________________
ધ કથાનુયાગ—મહાવીર તીર્થમાં મુનિ જયદ્યેાષ–વિજયધોષ : સૂત્ર ૪૫૮
ww
વેદ–મુખ છે), યશોનું મુખ યજ્ઞાથી' (સંયમરૂપી યજ્ઞ કરનાર સાધુ), નક્ષત્રોનું મુખ ચંદ્રે છે અને ધનુ' મુખ કાશ્યપ (ભગવાન ઋષભદેવ–અર્થાત્ તેમણે બતાવેલા ધ) છે. (૧૬)
જેમ ચંદ્ર આગળ ગ્રહ, નક્ષત્ર, તારા વગેરે હાથ જોડી ઊભા રહે છે અને મનેાહર રીતે સ્તુતિપૂર્ણાંક વંદન કરે છે તેમ તે ઉત્તમ કાશ્યપને (ભગવાન ઋષભને) ઇંદ્રાદિ નમસ્કાર ક૨ે છે. (૧૭)
સાચું જ્ઞાન અને બ્રાહ્મણની સાચી પ્રતિશાને નહિ જાણનાર મૂઢ પુરુષ કેવળ યશ યશ કર્યા કરે છે, પણ યજ્ઞનું રહસ્ય જાણી શકતા નથી. અને જે કેવળ વેદનું અધ્યયન અને શુષ્ક તપશ્ચર્યા કરતા હોય છે તે બધા બ્રાહ્મણ નથી પરંતુ રાખથી ઢ'કાયેલા અગ્નિ જેવા છે. (૧૮)
શ્રમણ-શ્રાહ્મણ-તપસ્વીના સ્વરૂપ વિષે
ચર્ચા—
આ લાકમાં જે શુદ્ધ અગ્નિની માફક પાપથી રહિત થઈ પૂજાયેલા છે તેને જ કુશળ પુરુષા બ્રાહ્મણ માને છે. અને અમે પણ તેને જ બ્રાહ્મણ કહીએ છોએ. (૧૯)
૪૫૯, જે સ્વજનાદિના આગમનમાં આસક્ત થતા નથી, કે વિયાગથી શાક કરતા નથી અને મહાપુરુષાનાં વચનામૃતામાં આનંદ પામે છે તેને જ અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૨૦)
જેમ શુદ્ધ થયેલું સાનુ` મલહિત હોય છે તેમ જે પાપ-રહિત અને રાગ, દ્વેષ અને ભયથી પર હોય છે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૨૧)
જે સદાચારી, તપસ્વી, દમિતેન્દ્રિય હોય અને જેણે તપશ્ચર્યા દ્વારા માંસ અને લાહી શાષવી નાંખ્યાં હોય, જે કૃશ શરીરવાળા અને કષાય જવાથી શાંતિને પામેલા હોય છે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૨૨)
Jain Education International
For Private
૧૫૯ www
જે ત્રસ જીવાને અને સ્થાવર (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ) જીવાને પણ મનથી, વચનથી કે કાયાથી હણતા નથી તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૨૩)
જે ક્રોધથી, હાસ્યથી, લાભથી કે ભયથી બેાલતા નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૨૪)
ખાટુ
જે ચિત્ત (ચેતનવાળા જીવા ઇત્યાદિ) કે અચિત્ત (સુવર્ણ ઇત્યાદિ થાડું કે બહુ, અણદીધેલું કે અણહકનુ લેતા નથી તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૨૫)
જે દેવ મનુષ્ય કે તિંચ સંબધી મન, વચન, અને કાયાએ કરીને મૈથુન સેવતા નથી તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૨૬)
જેમ કમળ પાણીમાં ઉત્પન્ન થવા છતાં પાણીથી લેપાતું નથી, તેમ કામભાગાથી જે અલિપ્ત થાય તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૨૭)
જે રસલાલુપ ન હોય, માત્ર નિર્દોષ ભિક્ષાજીવી હોય અને ગૃહસ્થામાં આસક્ત ન હોય તેવા અકિંચન ત્યાગીને જ અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૨૮)
જે પૂસયાગ (માતા, પિતા, ભાઈ વગેરેના સબંધ), જ્ઞાતિજનાના સગ અને બવગને છોડીને પછીથી તેના રાગમાં કે ભાગામાં જે આસક્ત થતા નથી તેને જ અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૨૯)
જે વેદો પશુવધને નિરૂપનારા છે તે અને પાપ કર્મ કરી હોમાયેલી આહૂતિ તે યશ કરનાર દુરાચારીને રક્ષણ આપનાર થતા નથી, કારણ કે આ સ`સારમાં કર્મ ફળ આપવામાં બળવાન છે. (૩૦)
માત્ર મસ્તક મુંડન કરવાથી શ્રમણ થવાતું નથી, ‰ કારના ઉચ્ચારણથી બ્રાહ્મણ થવાતુ નથી, તેમ અરણ્યવાસથી મુનિ કે ભગવાં વસ્ત્ર પહેરવાથી તાપસ થવાતું નથી. (૩૧)
Personal Use Only
www.jainelibrary.org