________________
ધર્મસ્થાનુગ–મહાવીર તીર્થમાં અનાથી મહાનિર્ગથ : સૂત્ર ૪૬૪
૧૬૧
ત્યાં તેણે એક વૃક્ષનાં મૂળ પાસે બેઠેલા, સુખને યોગ્ય, સુકોમળ, સમાધિસ્થ અને સંયમી સાધુને જોયા. (૪)
રાજા તે યોગીશ્વરનું રૂપ જોઈને તે સંયમીને વિષે અત્યંત આશ્ચર્ય પામ્યો. (૫) .
અહે! કેવી કાંતિ! અહો! કેવું રૂપ! અહો ! આર્યની કેવી સૌમ્યતા, ક્ષમા, નિર્લોભતા અને ભોગ પ્રત્યે અનાસક્તિ છે ! (૬)
તે મુનિનાં ચરણોમાં નમીને, પ્રદક્ષિણા કરીને, અતિ દૂર નહિ કે અતિ પાસે નહિ તેમ યોગ્ય સ્થળે ઊભો રહી હાથ જોડીને પૂછવા લાગ્યા. () શ્રેણિકને મુનિ સાથે સંવાદ– શ્રેણિક–
હે આર્ય ! આવી તરુણાવસ્થામાં ભોગ ભોગવવાને વખતે પ્રજિત કેમ થયા? આવા ઉગ્ર ચારિત્રમાં આપે શી પ્રેરણાએ અભિનિષ્ક્રમણ કર્યું? એ વાત હું સાંભળવા ઈચ્છું છું (૮) મુનિ–
હે મહારાજ ! હું અનાથ છું. મારો નાથ (રક્ષક) કોઈ નથી. તેમ હજુ સુધી તેવા કોઈ કૃપાળુ મિત્રને હું પામી શક્યો નથી. (૯) શ્રેણિક–
આ સાંભળીને મગધ દેશના અધિપતિ શ્રેણિક રાજા હસી પડયા–“શું આવા પ્રભાવશાળી અને સમૃદ્ધિવાળા આપને હજુ સુધી કોઈ સ્વામી ન મળે? (૧૦)
હે સંયમિ! આપનો કોઈ નાથ (સહાયક) ન હોય તે હું થવા તૈયાર છું. મનુષ્યભવ ખરેખર દુર્લભ છે. મિત્ર અને સ્વજનેથી ઘેરાયેલા આપ સુખપૂર્વક મારી પાસે રહો અને ભાગાને ભગવો. (૧૧) મુનિ–
હે મગધેશ્વર શ્રેણિક! તું પોતે જ અનાથ ૨૧
છે. જે પોતે જ અનાથ હોય તે બીજાનો નાથ શી રીતે થઈ શકે?” (૧૨) શ્રેણિક
મુનિનાં વચન સાંભળી તે નરેંદ્ર વિસ્મિત થયો. આવું વચન તેણે કદી કોઈની પાસેથી સાંભળ્યું ન હતું. તેથી તે વ્યાકુળ અને સંશયી બન્યો. (૧૩)
મારે ધોડા છે, હાથી છે અને મનુષ્ય છે. નગર અને અંત:પુર છે. હું મનુષ્ય સંબંધી ઉત્તમ કામભોગોને ભોગવું છું. મારી આજ્ઞા અને ઐશ્વર્ય અજોડ છે. (૧૪).
આવી મનવાંછિત સંપત્તિ હોવા છતાં હું અનાથ શી રીતે ? હે ભગવનું ! આપ આવું અસત્ય ન બોલો.'
મુનિ દ્વારા પિતાની અનાથતાનું નિરૂપણ ૪૬૫. “હે પાર્થિવ! તું અનાથ કે સનાથના પરમાર્થને
જાણી શક્યો નથી. હે નરાધિપ! અનાથ અને સનાથના ભાવને જરા પણ સમજી શક્યો નથી.” (૧૬)
હે મહારાજા ! અનાથ કોને કહેવાય, મને અનાથતાનું ભાન કયાં અને કેવી રીતે થયું અને કેમ પ્રવજયા લીધી–તે બધું ચિત્ત સ્વસ્થ રાખી સાંભળ. (૧૭)
પ્રાચીન શહેરોમાં સર્વોત્તમ એવી કોસાંબી નામની નગરી હતી. અને ત્યાં પ્રચુર સમૃદ્ધિ વાળા મારા પિતા રહેતા હતા. (૧૮)
એકદા, હે મહારાજ! તરુણવયમાં મને એકાએક આંખની અતુલ (અસાધારણ) પીડા ઉત્પન્ન થઈ અને તે પીડાથી આખા શરીરમાં દાહજવર શરૂ થયો. (૧૯)
જેમ કોપેલો શત્રુ શરીરના મર્મ ભાગમાં અતિ તીણ શસ્ત્રથી ઘોર પીડા ઉપજાવે તેવી ભયંકર તે આંખની વેદના હતી. (૨૦)
અને ઈદ્રના વજની પેઠે દાહજવરની દારુણ વેદના કમર, મસ્તક અને હૃદયને પીડવા લાગી. (૨૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org