________________
ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં સમુદ્રપાલીય કથાનક : સૂત્ર ૪૭૨
૧૬૫
તેના પિતાએ રૂપિણી નામની રૂપવતી કન્યા સાથે તેને પરણાવ્યો. તે સમુદ્રપાલ રમણીય મહેલમાં દોગુન્દક (વિલાસી) દેવની પેઠે ભોગ વૈભવ માણવા લાગ્યો. (૭)
વધ્યના દર્શનથી વૈરાગ્ય અને પ્રવજ્યા૪૭૨. [આવી રીતે ભોગજન્ય સુખો ભોગવતાં
ભોગવતાં કેટલાક કાળ પછી એકદા તે મહેલના ગોખમાં બેસી નગરચર્યા જોવામાં લીન થયો હતો તેવામાં વધ્યજનનાં ચિહન સહિત વધ્યભૂમિ પર લઈ જવાતા એક વધ્યને તેણે જોયો. (૮)
તે જોઈને વૈરાગ્ય ભાવે તે મનમાં જ કહેવા લાગ્યા કે-“અહો ! અશુભ કર્મોનાં કડવાં ફળો આ પ્રત્યક્ષ જણાય છે.” (૯).
અને તે જ વખતે તેને ચિંતનના પરિણામે જાતિસ્મરણ જ્ઞાન થયું, તે ભગવાન–મહાત્માને પરમ સંવેગ જાગ્યા. માતાપિતાની આજ્ઞા લઈ તેમણે આનગારિક પ્રવજ્યા સ્વીકારી (૧૦)
મહા કલેશ, મહા ભય, મહા મોહ અને મહા આસક્તિના મૂળરૂપ [લક્ષ્મી તથા સ્વજનોના] સંગને છોડી ત્યાગધર્મને રુચિપૂર્વક સ્વીકાર્યો અને વ્રત તથા શીલને આરાધવા લાગ્યા, તેમ જ પરીષહને જીતવા લાગ્યા. (૧૧)
અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતને અંગીકાર કરીને તે જ્ઞાની મુનીશ્વર જિનેશ્વરોએ ઉપદેશેલા ધર્મનું આચરણ કરવા લાગ્યા. (૧૨)
ભિક્ષુએ સમસ્ત જીવે પર દયાનુકંપી થવું, ભિક્ષુ જીવનમાં આવેલું બધું કષ્ટ ક્ષમા રાખી સહેવું, સદા પૂર્ણ બ્રહ્મચારી અને સંયમી રહેવું તથા ઇન્દ્રિયોને વશ કરી, સાવદ્ય યોગ (પાપ.વ્યાપાર)ને સર્વથા તજી દઈ ભિક્ષુધર્મનું પાલન કરવું. (૧૩)
જે સમયે જે ક્રિયા કરવાની હોય તે જ કરવી, દેશપ્રદેશમાં વિચરતા રહેવું, કોઈ પણ કાર્ય કરતાં પહેલાં પોતાની શક્તિ-અશક્તિનું માપ કાઢી લેવું, કોઈ કઠોર કે અસભ્ય શબ્દો કહે
તો પણ સિંહની માફક ડરવું નહિ, કે સામે થઈ અસભ્ય પણ બોલવું નહિ. (૧૪)
પરીષહ-સહન અને સિદ્ધિ ૪૭૩, સંયમીએ પ્રિય કે અપ્રિય જે કંઈ થાય તે
તરફ તટસ્થ રહેવું, કષ્ટ આવે તો તેની ઉપેક્ષા કરી બધું સંકટ સહન કરી લેવું, સર્વત્ર સર્વની અભિલાષા ન કરવી, અને નિન્દા કે પ્રશંસા સંબંધમાં લક્ષ્ય આપવું નહિ (૧૫)
અહીં (જગતમાં) મનુષ્યના અનેક પ્રકારના અભિપ્રાયો હોય છે. ભિક્ષુએ તેનું જ્ઞાનપૂર્વક સમાધાન કરવું અને મનુષ્ય, પશુ કે દેવોએ કરેલા ભયંકર ઉપસર્ગો પણ સહન કરવા. (૧૬)
જ્યારે અસહ્ય પરીષહો આવે છે ત્યારે ઘણા કાયર સાધકો નાહિંમત બની જાય છે. પરંતુ યુદ્ધના મોરચે અગ્રભાગે રહેલા ગજરાજ પેઠે ભિક્ષુએ જરા પણ ખેદ પામ ન જોઈએ. (૧૭)
સંયમી ઠંડી, તાપ, ડાંસ-મચ્છરના સ્પર્શી કે વિવિધ રોગો જયારે શરીરને સ્પર્શે ત્યારે ખેદ કર્યા વિના સહન કરે અને તે બધું પૂર્વે કરેલાં કર્મોનું જ પરિણામ જાણી કષ્ટ સહી કર્મોને ખપાવે. (૧૮)
વિચક્ષણ ભિક્ષુ સતત રાગ, દ્વેષ અને મોહને છોડીને જેમ વાયુથી મેર કંપતો નથી તેમ પરીષહોથી કંપે નહિ પણ પોતાના મનને વશ રાખી તે બધું સમભાવે સહન કરે. (૧૯)
ભિક્ષુએ ન ગર્વિષ્ટ થવું કે ન કાયર થવું, ન પૂજન ઇચ્છવું કે ન નિન્દા ઇચ્છવી. પરંતુ સરલ ભાવ સ્વીકારીને નિર્વાણ માર્ગની ઉપાસના કરવી. (૨૦)
સાધુએ સંયમને વિષે અણગમો કે અસંયમમાં રાગ ઊપજે તો નિવારવો, સંગથી દૂર રહેવું, આત્મહિતચિંતક થવું, તેમ જ શોક, મમતા અને પરિગ્રહની તૃષ્ણા છેદી, સમાધિવંત થઈ પરમાર્થ પદમાં સ્થિર થવું. (૨૧)
આત્મરક્ષક અને પ્રાણીરક્ષક બની ઉપલેપ વિનાનાં અને પોતાને ઉદ્દેશીને નહિ બનાવેલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org