________________
૧૮૬
ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં સ્કર્દક પરિવ્રાજક : સૂત્ર ૫૧૬
ગાડી હોય અથવા પાંદડા, તલ અને બીજા કોઈ સુકા સામાનથી ભરેલી ગાડી હોય અથવા
એરંડાના લાકડાથી ભરેલી ગાડી હોય કે કોલસાથી ભરેલી ગાડી હોય તો જયારે તે બધી ગાડીઓને તડકે સુકાવ્યા પછી ચલાવવામાં આવે ત્યારે તે ગાડીઓ અવાજ કરતી કરતી ગતિ કરે છે અને અવાજ કરતી કરતી ઉભી રહે છે
એ જ પ્રમાણે સ્કન્દક અનગાર પણ જયારે ચાલતા તથા ઊભા રહેતા ત્યારે ખડખડ શબ્દ થતો હતે. તે તપથી પુષ્ટ થયા હતા પરંતુ માંસ અને રુધિરથી ક્ષીણ થયા હતા અને રાખના ઢગલામાં ભારેલા અગ્નિની પેઠે તપ વડે, તેજ વડે તથા તપ અને તેજની શોભા વડે બહુ બહુ શોભાયમાન લાગતા હતા. રાજગૃહમાં મહાવીર-સમવસરણ અને
સ્કન્દકને સમાધિમરણ-સંક૯પપ૧૬. તે કાળે તે સમયે રાજગૃહ નગરમાં–ચાવતુસમવસરણ થયું–ચાવતું સભા પાછી ફરી.
હવે કોઈ એક દિવસ રાત્રીને પાછલે પહોરે જાગતાં જાગતાં ધર્મ વિષે વિચાર કરતા તે સ્કન્દક અનગારના મનમાં આ પ્રમાણે સંક૯૫ ઉત્પન્ન થયો
હું આ અને આવા પ્રકારના ઉદાર [ તપકર્મવડે] -પાવતુ–દુબળ થઈ ગયો છું. મારી બધી નાડીઓ બહાર તરી આવી છે, માત્ર આત્મબળથી જ ગતિ અને સ્થિતિ કરું છું યાવતુ-આ પ્રમાણે હું પણ અવાજ કરતો ચાલું છું અને અવાજ કરતો બેસું છું.
આવી સ્થિતિમાં પણ મારામાં ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, અને પુરુષાર્થ પરાક્રમ છે-કાવત્ મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, અને શુભાથી શ્રમણ ભગવંત મહાવીર વિહરે છે ત્યાં સુધી મારે માટે એ શ્રેયસકર છે કે આવતી કાલે રાત્રી પ્રકાશવાળી થયા પછી, કમળ કમળ ખીલ્યા પછી, નિર્મળ પ્રભાત થયા પછી, રાતા અશોક વૃક્ષ જેવા પ્રકાશવાળા પલાશ પુષ્પ,
પોપટની ચાંચ અને ચણાઠીના અર્ધભાગ જેવા લાલ કમળના સમૂહવાળા વનખંડને વિકસિત કરનાર સહસ્રરમિ, પ્રકાશથી જાજવલ્યમાન દિનકર સૂર્યનો ઉદય થાય એટલે શ્રમણ ભગવંત મહાવીરને વંદન કરીને, નમસ્કાર કરીને, અતિ નજીક નહીં તેમ અતિ દૂર નહિ તેવી રીતે સામે રહીને વિનયપૂર્વક અંજલિ રચીને પમ્પાસના કરી તથા શ્રમણ ભગવાન મહાવીરની આજ્ઞા લઈને પોતાની જાતે જ પાંચ મહાવ્ર ધારણ કરીને, શ્રમણ અને શ્રમણીએને ખમાવીને, તથારૂપ (ગીતાર્થ) સ્થવિરોની સાથે વિપુલ પર્વત પર ધીરે ધીરે આરોહણ કરીને, મેઘસમૂહ જેવી શ્યામવર્ણની અને દેના વાસસ્થાન જેવી પૃથ્વી-શિલારૂપી પાટનું પ્રતિલેખન કરીને, દર્ભને સંથાર પાથરીને અને તેના પર બેસીને, સંલેખના દ્વારા આત્મશુદ્ધિ કરતાં કરતાં, ભક્તપાનનો ત્યાગ કરીને, પાદોપગમન પૂર્વક સ્થિર થઈને, કાળ(મરણ)ની આંકાક્ષા ન કરતાં વિચરણ કરું”—એમ વિચાર કર્યો, વિચાર કરીને બીજા દિવસની રાત્રી પ્રભાત થતાં—પાવતુ સહસ્ર રમિ તેજથી જાજવલ્યમાન દિનકર સૂર્યનો ઉદય થતાં જ્યાં શ્રમણ ભગવંત મહાવીર વિરાજી રહ્યા હતા ત્યાં આવ્યા, આવીને શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વાર આદક્ષિણાપ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરી વંદન નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરી, અતિ દૂર નહિ તેમ અતિ નજીક નહીં તેવા સ્થાને રહી શુભૂષા કરતાં કરતાં, નમસ્કાર કરતાં કરતાં, વિનયપૂર્વક સામે બેસી પમ્પાસના કરવા લાગ્યા.
“હે સ્કન્દક !' એમ કહી શ્રમણ ભગવાન મહાવીરે સ્કન્દક અનગારને આ પ્રમાણે કહ્યું“હે સકન્દક! મધ્યરાત્રિએ જાગતાં જાગતાં ધર્મ વિષે ચિંતન કરતાં તને આ પ્રમાણે સંકલ્પ યાવ-ઉત્પન્ન થયો હતો કે પૂર્વ પ્રકારના ઉદાર, વિપુલ તપ દ્વારા-ચાવતુ-કાળની અવકાંક્ષા ન કરતાં વિહરવું એ ઉચિત છે. અને એ પ્રમાણે વિચાર કર્યો અને વિચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org