________________
ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં મૃગાપુત્ર બલશ્રી શ્રમણ સૂત્ર ૪૭૬
૧૬૭
શોનું જ સ્થાન છે, તેમ જ અશાશ્વત દશાવાળું છે. (૧૩)
પાણીના પરપોટા જેવા ક્ષણિક શરીરમાં આસક્તિ શી? તે પહેલાં કે પછી જરૂર છોડવાનું છે. આથી એમાં મને આનંદ મળતો નથી. (૧૪)
પીડા અને રોગનું ઘર અને જરા તથા મરણથી ઘેરાયેલ આ અસાર અને ક્ષણભંગુર મનુષ્યદેહમાં હવે એક ક્ષણ પણ હું આનંદ પામી શકતો નથી. (૧૫)
જન્મ દુખમય છે, જરા દુ:ખમય છે, રોગો અને મરણ દુ:ખમય છે. અહો ! આ સમગ્ર સંસાર જ દુ:ખમય છે, જ્યાં જીવે કલેશ પામે છે. (૧૬)
આ બધાં ખેતર, ઘર, સુવર્ણ, પુત્ર, સ્ત્રી, બંધુઓ અને આ શરીરને છોડીને મારે વહેલું કે મેડુ) અવશ્ય જવાનું છે. (૧૭).
જેમ કિંધાક-ફળનું પરિણામ સુંદર નથી તેમ ભોગવેલા ભેગેનું પણ પરિણામ સુંદર નથી. (૧૮)
જે મુસાફર લાંબા માર્ગમાં ભાતું લીધા વિના પ્રયાણ કરે છે તે રસ્તે જતાં સુધા અને તૃષાથી ખૂબ પીડાય છે અને દુ:ખી થાય છે. (૧૯)
તે જ પ્રમાણે જે ધર્મ પાળ્યા વિના પરભવમાં જાય છે, તે ત્યાં જઈ અનેક પ્રકારના રોગો અને ઉપાધિઓથી પીડાય છે. (૨૦).
જે મુસાફર લાંબા માર્ગમાં ભાતું લઈને પ્રયાણ કરે છે તે ક્ષુધા અને તૃષાથી રહિત થઈને સુખી થાય છે. (૨૧)
તે પ્રમાણે જે ધર્મનું પાલન કરીને પરભવમાં જાય છે તે ત્યાં અલ્પકર્મા અને અરોગી થઈ સુખી થાય છે. (૨૨)
જેમ કે ઘર બળતું હોય ત્યારે તે ઘરનો સ્વામી અસાર વસ્તુઓને છોડી પહેલાં બહુ મૂલ્યવાળી વસ્તુઓ જ કાઢી લે છે. (૨૩)
એ પ્રમાણે આપની અનુમતિ પ્રાપ્ત કરી જરા અને મરણથી સળગી રહેલા આ લોકમાંથી સારભૂત એવા મારા આત્માને જ ઉગારી લઈશ.” (૨૪) શ્રામય દુષ્કર છે –માતાપિતા દ્વારા
પ્રબળ્યાવારણ૪૭૭. માતાપિતાએ કહ્યું- હે પુત્ર ! શ્રામ-સાધુ
પાણું અત્યંત કઠણ છે. ભિક્ષુએ હજાર ગુણોને ધારણ કરવા પડે છે. (૨૫)
(૧)ભિક્ષુને જીવનપર્યત જગતના જીવમાત્ર પર સમભાવ રાખવો પડે છે. શત્રુ અને મિત્ર બન્નેને સમાન દષ્ટિથી જોવાના હોય છે.
અને જીવનપર્યત પ્રાણાતિપાત (સૂક્ષ્મ જીવહિંસાથી) પણ વિરમવું પડે છે. તે ખરેખર દુષ્કર છે. (૬)
(૨) સાધુને જીવન પર્યંત અસત્ય બોલવાનું હોતું નથી. સતત અપ્રમત્ત (સાવધાન) રહીને હિતકારી છતાં સત્ય બોલવું એ બહુ કઠણ છે. (૨૭)
(૩) દંતશોધન-દાંત સાફ કરવાની વસ્તુ પણ કોઈએ દીધા વગર લઈ શકે નહિ, તેવી રીતે દોષરહિન ભિક્ષા મેળવવાની એ પણ
અતિ કઠિન છે. (૨૮) " | (૪) કામ-ભોગેના રસને જાણનારાએ અબ્રહ્મચર્ય (મૈથુન)થી સાવ વિરકત રહેવું અને ઘોર (અખંડ) બ્રહ્મચર્યવ્રત પાળવું અતિ કઠિન છે. (૨૯) (૫) ધન, ધાન્ય, પૃષ્પવર્ગ–દાસીદાસ આદિ પરિગ્રહનો ત્યાગ કરવો, તેમ જ સંસારની હિંસાદિ સર્વ ક્રિયાઓનો ત્યાગ કરવો અને કોઈ વસ્તુ પર મમતા પણ ન રાખવી તે અતિ દુષ્કર છે. (૩૦)
(૬) અન્ન, પાણી, મેવા કે મુખવાસ એ ચારે પ્રકારમાંના કોઈ પણ આહારનો રાત્રે ઉપયોગ કરી શકે નહિ તેમજ કોઈ પણ વસ્તુને કાળમર્યાદાથી વધુ સમય માટે સંગ્રહ પણ ન રાખી શકો તે અત્યંત દુષ્કર છે. (૩૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org