________________
૧૫૮
ધર્મકથાનુગ–મહાવીર તીર્થ માં મુનિ જયષ-વિજયષ : સૂત્ર ૪૫૮
વિમલ, વિશુદ્ધ અને શીતલ થયેલ હું દોષને ત્યાગ કરું છું. (૪૬)
આ સ્નાન કુશળ પુરુષોએ કહેલું છે. આ મહાસ્નાનને ઋષિઓએ પ્રશસ્ત ગણેલું છે, જેમાં સ્નાન કરીને વિમલ અને વિશુદ્ધ થયેલા મહર્ષિઓ ઉત્તમ સ્થાને પહોંચ્યા છે. (૪૭)
–એ પ્રમાણે હું કહું છું.
૩૨. મહાવીરતીર્થમાં મુનિ જયઘોષ
વિજયધોષ વારાણસીન ઉદ્યાનમાં જયાષ મુનિનું
આગમન ૪૫૬. [પૂર્વે વારાણસી નગરીમાં] બ્રાહ્મણકુળમાં
ઉત્પન્ન થયેલા છતાં પાંચ મહાવ્રતરૂપ ભાવયજ્ઞના કરનાર એક મહાયશસ્વી જયધોષ નામના મુનિ થઈ ગયા હતા. (૧)
પાંચે ઈદ્રિના સર્વ વિષયોમાં નિગ્રહ કરનાર અને ધર્મરૂપી માર્ગમાં જ ચાલનાર તે મહામુનિ ગામેગામ વિચરતા વિચરતા ફરી એકવાર તે જ વારાણસી નગરીમાં આવી પહોંચ્યા. (૨)
અને તે વારાણસી નગરીની બહાર મનોરમ નામના ઉદ્યાનમાં પ્રાસુક (નિર્દોષ) સ્થાન, શયાદિ યાચી તેમણે નિવાસ કર્યો. (૩)
તે કાળમાં તે જ વારાણસી નગરીમાં ચાર વેદને જાણકાર વિજયધોષ નામનો બ્રાહ્મણ યજ્ઞ કરી રહ્યો હતો. (૪).
તે જયોષ મુનિ માસખમણની મહાતપશ્ચર્યાને પારણે તે વિજયધોષ બ્રાહ્મણના યજ્ઞમંડપમાં ભિક્ષાર્થે આવીને ઊભા રહ્યા. (૫)
ભિક્ષાદાનનો નિષેધ– ૪૫૭. મુનિશ્રીને ત્યાં આવતા જોઈને તે યાજકે
દૂરથી જ અટકાવ્યા અને કહેવા લાગ્યો કે, હે ભિક્ષુ ! તને હું ભિક્ષા નહિ આપી શકું. કઈ બીજે સ્થળેથી યાચના કરી લે. (૬)
હે મુનિ ! જે બ્રાહ્મણ ધર્મશાસ્ત્રના તથા ચાર વેદના જ્ઞાતા, યજ્ઞાથી તથા તિષશાસ્ત્ર સુધ્ધાં છ અંગને જાણનાર અને જે જિતેંદ્રિય હોય, (૭) - તથા પોતાના આત્માનો તથા પરના આત્માનો ઉદ્ધાર કરવા સમર્થ હોય તેને જ પડુરસ-યુક્ત અને મનોવાંછિત આ ભોજન આપવાનું છે.” (૮)
ઉત્તમ અર્થની ગવેષણ કરનાર તે મહામુનિ આ પ્રમાણે ત્યાં નિષેધ કરાયા છતાં ન પ્રસન્ન થયા કે ન નારાજ થયા. (૯)
અન્ન, પાન, વસ્ત્ર કે તેવા કોઈપણ સ્વાર્થને માટે નહિ, માત્ર વિજ્યાષની મુક્તિને માટે તે મુનિએ આ વચન કહ્યાં-(૧૦) વેદ તથા યજ્ઞમુખ આદિ વિષયમાં જયધોષ મુનિનું વક્તવ્ય
જયષ મુનિ– ૪૫૮. [હે વિપ્ર !] વેદના મુખને, યશના મુખને
અને નક્ષત્રો તથા ધર્મોના મુખને હું જાણતો જ નથી. (૧૧)
જે પોતાના અને પરના આત્માનો ઉદ્ધાર કરવાને સમર્થ છે તેને પણ જાણતો નથી. જો જાણતા હો તો કહે.” (૧૨)
તેમના (મુનિના) પ્રશ્નનો ઉત્તર આપવાને માટે અસમર્થ થયેલો બ્રાહ્મણ તથા ત્યાં રહેલી આખી સભા બે હાથ જોડીને તે મહામુનિને પૂછવા લાગ્યાં-(૧૩) વિજયષ બ્રાહ્મણ
“હે મુનિ ! આપ જ વેદોનું, યશોનું, નક્ષત્રોનું અને ધર્મેનું મુખ કહો. (૧૪)
પતાનો તથા પરનો ઉદ્ધાર કરવા જે સમર્થ છે ને કોણ ? આ બધા અમને સંશય છે. માટે અમારા પ્રશ્નોના આપ જ સારી રીતે જવાબ આપો.” (૧૫) જયઘોષ મુનિ
વેદોનું મુખ અગ્નિહોત્ર છે (અર્થાત્ અગ્નિહોત્ર યજ્ઞ જે વેદમાં મુખ્ય છે તે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org