________________
ધર્મ કથાનુયોગ–મહાવીર તીર્થમાં સ્કન્ધ પરિવ્રાજક : સૂત્ર ૫૦૭
૧૮૧
“હે માગધ! શું લોક અંતવાળો છે કે અંત વિનાને છે?” – એ બધું પૂર્વવત્ જાણવું જોઈએ—પાવતૂ–જેને કારણે તું મારી પાસે શીધ્ર આવ્યો છે.
હે કન્દક! આ અર્થ બરાબર છે? (અર્થાત્ આ વાત સાચી છે?)' સ્કન્દકે ઉત્તર દીધો– ‘હા એ વાત સાચી છે.”
મહાવીર દ્વારા ચાર પ્રકારના લોકનું પ્રરૂપણ૫૦૭. “હે સ્કન્દક ! તારા મનમાં જે આ પ્રકારનો
આવો મનોભાવ, વિચાર, મનોગત સંકલ્પ ઉપન્ન થયો હતો કે–શું લોક અંતવાળો છે કે અનંત છે ? તેનો પણ આ અર્થ છે-હે કબ્દક ! મેં લોક ચાર પ્રકારનો દર્શાવ્યો છે. તે આ પ્રમાણે-દ્રવ્યથી (દ્રવ્યલોક), ક્ષેત્રથી (ક્ષેત્રલેક), કાળથી (કાળલોક), અને ભાવથી (-ભાવલેક)..
દ્રવ્યથી જે લેક છે, તે એક છે અને અંતવાળો છે.
ક્ષેત્રથી જે લોકો છે તે અસંખ્ય કોટાકોટિ યોજન સુધી આયામ વિષ્કમભવાળો (–લંબાઈ અને પહોળાઈવાળો) છે અને તેને પરિઘ અસંખ્ય કોટાકોટિ યોજન કહ્યો છે, તથા તેનો અંત છે.
કાળથી જે લોક છે તે કોઈ સમય ન હતો એમ નથી, કોઈ સમય નથી એમ નથી અને કોઈ સમય નહીં હશે તેમ પણ નથી- તે હંમેશાં હો, હંમેશાં હોય છે અને હંમેશાં રહેશે–તે યુવ, નિયત, શાશ્વત, અક્ષત, અવ્યય, અવસ્થિત અને નિત્ય છે. વળી તેનો અંત નથી.
ભાવથી જે લેક છે તે અનંત વર્ણપર્યવરૂપ છે, અનંત અંધપર્યાયરૂપ છે. અનંત રસપર્યાયરૂપ છે. અનંત સ્પર્શ પર્યાયરૂપ છે, અનંત સંસ્થાન (આકાર) પર્યાયરૂપ, અનંત ગુરુલઘુ પર્યાયરૂપ તથા અનંત અગુરુલઘુ પર્યાયરૂપ છે તથા તેને અંત નથી.
આ પ્રમાણે તે સ્કન્દકા દ્રવ્યલોક અંતવાળો
છે, ક્ષેત્રલોક અંતવાળો છે, કાળલોક અનંત છે અને ભાવલોક અનંત છે.
ચતુર્વિધ જીવપ્રરૂપણા૫૦૮. “હે સ્કન્દક ! તારા મનમાં જે આ પ્રકારનો
આવો મનોભાવ, વિચાર, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો હતો કેશું જીવજંતવાળો છે કે અંત વિનાને છે?
તેને પણ આ અર્થ છે—હે સ્કન્દક ! મેં જીવ ચાર પ્રકારનો બતાવ્યો છે, જેમકે-દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, અને ભાવથી. દ્રવ્યથી જીવ એક છે, અને અંતવાળો છે.
ક્ષેત્રથી જીવ અસંખ્ય પ્રદેશવાળે છે અને અસંખ્ય પ્રદેશમાં અવગાઢ છે, તથા તેનો પણ અંત છે.
કાળથી જીવ કઈ સમય ન હતો એમ નથી, કોઈ સમય નથી એમ નથી, કોઈ સમય નહીં હશે એમ પણ નથી તે હમેશાં હતો, હમેશાં છે અને હમેશાં રહેશે-તે ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષત, અવ્યય, અવસ્થિત, નિત્ય છે, એટલે કે તેનો અંત નથી.
ભાવથી જીવ અનંત જ્ઞાનપર્યાયરૂપ, અનંત દર્શનપર્યાયરૂપ, અનંત ચારિત્રપર્યાયરૂપ, અનંત ગુરુલઘુ પર્યાયરૂપ અને અનંત અગરુલધુપર્યાયરૂપ છે તથા તેનો અંત નથી.
આ પ્રમાણે સ્કન્દક ! દ્રવ્યજીવ અંતવાળો છે, ક્ષેત્રજીવ અંતવાળો છે, કાળજીવ અંત વિનાને છે તથા ભાવજીવ અંત વિનાનો છે.
ચાર પ્રકારની સિદ્ધિની પ્રરૂપણા૫૯, હે સ્કન્દક ! તને જે આ પ્રકારનો આવે
મનોભાવ, વિચાર, મનોગત સંક૯૫ ઉત્પન્ન થયો હતો કે
શું સિદ્ધિ અંતવાળી છે કે અંત વિનાની છે?
તેનો પણ આ ઉત્તર છે કે સ્કન્દક ! મેં સિદ્ધિ ચાર પ્રકારની કહી છે.
તે આ પ્રમાણે છે–દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, તથા ભાવથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org