________________
૧૮૪
ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં સ્કર્દક પરિવ્રાજક સૂત્ર ૫૧૪
“હે ભગવન્ ! ઘડપણ અને મૃત્યુના દુ:ખથી આ લોક-આ સંસાર યુક્ત છે, હે ભગવનું ! પ્રદીપ્ત છે અને હે ભગવન ! આલિપ્ત-પ્રદીપ્ત છે. જેમ કોઈ એક ગૃહસ્થ અગ્નિથી સળગતા ઘરમાંથી અલ્પભારવાળો અને બહુમૂલ્યવાળો સામાન હોય છે તેને લઈને એકાંતમાં જાય છે કારણ કે તે ગૃહસ્થ એમ વિચારે છે કે જો થોડો પણ સામાન બચે તો મને તે આગળપાછળ હિતરૂપ, સુખરૂપ, કુશળરૂપ અને અનુક્રમથી અંતમાં નિકોયસ-કલ્યાણરૂપ થશે.
આ પ્રમાણે હે દેવાનુપ્રિય ! મારો આત્મા પણ એક પ્રકારની બહુમૂલ્ય વસ્તુ જેવો છે જે મને ઇષ્ટ, કાન, પ્રિય, સુંદર, મનગમતો, સ્થિરતા આપનાર અને વિશ્વાસપાત્ર, સંમત, બહુમત, અનુમત, અને આભૂષણની પેટી જેવો છે, એટલા માટે તેને ટાઢ, તડકે, ભૂખ, તરસ, ચેર, વાધ, ડાંસ, મચ્છર, વાત, પિત્ત,
શ્લેષ્મ (-સળેખમ) અને સન્નિપાત વગેરે વિવિધ પ્રકારના રોગો અને જીવલેણ દરદો તથા પરીષહ અને ઉપસર્ગો નુકસાન ન કરે, સ્પર્શ ન કરે અને તેને પૂર્વોક્ત વિધ્રોથી બચાવી લઉં તો તે મારો આત્મા મને પરલોકમાં હિતરૂપ, સુખરૂપ, કુશળરૂપ અને પરંપરાએ કલ્યાણરૂપ થશે.
માટે હે દેવાનુપ્રિય! હું ઇચ્છું છું કે આપની પાસે હું પ્રવજિત થાઉં, મુંડિત થાઉં, આપની પાસે જ પ્રનિલેખનાદિ ક્રિયાઓ શીખું, તમે જ પોતે મને ભણાવો અને તમે પોતે જ આચાર, વિનય, ગોચર, વિનયના ફળને, ચારિત્રને, પિંડવિશુદ્ધયાદિક કરણને, સંયમયાત્રાને અને સંયમના નિવહક આહારના નિરૂપણને અર્થાત્ એવા પ્રકારના ધર્મને કહે.
ત્યાર બાદ શ્રમણ ભગવાન મહાવીરે પોતે જ તે કાત્યાયન-ગોત્રીય ઔદક પરિવ્રાજકને પ્રવ્રજિત કર્યો–યાવતુ-ધર્મ કહ્યો
“હે દેવાનુપ્રિય! આ પ્રમાણે જવું, આ પ્રમાણે રહેવું, આ પ્રમાણે બેસવું, આ પ્રમાણે સૂવું,
આ પ્રમાણે ખાવું, આ પ્રમાણે બોલવું, અને આ પ્રમાણે ઊઠીને પ્રાણ, ભૂત, જીવ તથા સ વિષે સંયમપૂર્વક વર્તવું તથા આ બાબતમાં જરા પણ આળસ ન રાખવી.
ત્યાર બાદ તે કાત્યાયન-ગોત્રીય સંસ્કન્દક મુનિએ શ્રમણ ભગવાન મહાવીરનો આ આવા પ્રકારનો ધર્મોપદેશ સમ્યક્ પ્રકારથી સ્વીકાર્યો અને જે પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીરની આશા હતી તે પ્રમાણે તે ચાલે છે, રહે છે, બેસે છે, સૂવે છે, ખાય છે, બોલે છે અને ઊઠીને પ્રાણ, ભૂન, જીવ તથા સો વિષે સંયમપૂર્વક પ્રવૃત્તિ કરે છે તથા આ બાબતમાં જરા પણ આળસ નથી રાખતો.
ત્યારે તે કાત્યાયન-ગોત્રીય સ્કન્દક અનગાર થયા તથા ઇર્યાસમિતિ–પાવતુ-ગુપ્ત બ્રહ્મચારી, ત્યાગી, સરલ, ધન્ય, ક્ષમાથી સહન કરનારા, જિતેન્દ્રિય,શોધક, આકાંક્ષારહિત,સંભ્રમ રહિત, ઉત્સુકતા રહિત, સંયમ સિવાય અન્યત્ર મનને નહી રાખવાવાળા, સુશ્રમણ્યમાં લીન થઈને, ઇન્દ્રિયદમન કરીને, નિગ્રંથ પ્રવચનને નજર સામે રાખીને વિચરણ કરવા લાગ્યા.
મહાવીરને જનપદ વિહાર ૫૧૩. ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર કૃતંગલા
નગરી અને છત્રપલાશ, ચૈત્યમાંથી નીકળ્યા, નીકળીને બાહ્ય જનપદમાં વિહાર કરવા લાગ્યા.
કબ્દક દ્વારા ભિક્ષુપ્રતિમા ગ્રહણ– ૧૧૪ ત્યાર બાદ તે સકન્દક અનગારે શ્રમણ ભગવંત
મહાવીરના તથારૂપ સ્થવિરો પાસે સામાયિક વગેરે અગિયાર અંગોનું અધ્યયન કર્યું. અધ્યયન કરીને જ્યાં શ્રમણ ભગવાન વિરાયા. હતા ત્યાં આવ્યા, આવીને શ્રમણ ભગવાન મહાવીરને વંદન કર્યા, નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું –
હે ભગવન ! આપની આજ્ઞા મેળવીને હું માસિક ભિક્ષુ પ્રતિમાને ધારણ કરી વિચારવા ઇચ્છું છું.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org