________________
૧૮૮
ધર્મસ્થાનુયોગ–મહાવીર તીર્થમાં સ્કર્દક પરિવ્રાજકઃ સૂત્ર પર૧
દેવાનુપ્રિયના શિષ્ય સ્કન્દ નામના અનગાર જે પ્રકૃતિએ–સ્વભાવથી ભદ્ર, સ્વભાવથી જ અત્યન્ત અલ્પ ક્રોધ, માન, માયા અને લોભવાળા, અત્યંત નિરભિમાની, આર્જવ– સંપન્ન, ગુરુની આજ્ઞામાં રહેનાર અર્થાત્ ગુરૂની આજ્ઞાનું પૂર્ણપણે પાલન કરનાર તથા ભદ્ર અને વિનીત હતા, તથા જે આપ દેવાનુપ્રિયની અનુમતિ મેળવી પોતાની મેળે જ પાંચ મહાવ્રતોને આરોપી, સાધુ અને સાધ્વીઓને ખમાવી, અમારી સાથે ધીમે ધીમે વિપુલ પર્વત પર ચડયા હતા–પાવ-માસિક સંલેખના દ્વારા આત્માને નિર્મળ કરી, સાઠ ટંક ભોજનનો અનશન દ્વારા ત્યાગ કરી, આલોચના–પ્રતિક્રમણ કરતાં, સમાધિ પ્રાપ્ત કરી ક્રમપૂર્વક કાળધર્મ પામ્યા છે. આ તેમનાં ઉપકરણો છે.”
તે કલ્પમાં કેટલાક દેવોનું બાવીશ સાગરપમનું આયુષ્ય હોય છે. ત્યાં સ્કન્દક દેવનું પણ બાવીશ સાગરોપમનું આયુષ્ય છે.'
હે ભગવન્! તે સ્કન્ડકદેવ આયુષ્યનો ક્ષય થયા પછી, ભવક્ષય થયા પછી, સ્થિતિને ક્ષય થયા પછી તે દેવલોકથી વીને તુરત જ ક્યાં જશે? કયાં ઉત્પન્ન થશે?”
હે ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશેથાવતુ–સર્વ દુઃખોનો અંત કરશે.”
સ્કન્દકનો અચુતક૯૫માં ઉપપદ અને મહા
વિદેહમાં સિદ્ધિ– પ૧૯ “હે ભગવન!” એમ કહીને ભગવાન ગૌતમે
શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમન કર્યા અને વંદન-નમસ્કાર કરી આ પ્રમાણે કહ્યું
આપ દેવાનુપ્રિયના શિષ્ય સ્કન્દક નામના અનગર કાળમાસે કાળ કરી કયાં ગયા છે? ક્યાં ઉત્પન્ન થયા છે ?”
હે ગૌતમ !” એ પ્રમાણે સંબોધન કરી શ્રમણ ભગવાન મહાવીરે ગૌતમને આ પ્રમાણે ઉત્તર આપ્યા–“હે ગૌતમ ! મારો શિષ્ય સ્કન્દક અનગાર જે પ્રકૃતિથી ભદ્ર, પ્રકૃતિથી શાંત, સ્વભાવથીજ અત્યંત અલ્પ ક્રોધ, માન, માયા અને લોભવાળ, માર્દવ–આર્જવ–સમ્પન્ન, આજ્ઞાકારી, વિનયી હતો, તેણે મારી અનુમતિ મેળવી પોતાની જાતે જ પાંચ મહાવ્રતોનું આરોપણ કરી–પાવતુ-માસિક સંલેખના દ્વારા આત્માને શુદ્ધ કરીને સાઠ ભક્ત-પાનનો અનશન દ્વારા છેદ કરીને, આલોચના, પ્રતિક્રમણ કરીને, સમાધિ પ્રાપ્ત કરી કાળ માસે કાળ કર્યો. તે અમ્યુકલ્પમાં દેવરૂપે ઉત્પન્ન થયો છે.
૩૯. મહાવીર-તીર્થમાં મુગલ પરિવ્રાજક
આલભિકામાં મુગલ પરિવ્રાજક– પ૨૦ તે કાળે, તે સમયે આલભિકા નામે નગરી હતી,
વર્ણન. ત્યાં શંખવન નામે ચૈત્ય હતું, વર્ણન. ને શંખવન નામે ચૈત્યથી થોડે દૂર મુગલ નામે પરિવ્રાજક રહેતો હતો-જે અન્વેદ, યજુર્વેદયાવતુ-બ્રાહ્મણ સંબંધી અને પરિવ્રાજક સંબંધી નયોમાં કુશળ હતો અને નિરંતર છટ્ઠ છટ્ઠ તપ કરતો, ઊંચે હાથ રાખી સૂર્યની તરફ મોઢું રાખી આસાપનાભૂમિ પર આતાપના લેતો વિહરતો હતો.
મુદગલને વિર્ભાગજ્ઞાનપર૧ ત્યાર બાદ તે મુદ્દગલ પરિવ્રાજકને નિરંતર
છઠ છઠ તપ કરવાથી, ઊંચે હાથ રાખીને સૂર્યની તરફ મોઢું રાખી આતાપના ભૂમિ પર આતાપના લેવાથી તથા પ્રકૃતિથી ભદ્ર, પ્રકૃતિથી શાંત, પ્રકૃતિથી અતિ–અલ્પ ક્રોધ, માન, માયા અને લોભવાળો હોવાથી, મૃદુતા, અને માર્દવ સંપન્ન હોવાથી, આશાનુરૂપ વૃતિવાળો હોવાથી, વિનીત હોવાથી, કોઈ એક દિવસે તદાવરણ કર્મોનો ક્ષયોપશમ થઈ જવાથી
અને ઈહા, અપહ, માગણા અને ગવેષણા કરવાને કારણે વિભંગ નામે જ્ઞાન ઉત્પન્ન થયું. અને તે ઉત્પન્ન થયેલા વિભંગ જ્ઞાન વડે બ્રહ્મલોક કપમાં રહેલા દેવની સ્થિતિ તે જાણવા લાગ્યો અને જોવા લાગ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org