્યા, નીકળીને વિભ'ગજ્ઞાન રહિત તે હસ્તિનાપુર નગરની વચ્ચોવચ્ચ થઈને જ્યાં સહસ્સામ્રવન ઉદ્યાન હતું, જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યા, આવીને શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વાર આદક્ષિણ પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને ન અતિ પાસે કેન અતિ દૂર યથાયોગ્ય સ્થાન પર ઊભા રહી શુાષા કરતાં કરતાં, વિનય પૂર્વક અંજલિ રચીને પથુપાસના કરવા લાગ્યા. ત્યાર બાદ તે શિવ રાજર્ષિ અને તે વિશાળ સભાને શ્રમણ ભગવાન મહાવીરે ધર્મકથા સંભળાવી-ચાવતુ તે આશાના આરાધક થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org