________________
ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં હરિકેશબલ શ્રમણ : સૂત્ર ૪૪૬
૧૫૫
દરેકની ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવી જોઈએ. મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે.
૩૧. મહાવીર-તીર્થમાં હરિકેશબલ શ્રમણ
યજ્ઞવાડમાં ભિક્ષાથે ગમન– ૪૪૬. ચાંડાલ કુળમાં ઉત્પન્ન થયેલા છતાં ઉત્તમ
ગુણોને ધારણ કરનાર મુનિ હરિકેશબલ નામે જિતેન્દ્રિય ભિક્ષુ હતા. (૧)
ઈર્યા, એષણા, ભાષા, ઉચ્ચાર તથા આદાનનિક્ષેપ એ સમિતિઓમાં સંયમી અને ઉત્તમ સમાધિવાળા તથા મન વચન અને કાયાની ગુપ્તિવાળા તથા જિતેન્દ્રિય એવા તે મૂનિ ભિક્ષા માટે બ્રહ્મયજ્ઞમાં યજ્ઞવાડે આવી ઊભા રહ્યા. (૨-૩)
તપથી સુકાયેલા તથા જીર્ણ ઉપધિ અને ઉપકરણવાળા તેઓને આવતા જોઈને અનાર્યો હસવા લાગ્યા. (૪)
જાતિમદથી ગર્વિષ્ઠ થયેલા,હિંસક, અજિતેન્દ્રિય અને અબ્રહ્મચારી અજ્ઞાનીઓ આ પ્રમાણે વચન બોલ્યા. (૫)
હરિકેશને જોઈને બ્રાહ્મણને રેષ– ૪૪૭ ‘બીભત્સ રૂપવાળો, કાળો, વિકરાળ, કદરૂપા
નાકવાળ, મેલાં-ફાટેલાં વસ્ત્રવાળો, રજોટીને કારણે પિશાચ જેવો દેખાતો, ગળા ઉપર ગંદુ વસ્ત્ર વીંટાળીને આ કોણ આવે છે? (૬)
અરે, અદર્શનીય ! તું કોણ છે? કઈ આશાથી અહીં આવ્યો છે? મેલા વસ્ત્રવાળા અને રજોટીથી પિશાચરૂપ થયેલા તું જા, નીકળ! કેમ અહીં ઊભો છે ?' (૭)
થક્ષ દ્વારા હરિકેશની પ્રશંસા– ૪૪૮ એ પ્રસંગે એ મહામુનિ પ્રત્યે અનુકંપા
ધરાવનાર તિન્દ્રક-વૃક્ષવાસી યક્ષ પોતાનું શરીર ગુપ્ત રાખીને આ વચન બોલ્યો. (૮).
‘હું શ્રમણ છું, હું સંયમી છું. હું બ્રહ્મચારી છું. ધન, રસોઈની ક્રિયા અને પરિગ્રહથી
વિરક્ત થયેલ છું. બીજા માટે રંધાયેલા આ અને અર્થે ભિક્ષા સમયે હું આવ્યો છું. (૯)
તમારું આ અન્ન ઘણું અપાય છે, ખવાય છે અને ભોગવાય છે. મને તમે ભિક્ષાજવી જાણો. માટે વધ્યુંઘટયું હોય તે આ તપસ્વીને ભલે મળે.” (૧૦) યક્ષને બાહ્મણ સાથે સંવાદબાહ્મણ
બાહ્મણો માટે આ ભજન તૈયાર કરવામાં આવેલું છે. માત્ર અમારા પોતાના માટે જ તે રાંધેલું હોઈ અમારે એકલાએ જ તે વાપરવાનું છે. આવું અન્નપાણી અમે તને આપવાના નથી. શા માટે અહી ઊભો છે?” (૧૧). યક્ષ
ઊંચાં સ્થળો તેમ જ નીચાં સ્થાનોમાં કૃષિકારો આશાથી બીજ વાવે છે. એ શ્રદ્ધાથી મને આપો. આ [મુનિ પણ પુણ્યક્ષેત્ર છે; એની પણ આરાધના કરો.” (૧૨) બાહ્મણ
‘જયાં (દાનરૂપી બીજ) વેરવાથી પુણ્યરૂપે ઊગી નીકળે છે એવાં ક્ષેત્રો આ લોકમાં અમે જાણીએ છીએ. જાતિ અને વિદ્યાથી યુક્ત બાહ્મણો જ એવાં સુન્દર ક્ષેત્રો છે.' (૧૩). યક્ષ
‘ક્રોધ, માન, હિંસા, અસત્ય, અદત્ત-ગ્રહણ અને પરિગ્રહ જેમનામાં છે એવા બ્રાહ્મણો જાતિ અને વિદ્યાથી રહિત હોઈ પાપને વધારનારા ક્ષેત્રો છે. (૧૪)
“અરે બ્રાહ્મણ ! તમે માત્ર વાણીનો ભાર ધારણ કરનારા છો, કેમ કે વેદ ભણ્યા છતાં તેના અર્થને તમે જાણતા નથી. જે મુનિઓ ઊંચાં તેમ જ નીચાં ઘરોમાં ભિક્ષાર્થે જાય છે, તેઓ જ સુન્દર ક્ષેત્રો છે.” (૧૫) બાહ્મણ
અધ્યાપકોની વિરુદ્ધ બોલનાર નું અમારી સમક્ષ આ શું બોલે છે? હે નિર્ગસ્થ ! આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org