________________
ધર્મકથાનુગ–મહાવીર-તીર્થ માં અજુને માલાકાર/કાશ્યપ આદિ શ્રમણ સૂત્ર ૩૯૧
૧૩૭
ઉચ્ચ, નીચ અને મધ્યમ કુળોમાં ગૃહસાસુદાનિક ભિક્ષા માટે ભ્રમણ કરતા વિચારવા લાગ્યા.
ત્યારે તે અર્જુન અનગારને રાજગૃહનગરના ઉચ્ચ, નીચ અને મધ્યમ કુળમાં ગૃહસમુદાન ભિક્ષાચર્યા કરતા જોઈને અનેક સ્ત્રીઓ, પુરુષો, બાળકો, વૃદ્ધો, મોટેરાઓ અને યુવકો આ પ્રમાણે બોલવા લાગ્યા-આણે મારા પિતાને માર્યા છે.” “આણે મારી માતાને મારી છે, આણે મારી પત્ની, બહેન, પુત્ર, પુત્રી, પુત્રવધૂને મારેલ છે. આ મારા બીજા સ્વજન-સંબંધીઓને, પરિજનોને માર્યા છે.' આમ કહી કોઈ ક્રોધ કરતું, કોઈ ગાળો આપતું, કોઈ તેમની નિંદા કરવું, કોઈ ખીજાતું, કોઈ તીરસ્કાર કરવું તો કોઈ તેમને મારતું.
ત્યારે તે અર્જુન અનગાર તે અનેક સ્ત્રીએ, પુરુષ, બાળકો, મોટાઓ, વૃદ્ધો, અને યુવકો વડે તિરસ્કૃત યાવનું મારવામાં આવતાં છતાં તેમના પર મનમાં ક્રોધ ન કરતાં સમ્યકુપણે તે બધું સહન કરતાં, બધાને ક્ષમા આપતા, સહિષ્ણુતા રાખતા અને આ રીતે સમભાવ રાખતા, સમભાવપૂર્વક સહન કરતા, ક્ષમા કરતા, તિતિક્ષા કરતા રાજગૃહ નગરના ઉચ્ચ, નીચ અને મધ્યમ કુળમાં ભ્રમણ કરતા. તેમને ક્યારેક ક્યાંક ભોજન મળતું તે પાણી ન મળતું, કયાંક પાણી મળતું તો ભોજન ન મળતું.
ત્યારે તે અર્જુન અનગાર અદીન, ખિન્ન થયા વિના, વ્યાકુળ બન્યા વિના, મનને કલુષિત કર્યા વિના, વિષાદરહિતપણે, નિસ્પૃહ યોગીની માફક ભ્રમણ કરતા કરતા, રાજગૃહ નગરમાંથી નીકળતા, નીકળીને જ્યાં ગુણશિલક ચૈત્ય હતું જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવતા, આવીને શ્રમણ ભગવાન મહાવીરથી સહેજ દૂર રહી ગમના ગમનનું પ્રતિક્રમણ કરતા, પ્રતિક્રમણ કરીને એષણા-અનેષણા સંબંધી આલોચના કરતા, આલોચના કરીને આહાર-પાણી દેખાડતા,
દેખાડીને શ્રમણ ભગવાન મહાવીરની આજ્ઞા લઈને, મૂચ્છરહિતપણે, ગૃદ્ધિરહિતપણે આસતિરહિતપણે અને ઉદાસીન થઈને. જેમ દરમાં સર્પ સીધો દાખલ થઈ જાય એવી
રીતે અર્થાત્ સ્વાદરહિતપણે તે આહાર લેતા. ૩૯૨. ત્યાર બાદ શ્રમણ ભગવાન મહાવીર કોઈ વાર
રાજગૃહ નગરથી નીકળ્યા અને નીકળીને બાહ્ય જનપદોમાં વિહાર કરવા લાગ્યા.
અર્જુન અનગારની સિદ્ધિ૩૯૩. ત્યાર પછી અર્જુન અનગારે તે ઉદાર, શ્રેષ્ઠ,
પ્રયત્નપૂર્વક ગ્રહણ કરેલ શ્રેષ્ઠ સામર્થ્ય સંપન્ન
પોકર્મથી આત્માને ભાવિત કરતાં કરતાં, શુદ્ધ કરતાં કરતાં, છ માસથી કંઈક વધુ શ્રમણપર્યાય પાળે, પાળીને અર્ધા માસની સંખના વડે આત્મારાધના કરી, આરાધના કરી ત્રીસ ભક્તને ઉચ્છેદ કરીને—અનશન કરીને, જે હેતુ માટે નગ્નભાવ ગ્રહણ કર્યો હતો તે હેતુ અર્થાત્ મોક્ષની પ્રાપ્તિ કરી.
૨૪. મહાવીર તીર્થમાં કાશ્યપ આદિ શ્રમણો ૩૯૪. તે કાળે તે સમયે રાજગૃહનગર હતું. ગુણશિલક
ચૈત્ય હતું. શ્રેણિક રાજા હતા. કાશ્યપ નામનો ગાથાપતિ રહેતો હતો, જેવી રીતે મકાઈ. સોળ વર્ષને દીક્ષા-પર્યાય. વિપુલ પર્વત પર સિદ્ધ થયા.
એજ પ્રમાણે-ક્ષેમક ગાથાપતિ, વિશેષકાકંદી નગરી. સોળ વર્ષનો દીક્ષા-પર્યાય, વિપુલ પર્વત પર સિદ્ધ થયા.
એ જ પ્રમાણે ધૃતિધર ગાથાપતિ પણ, કાકંદી નગરીના રહેવાસી. સોળ વર્ષ સુધીનો દીક્ષા-પર્યાય. વિપુલાચલ પર્વત પર સિદ્ધ થયા.
એ જ પ્રમાણે–કૈલાશ ગાથાપતિ પણ. વિશેષ–સાકેત નગરવાસી. બાર વર્ષનો શ્રમણપર્યાય. વિપુલ પર્વત પર સિદ્ધ થયા.
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org