Book Title: Dharmakathanuyoga Part 1
Author(s): Kanhaiyalal Maharaj, Dalsukh Malvania
Publisher: Agam Anuyog Prakashan

Previous | Next

Page 546
________________ ૧૯૦ ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં મુગલ પરિવ્રાજકઃ સૂત્ર પરપ ત્યાર પછી આલભિકા નગરીમાં શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુમુખ, રાજમાર્ગ અને સામાન્ય માર્ગમાં ઘણા માણસો એક બીજાને એમ કહેવા યાવતુ-પ્રરૂપણા કરવા લાગ્યા-હે દેવાનુપ્રિયો ! આ મુદ્દગલ પરિવ્રાજક આ પ્રમાણે કહે છે-યાવતુ-પ્રરૂપણા કરે છે– દેવાનુપ્રિયો ! મને અતિશયવાળું જ્ઞાન અને દર્શન ઉત્પન્ન થયું છે અને દેવલોકમાં દેવની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે, અને પછી એક સમય અધિક, બે સમય અધિકથાવતુ-અસંખ્ય સમય કરતાં ઉત્કૃષ્ટથી દસ સાગરોપમની સ્થિતિ કહી છે. ત્યારબાદ દેવો અને દેવલોકોનો વિચ્છેદ થઈ જાય છે. તેમનું આ કથન યથાર્થ નથી. શ્રમણ ભગવાન મહાવીર તો આ પ્રમાણે કહે છે–પાવ-દેવલોકમાં દેવેની જધન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે. અને પછી એક સમય અધિક, બે સમય અધિક–યાવતુ-અસંખ્ય સમય અધિક કરતાં ઉત્કૃષ્ટથી તેત્રીસ સાગરપમની સ્થિતિ છે. ત્યારબાદ દેવો અને દેવલોકનો અંત આવી જાય છે.” મુગલનું વિભળજ્ઞાન પતન અને મહાવીરની પાસે ગમન– પ૨૪. ત્યારબાદ તે મુદ્દગલ પરિવ્રાજક અનેક માણસો પાસેથી આ વાત સાંભળીને અને સમજીને શંકાવાળે, કાંક્ષાવાળો, સંદેહવાળો, અનિશ્ચિત અને કલુષિત ભાવવાળો થયો. જ્યારે તે શંકિત, આકાંક્ષાવાળો, સંદિગ્ધ, અનિશ્ચિત અને કલુષિત ભાવવાળો થયો. તે જ સમયે તત્કાલ તે મુદ્દગલ પરિવ્રાજકનું વિર્ભાગજ્ઞાન નષ્ટ થયું. ત્યારબાદ તે મુદ્દગલ પરિવ્રાજકને આ પ્રકારના અધ્યવસાયથાવ-વિચાર ઉત્પન્ન થયે-આ પ્રમાણે ધર્મની આદિ કરવાવાળા તીર્થંકર-સર્વજ સર્વદશી શ્રમણ ભગવાન મહાવીર આકાશમાં ચાલતું ધર્મચક્ર-માવત શંખવન ચેત્યમાં યથાયોગ્ય અવગ્રહને ધારણ કરતા, સંયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કરતાં વિચારી રહ્યા છે. જ્યારે આ પ્રકારના અરિહંત ભગવંતોના નામગોત્રના શ્રવણથી પણ મહાફળ મળતું હોય છે તે તેમની સામે જવું, વંદન નમસ્કાર, કુશળપુચ્છા અને પર્યું પાસના વગેરે માટે તે કહેવું જ શું? જ્યારે એક આર્ય ધાર્મિક સુવાક્ય સાંભળવું મહાફળદાયી હોય છે ત્યારે તેમના વિપુલ અર્થને ગ્રહણ કરવા માટે તો શું કહેવું? માટે જ હું તરત જ શ્રમણ ભગવાન મહાવીર પાસે જાઉં અને વંદન કરું–થાવત્ પર્યું પાસના કરું, તે મને આ ભવમાં અને પરભવમાં હિતરૂપ, શાંતિરૂપ અને અનુક્રમથી નિ:શ્રેયસરૂપ થશે.'-આ પ્રમાણે તેણે વિચાર કર્યો, વિચાર કરી જ્યાં પરિવ્રાજક મઠ હતો, ત્યાં તે આવ્યો, આવીને પરિવ્રાજક મઠમાં પ્રવેશ કર્યો, પ્રવેશ કરીને ત્રિદંડ, કુંડિકાયાવત્ ગેરુથી રંગેલાં વસ્ત્રો લીધાં, લઈને પરિવ્રાજક મઠથી નીકળ્યો, વિભંગશાનથી રહિત થયેલો તે આલભિકા નગરીની વચ્ચે થઈને નીકળ્યો, નીકળીને જ્યાં શંખવન શૈત્ય હતું, જ્યાં શ્રમણ ભગવાન મહાવીર બિરાજી રહેલ હતા ત્યાં આવ્યો, આવીને શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરી વંદન-નમન કર્યા, વંદન અને નમસ્કાર કરી, ને અતિ પાસે કે ન અતિ દૂર યથાયોગ્ય સ્થાન પર બેસી સુશ્રુષા કરતો, નમસ્કાર કરતો, વિનયપૂર્વક અંજલિ રચીને પયું પાસના કરવા લાગ્યો. મુદગલની પ્રવજ્યા૫૨૫. ત્યારપછી શ્રમણ ભગવાન મહાવીરે મુદ્ગલ પરિવ્રાજક અને તે વિશાળ સભાને ધર્મ સંભળાવ્યો-વાવતુ-આજ્ઞાન આરાધક બન્યો. ત્યારબાદ તે મુદ્દગલ પરિવ્રાજક શ્રમણ ભગવાન મહાવીર પાસે ધર્મ શ્રવણ કરી, સમજીને સન્દકના પ્રકરણમાં કહેવામાં આવ્યું છે તે અનુસાર તે ઉત્તરપૂર્વ દિશાના ભાગમાં ગયો, જઈને ત્રિદંડ અને કુંડિકા યાવતુ–ગેરુથી રંગેલાં વસ્ત્રોને એકાન્ત સ્થાનમાં રાખ્યાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608