________________
ધ કથાનુયાગ—મહાવીર તીર્થમાં સા
nnnnnn
વાહપુત્ર ધન્ય અનગાર : સૂત્ર ૪૧૨
ધન્ય અનગારના કાનનું તપનિંત લાવરૂષ આવા પ્રકારનુ' બન્યું હતું—
જેમ કોઈ મૂળાની છાલ હોય અથવા તરબૂચની છાલ હોય અથવા કારેલાની છાલ હોય તેવા ધન્ય અનગારના કાન શુષ્ક, રુક્ષ માંસહન નથી થમ અને શિરા વડે ઓળખાય તેવા બની ગયા હતા, માંસ અને રક્તથી ઓળખી શકાય તેવા ન હતા.
ધન્ય અનગારના મસ્તકની આવા પ્રકારની તપનિત સુદરના બની હતી.
જેમ કોમળ તુંબડું અથવા કોમળ આલુ અથવા કોમળ સિનાલક (ફળવિશેષ) નાડીને સૂર્યના તાપમાં સૂકવવામાં આવે ના કરમાઇ જાય તેવું ધન્ય અનગારનું મસ્તક શુષ્ક, રુક્ષ માંસરહિત તથા અસ્થિ, ચર્મ અને શિરાઆથી જાણી શકાય તેવું બની ગયું હતું. પરંતુ માંસ અને રક્તસંપન્નતાથી નહીં. ૪૧૨. ખરેખર ધન્ય અનગાર ભૂખ્યા રહેવાને કારણે જેના પગ, જાધ અને કુલા સુકાઈ જવાથી શુષ્ક બની ગયા હતા તેવા, માંસ ક્ષીણ થવાથી પાંસળીઓનાં અસ્થિ દેખાતાં હતાં તેવ, પેટ અને કમર એક થઈ ગયાં હતાં એવા, પીઠના કરોડના મણકા બહાર દેખાના હોઈ. રૂદ્રાક્ષમાળાના મણકાની જેમ ગણી શકાતા જુના નેવા, ગગાના તરગ જેવા બની ગયેલા. વક્ષસ્થળવાળા, સૂકાઈ ગયેલા સર્પ જેવી ભુજાવાળા, શિથિલ લગામની જેમ ધ્રૂજતા હાથવાળા, કંપન-વાયુના રોગવાળા પુરુષની જેમ કપાયમાન માકરૂપ ઘડાવાળા, જેમના નેત્રકોશ અંદર પૈસો ગયા છે એવા તે ધન્ય અનગાર માત્ર આત્મશક્તિથી જ ચાલતા હતા. આત્મશક્તિથી ઊઠના હતા, ભાબીને થાકી જતા હતા, બોલવાના વિચાર કરતાં થાકી જતા હતા.
જેવી રીતે કોઈ કોલસાથી ભરેલ ગાડી, અથવા તલના ફોફા(ખાલી સિગા) ભરેલ ગાર્ડી અથવા પાંદડાંથી ભરેલ ગાડી અથવા
૧૯
Jain Education International
૧૪૫
www
mm
એરડાનાં લાકડાં ભરેલ ગાડી તાપમાં નપાવેલી હોય ત્યારે અવાજ કરતી ચાલે છે, અને અવાજ કરતી ઊભી રહે છે તેવી રીતે ધન્ય અનગાર ચાલતા ત્યારે અવાજ થતા અને ઊભા રહેતા ત્યારે અવાજ થતા. તેઓ તપથી ઉપચિત અર્થાત્ પુષ્ટ બન્યા હતા પરંતુ માંસ-બાહીથી અચિત અર્થાત્ હીન બન્યા હતા. રાખના ઢગલાથી ઢાંકેલ અગ્નિની જેમ તપ અને તેજની શ્રીથી તેએ અધિકાધિક શાભતા હતા.
કોણિક તારા મહાદુષ્કરકારક-પૃચ્છા અને ભગવાનન' સમાધાન
૪૧૩, તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતુ. ગુણશિલક ચૈત્ય હતું. શ્રેણિક રાજા હતા.
તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા. પરિષદા નીકળી. શ્રેણિક નીકળ્યા. ધમ કથા થઈ. પરિષદા પાછી ફરી.
ત્યારે કેણિક રાજાએ શ્રમણ ભગવાન મહાવીર પાસે ધર્મપદેશ સાંભળી અને અવધારણ કરી શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યા, વંદનનમન કરી આ પ્રમાણે કહ્યું—
'હે ભગવન્ ! આ ઇન્દ્રભૂતિ પ્રમુખ ચૌદ હજાર શ્રમણામાં કયા અણગાર અતિ દુષ્કર ક્રિયા કરનાર અને કર્મની મહાનિર્જરા કરનાર છે ?'
હુ શ્રેણિક ! આ ઇન્દ્રભૂતિ પ્રમુખ ચૌદ હજાર શ્રમણામાં ખરેખર ધન્ય અનગાર અતિ દુષ્કર ક્રિયાકારક અને મહાનિર્જશ કરનાર છે.'
‘હે ભગવન્ ! શા કારણે આપ એમ કહો છે કે આ ઇન્દ્રભૂતિ-પ્રમુખ ચૌદ હજાર અનેગારોમાં ધન્ય અનગાર અતિ દુષ્કર ક્રિયા કરનાર અને કર્મની મહાનિર્જરા કરનાર છે ?” ભગવાનના ઉત્તર
૪૧૪. “હું શ્રેણિક ! તે કાળે તે સમયે કાદી નામે નગરી હતી. ત્યાં ધન્ય બાળક શ્રેષ્ઠ પ્રાસાદમાં ઉપરના ભાગે વિચરી રહ્યો હતા.
For Private & Personal Use Only
www.jainelibrary.org