________________
૧૮૨
ધર્મસ્થાનુયોગ–મહાવીર તીર્થમાં સ્કન્દક પરિવ્રાજક : સૂત્ર ૫૧૦
દ્રવ્યથી સિદ્ધિ એક છે અને અંતવાળી છે.
ક્ષેત્રથી સિદ્ધિ પીતાલીશ લાખ યોજન લંબાઈ તથા પહોળાઈવાળી છે, અને તેનો પરિધ એક કરોડ, બેતાલીશ લાખ, ત્રીશ હજાર, બસો ઓગણપચાસ યોજના કરતાં કાંઈક વિશેષાધિક છે, અને તેનો અંત અને છેડો પણ છે.
કાળથી કોઈ દિવસ ન હતી એમ નથી, કોઈ દિવસ નથી એમ નથી અને કોઈ દિવસ તે નહીં હશે એવું પણ નથી; પરંતુ તે હતી, છે, અને રહેશે–તે ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત, નિત્ય છે અને તેનો અંત નથી.
ભાવથી સિદ્ધિ ભાવ લોકની જેમ અનંત વર્ણપર્યાય, અનંત અંધપર્યાય, અનંત રસપર્યાય, અનંત સ્પશપર્યાય, અનંત સંસ્થાન પર્યાય, અનંત ગુરુલધુપર્યાય, અનંત અગુરુલઘુ-પર્યાયરૂપ છે તથા તેનો અંત નથી.
એટલા માટે છે સ્કન્દક ! દ્રવ્યથી સિદ્ધિ અંતવાળી છે, ક્ષેત્રથી સિદ્ધિ અંતવાળી છે, કાળથી સિદ્ધિ અનંત છે, ભાવથી સિદ્ધિ અનંત છે. ચાર પ્રકારના સિદ્ધોનું પ્રરૂપણ—
હે કબ્દક ! તને જે આ અને આવા પ્રકારનો મનોભાવ, ચિંતન, પ્રાર્થિત અને મનોગત રાંક૯પ ઉત્પન્ન થયો હતો કે સિદ્ધો અંતવાળા છે અથવા અંત વિનાના છે? તેનો પણ ઉત્તર છે–હે સ્કન્દક ! મેં ચાર પ્રકારે સિદ્ધોની પ્રરૂપણા કહી છે.
તે આ પ્રમાણે છે-દ્રવ્યની અપેક્ષાથી, ક્ષેત્રની અપેક્ષાથી, કાળની અપેક્ષાથી અને ભાવની અપેક્ષાથી.
દ્રવ્યાપેક્ષાએ સિદ્ધ એક છે અને અસંખ્ય પ્રદેશવાળા છે અને અસંખ્ય પ્રદેશમાં અવગાઢ છે અને તેને અંત પણ છે.
કાળથી સિદ્ધ આદિવાળા છે, પરંતુ અપર્યવસિત છે અર્થાત્ અંત વિનાના છે અને તેનો અંત નથી.
ભાવથી સિદ્ધ અનંત જ્ઞાનપર્યાયરૂપ છે, અનંત દર્શનપર્યાયરૂપ છે–થાવત્ અનંત અગરુલધુપર્યાયરૂપ છે અને તેનો અંત નથી.
એટલા માટે છે સ્ક-દક! દ્રવ્યથી સિદ્ધ અંતવાળા છે, ક્ષેત્રથી સિદ્ધ અંતવાળા છે, કાળથી સિદ્ધ અનંત છે અને ભાવથી સિદ્ધ અંત વિનાના છે.
મરણ-પ્રરૂપણ૫૧૦. હે સ્કન્દક ! તને જે આ અને આવા પ્રકારનો
મનોભાવ, ચિંતિત, પ્રાર્થિત અને મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો હતો કે જીવ કેવી રીતે મરે તે તેને સંસાર વધે અથવા ઘટે?
તેને ઉત્તર પણ આ પ્રમાણે છે– સ્કન્દક ! મેં મરણના બે પ્રકાર જણાવ્યા છે. તે આ પ્રમાણે છે
બાલમરણ અને પંડિતમરણ. તેમાંથી બાલમરણ શું છે?
બાલમરણના બાર ભેદ કહ્યા છે. તે આ પ્રમાણે છે
૧. વલયમરણ (તરફડતા તરફડતા મરવું), ૨. વશાર્તમરણ (પરાધીનતાપૂર્વક રીબાઈને મરવું). (૩) અંત:શલ્મમરણ (શરીરમાં કાંઈ પણ શસ્ત્રાદિક પેસી જવાથી મરવું અથવા સન્માર્ગથી ભ્રષ્ટ થઈને મરવું), ૪. તદુભવ મરણ (જે તે ગતિમાંથી મરીને ફરીને પાછું તે જ ગતિમાં આવવું), ૫. ગિરિપતન (પહાડથી પડીને મરવું), ૬. તરુપતન ૭. જલપ્રવેશ (પાણીમાં ડૂબીને મરવું), ૮. અગ્નિ-પ્રવેશ (અગ્નિમાં પેસીને મરવું), ૯, વિષભક્ષણ (ઝેર ખાઈને મરવુ), ૧૦ શસ્ત્રધાત (શસ્ત્ર વડે મરવું), ૧૧. ફાંસી (ગળે ફાંસો ખાઈને મરવું), ૧૨. વૃદ્ધપૃષ્ઠ (ગીધ વગેરે જંગલી જનાવરો ઠોલે તેથી મરવું).
હે સ્કન્દક! આ બાર પ્રકારનાં બાલમરણોથી મરતો જીવ પોતે અનંતવાર નૈરયિકભવને પામે છે, અનંત તિર્યંચભવના ગ્રહણથી પોતાના આત્માને સંયોજિત કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org