________________
ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં સુબાહુકુમાર શ્રમણ : સૂત્ર ૪૩૦
૧૫૧
પાસેથી પાંચ અદ્યતને સાત શિક્ષાવ્રત એમ બારવ્રતનો શ્રાવક-ધર્મ સ્વીકારે છે.
તે રાજા, સામંત, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શેઠ, સેનાપતિ, સાર્થવાહ આદિ ધન્ય છે જે શ્રમણ ભગવાન મહાવીર પાસે ધર્મશ્રવણ કરે છે.
એટલા માટે જો શ્રમણ ભગવાન મહાવીર અનુક્રમે ગમન કરતા કરતા, ગામોગામ વિહાર કરતા કરતા અહીં પધારે, અહીં હસ્તિશીર્ષ નગરની બહાર પુષ્પકરંડક ઉદ્યાનના કુતવનમાલપ્રિય યક્ષાયતનમાં રહી યથાયોગ્ય અવગ્રહ ગ્રહણ કરી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરે તો હું શ્રમણ ભગવાન મહાવીર પાસે મુંડિત બનીને ગૃહત્યાગ કરીને
અનગાર દીક્ષા લઉં.” ૪૩૦. ત્યારે શ્રમણ ભગવાન મહાવીર સુબાહુ
કુમારનો આ આવા પ્રકારનો માનસિક સંકલ્પ યાવત્ જાણી લઈને પૂર્વાનુપૂર્વી-ક્રમથી ગમન કરતા કરતા, ગામોગામ વિહાર કરતા કરતા જયાં હસ્તિશીષ નગર હતું, જયાં પુષ્પકરંડક ઉઘાન હતો, જ્યાં કૃતવનમાલપ્રિય-પક્ષાયતન હતું ત્યાં પધાર્યા, પધારીને યથાનુરૂપ અભિગ્રહ ધારણ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. પરિષદા એકત્ર થઈ, રાજા વંદનાથ નીકળ્યો.
તદનન્તર એ મહાન જનકોલાહલ અને વાવનું જનસમુદાયને સાંભળીને અને જોઈને તે સુબાહુકુમારને આ આવા પ્રકારનો અધ્યવસાય, વિચાર, વિકલ્પ, મનોરથ, મનોગત સંક૯૫ પેદા થયો...અને જેવી રીતે જમાલિ તેવી રીતે તે નીકળ્યો. ભગવાન મહાવીરનો ધર્મોપદેશ, પરિષદ અને રાજાનું પાછા ફરવું.
ત્યાર પછી તે સુબાહુકુમારે શ્રમણ ભગવાન મહાવીર પાસે ધર્મ શ્રવણ કરી અને અવધારણ કરી હુષ્ટ, તુષ્ટ થઈને જેવી રીતે મેઘકુમાર તેવી જ રીતે માતાપિતાની અનુજ્ઞા લીધી. તે જ રીતે નિષ્ક્રમણ-અભિષેક કરવામાં આવ્યો
–ચાવતુ-અનગાર બન્યો, ઈર્યાસમિતિ આદિનો પાલક યાવત્ ગુપ્તિધારી બ્રહ્મચારી બની ગયો. સુબાહુકુમારની આગામી ભવ અને મહા
વિદેહમાં સિદ્ધિ૪૩૧. ત્યાર પછી તે સુબાહુ અનગારે શ્રમણ
ભગવાન મહાવીરના ગીતાર્થ સ્થવિરો પાસે સામાયિક આદિથી લઈ અગિયાર અંગો સુધીનું અધ્યયન કર્યું, અધ્યયન કરીને અનેકવિધ ચતુર્થ, ષષ્ઠ, અષ્ટ ભક્ત આદિ ઘણી તપશ્ચર્યા વડે આત્માને ભાવિત કરતા અનેક વર્ષોનો શ્રમણ-પર્યાય પાળીને, એક માસની સંલેખના વડે આત્માની આરાધના કરીને, સાઠ ભક્તનો અનશન વડે છેદ કરીને, આલોચના અને પ્રતિક્રમણ કરી સમાધિ પ્રાપ્ત કરીને કાળ માસે કાળ પામી તે સૌધર્મકલપમાં દેવરૂપે ઉતપન થયા.
ત્યાર પછી તે આયુક્ષય, ભવક્ષય, અને સ્થિતિક્ષય થએ તે દેવલોકમાંથી દેવશરીરને છોડીને મનુષ્ય-શરીર પ્રાપ્ત કરશે અને કેવળબોધિ-સમ્યક્ત્વ પ્રાપ્ત કરશે તથા તથારૂપ સ્થવિરો પાસે ખંડિત થઈ, ગૃહત્યાગ કરી, અનગાર ધર્મમાં પ્રવૃજિત થશે.
ત્યાં તે ઘણાં વર્ષો સુધી શ્રમણ્યનું પાલન કરશે, પછી આલોચના અને પ્રતિક્રમણ કરી સમાધિ પ્રાપ્ત કરી, કાળ પામી સનકુમાર કલ્પમાં દેવરૂપે ઉપન્ન થશે. ત્યાંથી વીને તે મનુષ્યભવ પ્રાપ્ત કરશે, પ્રવૃજિત થશે અને કાળપામી બાલકમાં ઉત્પન્ન થશે. ફરી મનુષ્યજન્મ પામશે, અને મહાશુક્ર કલ્પમાં દેવરૂપે ઉત્પન્ન થશે. વળી મનુષ્યભવ અને ત્યાંથી આનત દેવલોકમાં દેવ, પુન: ત્યાંથી મનુષ્યભવમાં અને પછી આરણ કલ્પમાં દેવરૂપે. વળી મનુષ્ય જન્મ અને ત્યાંથી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવરૂપે ઉત્પન થશે.
૪૩૨. ત્યાંથી રવીને તે બાદમાં મહાવિદેહ ક્ષેત્રમાં
જાતિસંપન્ન, કુળસંપન્ન અને ધનાઢય રૂપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org