________________
ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં ઈષકાર રાજા આદિ છે શ્રમણ : સૂત્ર ૪૦ર
૧૭૭
અભિનિષ્ક્રમણ કર્યું છે તે સાંભળીને [કમલાવતી] રાણી (ઈપુકાર) રાજાને વારંવાર આ પ્રમાણે કહેવા લાગી—(૩૭)
હે રાજન ! વમન કરેલું ખાનાર પુરુષ પ્રશંસાપાત્ર ગણાતું નથી. પણ તમે તે બ્રાહ્મણે ત્યજી દીધેલું ધન લેવા ઇચ્છો છો, (૩૮)
તમને આખું જગત અથવા બધું જ ધન મળે તો પણ એ સર્વથી તમને સંતોષ થશે નહિ તેમ જ એ તમારું રક્ષણ પણ કરી શકશે નહિ. (૩૯)
હે રાજન ! જ્યારે આ મનોરમ કામ ભોગે છોડીને તમે મરણ પામશો ત્યારે, હે નરદેવ ! એકમાત્ર ધર્મ જ તમારું રક્ષણ કરશે. એ સિવાય બીજી કોઈ વસ્તુ અહીં રક્ષણ કરી શકશે નહિ. (૪૦).
જેમ પંખિણી પાંજરામાં આનંદ પામતી નથી તેમ હું [આ સંસારમાં આનંદ પામતી નથી, સંતતિ છોડીને, અકિંચન, સરળ આચરણવાળી, આસક્તિ રહિત તથા પરિગ્રહ અને આરંભના દોષથી નિવૃત્ત થઈને હું મુનિધર્મ આચરીશ. (૪૧)
અરણ્યમાં જ્યારે દાવાનળથી પ્રાણીઓ બળે છે ત્યારે બીજાં પ્રાણીઓ રાગદ્વેષને વશ થઈ આનંદ પામે છે. (૪૨)
તેમ કામ ભાગમાં લુબ્ધ થયેલાં આપણે મૂઢ જને રાગદ્વેષના અગ્નિથી જગત બળી રહ્યું છે એ જાણતાં નથી (૪૩)
ભોગ ભોગવીને પછી જેઓએ તેમનો ત્યાગ કરી દીધેલો છે તેઓ હળવા બની વિહાર કરતા, યથેચ્છ આનંદ કરતાં પક્ષીઓની જેમ, આનંદથી વિચરે છે. (૪૪)
આ (પક્ષીઓ) જ્યારે બંધાય છે અને મારા હાથમાં આવે છે ત્યારે તેઓ તરફડે છે. આપણે પણ જે કામ ભોગમાં આસક્ત થઈશું તો તેમના જેવા બનીશું. (૪૫).
જેની પાસે આમિષ-માંસ હોય તે ગીધ પર બીજાં ગીધો ઝાપટ મારે છે અને માંસ વિનાના
પર નહિ એ જોઇને સર્વ આમિષ-વિષયોનો ત્યાગ કરી નિરામિષ થઈને વિહરીશું. (૪૬)
આ ગીધના ઉદાહરણ ઉપરથી કામભોગને સંસાર વધારનારા સમજીને, સાપ ગરૂડથી ડરીને ચાલે તેમ, તેમનાથી સંકોચાઈને ચાલવું. (૪૭)
બંધન તોડીને હાથી જેમ પોતાના નિવાસસ્થાનમાં જાય તેમ પછી [તમે પણ તમારા સાચા નિવાસસ્થાનમાં જાઓ] હે મહારાજ ઈશ્વકારી ! આ હિતકારી વાત મેં સાંભળેલી છે.” (૪૮)
રાજા આદિની પ્રવજ્યા૪૯૫. વિપુલ રાજ્ય અને દુયેજ કામભોગને
ત્યાગ કરીને, નિવિષય, નિરામિષ, નિ:સ્નેહ અને નિપરિગ્રહ થઈને, ધર્મને સારી રીતે જાણીને, આકર્ષક ભોગવિલાસો છોડી દઈને તથા કહ્યા પ્રમાણેની કઠિન તપશ્ચર્યા સ્વીકારીને તે અસામાન્ય પરાક્રમવાળા બન્યા (૪૯-૫૦)
જન્મ અને મૃત્યુના ભયથી ઉદ્વિગ્ન થયેલા તથા દુ:ખના અંતની શોધ કરનારા તે સર્વે ધર્મપરાયણ આત્માઓ ક્રમપૂર્વક બુદ્ધ થયા. (૫૧)
પૂર્વ ભાવેલી ભાવનાઓને કારણે વીતરાગ(તીર્થકરો)ના શાસનમાં તેઓ થોડા સમયમાં જ દુ:ખના અંતને પામ્યા (મુક્ત થયા.) (૫૨)
રાણી સહિત રાજા, બ્રાહ્મણ પુરોહિત, બ્રાહ્મણી તથા તેમના પુત્રો એ સર્વે પરિનિર્વાણ • પામ્યા. (૫૩).
–એ પ્રમાણે હું કહું છું.
૩૮. મહાવીર-તીર્થમાં સ્કન્દક પરિવ્રાજક
કૃતગલામાં મહાવીર સમવસરણ– ૪૯૬, તે કાળે તે સમયે શ્રમણ ભગવંત મહાવીર
રાજગૃહ નગરની પાસે આવેલા ગુણશીલક ચૈત્યથી નીકળ્યા, નીકળીને બહાર જનપદમાં વિહાર કરવા લાગ્યા.
૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org