________________
૧૭૦
ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં મૃગાપુત્ર બલથી શ્રમણ : સૂત્ર ૪૮૧
મને પરાણે પીવડાવવામાં આવી હતી. (૬૯)
‘તને ટુકડા-ટુકડા કરેલું અને સળિયામાં પરોવીને પકાવેલું માંસ પ્રિય હતું”—એ યાદ અપાવીને મારા શરીરમાંથી માંસ તોડી તોડી તેના કટકા કરી, અગ્નિ જેવાં લાલ ભડથાં બનાવી બનાવીને મને ઘણી વાર ખવડાવવામાં આવ્યા હતા. (૭૦)
વળી “તને ગોળ તથા મહુડાં વગેરેનો બનેલ દારૂ બહુ જ પ્રિય હતો.’ એમ સંભારીને મારા જ શરીરનું ગરમ ગરમ રુધિર અને ચરબી મને પીવડાવવામાં આવ્યાં હતાં (૭૧)
મેં [આ પ્રમાણે પૂર્વ જન્મમાં હંમેશાં ભયભીત, સંત્રસ્ત, દુઃખી અને વ્યથિત થઈ અત્યંત દુઃખથી ભરેલી આવી વેદનાનો અનુભવ કર્યો હતો. (૭૨)
નરકનિમાં મેં તીવ્ર, ભયંકર, અસહ્ય, મહાભયકારક, ઘોર અને પ્રચંડ વેદના ઘણી વાર સહન કરી છે. (૩)
હે તાત! મનુષ્યલોકમાં જેવી ભિન્ન ભિન્ન પ્રકારની વેદના અનુભવાય છે તે કરતાં નરકગતિમાં અનંતગણી વેદના છે. (૭૪)
ભવોમાં મેં દુઃખ રૂપ વેદના જ અનુભવી છે, ક્યાંય પળભર પણ સુખની સંવેદના અનુભવી નથી.” (૭૫) માતા-પિતા દ્વારા શ્રમણ્યમાં નિપ્રતિકમણ
કથન– ૪૭૯. માતા પિતાએ કહ્યું- હે પુત્ર! ભલે તારી
ઇચછા હોય તો દીક્ષિત થા પરંતુ ચારિત્રધર્મમાં નિષ્પતિકમતા-રોગ થવા છતાં ચિકિત્સા કરાવી શકાતી નથી–તે દુઃખદાયક છે.” (૭૬)
મૃગાપુત્રને ઉત્તર૪૮૦. તે બોલ્યો- હે માતાપિતા ! આપ કહો છે
તે સત્ય છે, પરંતુ હું આપને પૂછું છું કે જંગલમાં પશુ-પક્ષીઓ વિચરતાં હોય છે તેની પરિસેવા કોણ કરે છે ? (૭૭)
જેમ જંગલમાં મૃગ એકલો વિહાર કરે
છે તેમ સંયમ અને તપશ્ચર્યા વડે હું એકાકી ચારિત્રધર્મમાં વિચરીશ. (૭૮)
મોટા અરણ્યમાં રહેલ મૃગના શરીરમાં આતંક (પ્રાણઘાતક રોગ) ઉત્પન્ન થાય છે ત્યારે વૃક્ષની નીચે બેઠેલા તે મૃગની ચિકિત્સા કોણ કરે છે? (૭૯)
ત્યાં જઈ કોણ તેને ઔષધ આપે છે? તેના સુખદુઃખની ચિંતા કોણ કરે છે? કોણ તેને ભોજનપાણી લાવીને ખવડાવે છે ? (૮૦)
જ્યારે તે નીરોગી થાય છે ત્યારે પોતાની મેળે જ ભોજન-પાન માટે વનમાં જઈ વેલીઓ અને સરોવરો શોધી લે છે. (૮૧).
ઘાસ ખાઈને સરોવરમાં પાણી પીને તથા મૃગચર્યા કરતાં કરતાં તે મૃગ પછી પોતાના નિવાસસ્થાને પહોંચે છે. (૮૨)
એ પ્રમાણે રૂપાદિમાં અપ્રતિબદ્ધ, સંયમને માટે ઉદ્યમવંત સાધુ સ્વતંત્ર વિહાર કરતાં, મૃગચર્યાની જેમ આચરણ કરતાં, ઊર્ધ્વદિશામોક્ષની દિશામાં ગમન કરે છે. (૮૩)
જેમ એકલો મુગ અનેક ભિન્ન ભિન્ન સ્થળોમાં વિહરે છે, અનેક સ્થાનોમાં રહે છે અને પોતાની જાતે જ આહાર-પાણી મેળવી જીવનનિર્વાહ કરે છે તે જ રીતે ગોચરી માટે નીકળેલ સાધુ કોઈની નિન્દા અને અવજ્ઞા કરતો નથી. (૮૪)
મૃગાપુત્રની પ્રવજ્યા૪૮૧. હું મૃગચર્યાનું આચરણ કરીશ.'
“હે પુત્ર! જેમ તને સુખ થાય તેમ કર.” આ પ્રમાણે માતા-પિતાની આજ્ઞા મળ્યા પછી તેણે આભરણાદિ સર્વ પ્રકારનો પરિગ્રહ છોડી દીધે. (૮૫)
હે માતા ! હું તમારી અનુજ્ઞા મેળવીને બધાં દુ:ખોને નાશ કરનાર એવી મૃગચર્યા
કરીશ.”
હે પુત્ર!જેમ તને સુખ થાય તેમ કર.” (૮૬)
આ પ્રમાણે તેણે અનેક રીતે માતા-પિતાને અનુમતિ માટે સમજાવીને મમત્વનો ત્યાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org