________________
ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થ માં સ્કન્દક પરિવ્રાજક: સૂત્ર ૫૦૧
૧૭૮
સ્કન્દકનું મહાવીર-દશનાર્થ કોંગલા–ગમન– પ૦૧. ત્યાર બાદ અનેક મનુષ્યના મુખથી શ્રી મહા
વીર આવ્યાની વાત સાંભળી અને અવધારી તે કાત્યાયનગૌત્રીય રકબ્દકના મનમાં આવા પ્રકારનો આ આધ્યાત્મિક, ચિન્તિન, પ્રાર્થિત, મનોગત સંકલ્પ-વિચાર ઉત્પન્ન થયો કે– ‘શ્રમણ ભગવાન મહાવીર કુરંગલા નગરીની બહાર છત્રપલાશક નામના ચૈત્યમાં સંયમ
અને તપ દ્વારા આત્માને ભાવિત કરતા વિહરી રહ્યા છે. માટે હું તેમની પાસે જાઉં અને શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કરું અને શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કરી, તેમનો સત્કાર સન્માન કરી અને કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવરૂપ અને ચૈત્યરૂપ મહાવીર સ્વામીની પર્યું પાસના કરીને
આ પ્રકારને આ અર્થોને, હેતુઓને, પ્રશ્નોને, કારણો અને વ્યાકરણને પૂછું તો તે મારે માટે શ્રેયસ્કર થશે. આ પ્રમાણે વિચાર કર્યો, વિચાર કરીને જ્યાં પરિવ્રાજકોને મઠ હતો ત્યાં આવ્યો, આવીને ત્રિદડ, ક્રૂડી, રુદ્રાક્ષની માળા, કરોટિકા (માટીનું વાસણ), વૃષિક (એક પ્રકારનું આસન), કેસરિકાકપડાનો કટકે, છન્નાલય (ઉપકરણવિશેષ), અંકુશ, પવિત્રી, ગણેત્રિકા (હાથનું કડુ), છત્ર, ઉપનિહ (પગરખાં), પાવડી અને ગેરુથી રંગેલાં વસ્ત્રો લીધાં, લઈને પરિવ્રાજક મઠથી નીકળે, નીકળીને ત્રિદંડ, કૂડી, રુદ્રાક્ષની માળા, કરોટિકા, વૃષિક, કેસરિકા, છન્નાલય, અંકુશ, પવિત્રી, ગણેત્રિકા-બધી વસ્તુઓને હાથમાં રાખી, છત્ર માથે ધારણ કરી, પગરખાં પહેરી, ગેરુથી રંગેલાં વસ્ત્રો શરીર પર ધારણ કરી, શ્રાવસ્તી નગરીની વચ્ચોવચથી નીકળ્યો, નીકળીને જયાં કોંગલા નગરી હતી, જ્યાં છત્રપલાશક ચૈત્ય હતું, જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા તે તરફ ચાલવા ઉદ્યમ બન્યો– ચાલવા લાગ્યો. મહાવીર દ્વારા ગૌતમને સ્કન્કઆગમન
નિશ– ૫૦૨, “હે ગૌતમ!” એ પ્રમાણે સંબોધિત કરી શ્રમણ
ભગવાન મહાવીરે ગૌતમને આ પ્રમાણે કહ્યું
હે ગૌતમ! તું આજ તારા પૂર્વના સંબંધીને જોઈશ.”
હે ભગવન! હું કોને જોઈશ?”
સ્કન્દ નામના પરિવ્રાજકને'–મહાવીરે ઉત્તર આપ્યો.
ગૌતમે પૂછ્યું- હે ભગવન્! હું તેને ક્યારે, કેવી રીતે અને કેટલા સમયે જોઈશ?”
હે ગૌતમ ! તે કાળે તે સમયે શ્રાવસ્તી નામની નગરી હતી– વર્ણન.
તે શ્રાવતી નગરીમાં ગર્દભાલનો શિષ્ય કાત્યાયનગોત્રીય સ્કન્દક નામનો પરિવ્રાજક રહે છે. એ સંબંધી બધી હકીકત આગળ કહ્યા પ્રમાણે જ જાણવી-ચાવ–ને સ્કંદક પરિવ્રાજકે જે તરફ હું છું તે તરફ-મારી પાસે– આવવાનો સંકલ્પ કર્યો છે. તે સ્કંદક પરિવ્રાજક લગભગ પાસે પહોંચવા આવ્યો છે, તેણે ઘણે માગ ઓળંગી લીધો છે, અર્ધા માગે છે અને હે ગૌતમ! તું તેને આજ જ જોઈશ.” (ભગવાન મહાવીરે ઉત્તર દીધો.)
હે ભગવાન !' એ પ્રમાણે કહીને ભગવાન ગૌતમે શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યો, વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું –
હે ભગવન! તે કાત્યાયનગાત્રીય સ્કન્દક આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈ, ગૃહત્યાગ કરી, આનગરિકત્વ અંગીકાર કરવા શક્તિમાન છે?”
મહાવીરે ઉત્તર દીધો–“હા, Íતમ! યોગ્ય છે.”
જયારે શ્રમણ ભગવાન મહાવીર ગૌતમને આ પ્રમાણે કહી રહ્યા હતા તેવામાં જ તે કાત્યાયનગોત્રીય સ્કંદક તે સ્થાને–ભગવાન મહાવીર જયાં બિરાજમાન હતા ત્યાં આવી પહોંચ્યો. ગૌતમે કરેલું સ્કન્દનું સુસ્વાગત અને
આગમન-કારણ-કથન–૫૦૩. ત્યાર બાદ ભગવાન ગૌતમ કાત્યાયનગોત્રીય
સ્કન્દક પરિવ્રાજકને નજીક આવેલો જાણીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org