________________
ધર્મ કથાનુયોગ-મહાવીર તીર્થમાં સ્કન્દક પરિવ્રાજક : સત્ર ૫૧૪
૧૮૫
હે દેવાનુપ્રિય! જેમ સુખ થાય તેમ કર, પરંતુ વિલંબ ન કર.' [ભગવાને કહ્યું]
પછી શ્રમણ ભગવંત મહાવીરની અનમતિ મેળવી ને સ્કન્દક અનગાર હર્ષવાળા થયાયાવતુ-નમસ્કાર કરીને એક માસની ભિક્ષ પ્રતિમાને ધારણ કરીને વિહરવા લાગ્યા.
ત્યાર બાદ તે અંદક અનગાર માસિક ભિક્ષપ્રતિમાને સૂત્ર અનુસાર, આચાર અનુસાર, માગ અનુસાર, સત્યતાપૂર્વક અને સારી રીતે કાય વડે સ્પર્શે છે, પાલન કરે છે, શોભાવે છે, સમાપ્ત કરે છે, પૂર્ણ કરે છે, કીર્તન કરીને અને અનુપાલન કરીને, આશાપૂર્વક આરાધના કરે છે તથા સમ્યક્ રીતે કાર્ય દ્વારા સ્પર્શ કરીને, પાલન કરીને, શોભિત કરીને, સમાપ્ત કરીને, પૂર્ણ કરીને, કીર્તન કરીને અને અનુપાલન કરીને, આશાપૂર્વક આરાધના કરીને પછી જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજ્યા હતા ત્યાં આવ્યા, ત્યાં આવીને શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યા
“હે ભગવાન! આપની આજ્ઞા મેળવી હું દ્વિમાસિક ભિક્ષુપ્રતિમાને ધારણ કરીને વિહરવા ઇચ્છું છું.'
[ભગવાને કહ્યું- હે દેવાનુપ્રિય! જેમ સુખ થાય તેમ કર, પરંતુ વિલંબ ન કર.'—એ પ્રમાણે ત્રિમાસિક, ચાતુર્માસિક, પંચમાસિક, છમાસિક, સપ્તમાસિક, પ્રથમ સાત રાત્રીદિવસની, બીજી સાત રાત્રી દિવસની, ત્રીજી સાત રાત્રી-દિવસની, ચોથી રાત્રી-દિવસની અને પાંચમી એક રાત્રીની પ્રતિમા આરાધી.
ત્યાર બાદ તે સ્કન્દક અનગાર એક રાત્રીની ભિક્ષ-પ્રતિમાને સૂત્ર અનુસાર યાવત્ આરાધના કરીને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર બિરાજ્યા હતા ત્યાં આવ્યા, આવીને શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યા
સ્કન્દક દ્વારા ગુણરત્ન સંવત્સર તપો પસં૫
ધન (ધારણ)પ૧૫. “હે ભગવન્! જો આપની આશા હોય તો
હું ગુણરત્ન સંવત્સર નામનું તપકર્મ ધારણ કરીને વિહરવા ઈચ્છું છું.'
[ મહાવીર બોલ્યા] – “હે દેવાનુપ્રિય! જેમ સુખ થાય તેમ કર, વિલંબ ન કર.”
ત્યાર બાદ તે સ્કન્દક અનગાર શ્રમણ ભગવાન મહાવીરની અનુમતિ મળવાથી હૃષ્ટ-તુષ્ટ થયા, યાવતુ-નમસ્કાર કરીને ગુણરત્ન સંવત્સર તપને ધારણ કરીને વિહરવા લાગ્યા.
ત્યાર બાદ તે સ્કન્દક અનગાર ગુણરત્ન સંવત્સર તપને સૂત્ર અનુસાર, આચારઅનુસાર યાવતુ-આરાધના કરીને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજી રહ્યા હતા ત્યાં આવ્યા, આવીને શ્રમણ ભગવાન મહાવીરને વંદન કર્યા, નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને અનેક ચતુર્થી, ષષ્ઠ, અષ્ટમ, દશમ, દ્વાદશ ભક્ત, માસક્ષમણ, અર્ધ માસક્ષમણ, વગેરે વિચિત્ર તપકર્મ વડે આત્માને ભાવિત કરતા વિહરવા લાગ્યા.
ત્યાર બાદ તે સ્કન્દક અનગાર પૂર્વોકત પ્રકારના ઉદાર, વિપુલ, પ્રદત્ત, પ્રગ્રહીત કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્યરૂપ, મંગલરૂપ, શોભાયુક્ત, ઉત્તમ, ઉદાત્ત–ઉજજવલ, સુંદર, ઉદાર અને મહા પ્રભાવવાળા તપકર્મથી શુષ્ક, રુક્ષ, માંસરહિત થયા, માત્ર હાડકા અને ચામડાથી જ અવનદ્ધ (ઢંકાએલા) બની રહ્યા, ચાલવાથી હાડકા ખડખડે તેવા થઈ ગયા, દુબળા અને શરીર ઉપર બધી નાડીઓ તરી આવે તેવા થઈ ગયા. હવે તે માત્ર પોતાના આત્મબળથી જ ગતિ અને સ્થિતિ કરતા હતા તથા એવા દુર્બલ થઈ ગયા હતા કે બોલી રહ્યા પછી ગ્લાનિ અનુભવી રહેતા હતા, બોલતાં બોલતાં અને બોલવાના વિચાર માત્રથી તેમને ગ્લાનિ થતી હતી-થાકી જતા હતા. જેમ કોઈ એક લાકડાથી ભરેલી ગાડી હોય, પાંદડાથી ભરેલી
૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org