________________
૧૪૬
ધર્મ કથાનુયોગ–મહાવીર તીર્થમાં સાર્થવાહપુત્ર ધન્ય અનુગાર : સૂત્ર ૪૧૬
ત્યારે એક વખત હું અનુક્રમે વિહાર કરતો કરતો, એક ગામથી બીજે ગામ ફરતો ફરતો,
જ્યાં કાકંદી નગરી હતી, જ્યાં સહસ્ત્રાવન ઉદ્યાન હતું ત્યાં આવ્યો અને યથા યોગ્ય અવગ્રહ ધારણ કરીને સંયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કરતો વિચારી રહ્યો હતો. ત્યારે પરિષદા મળી. પૂર્વવર્ણન પ્રમાણે યાવત્ ધન્ય દીક્ષિત થયો-યાવતુ-દરમાં જેમ સર્ષ સડસડાટ ચાલ્યા જાય એવી રીતે આત્મભાવનાથી આહાર લેતે. ‘ન્ય અનગારના શરીરનું સમગ્ર વર્ણન યાવત્ તપ અને તેની શ્રીથી તે ધન્ય અનુગાર અધિકાધિક શોભી રહ્યા છે.
આ કારણે તે શ્રેણિક ! હું એમ કહું છું કે ઇન્દ્રભૂતિ-પ્રમુખ ચૌદ હજાર અનગારોમાં ધન્ય અનગર મહાદુષ્કરકારક અને મહાનિર્જરાકારક છે.”
શ્રેણિક દ્વારા ધન્યની સ્તુતિ ૪૧૫. ત્યાર પછી શ્રેણિક રાજાએ શ્રમણ ભગવાન
મહાવીરની આ વાત સાંભળીને અને અવધારીને હૃષ્ટ તુષ્ટ થઈને શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કર્યા, વંદનનમન કરીને પછી જ્યાં ધન્ય અનગાર હતા ત્યાં આવ્યો, આવીને ધન્ય અનગારની ત્રણ વાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમન કરીને આ પ્રમાણે કહેવા લાગ્યો
હે દેવાનુપ્રિય ! તમે ધન્યછો. હે દેવાનુપ્રિય તમે પુન્યશાળી છો. હે દેવાનુપ્રિય ! તમે કતાર્થ થયા છે. હે દેવાનુપ્રિય ! તમે કૃતલક્ષણ થયા છો. હે દેવાનુપ્રિય ! તમે જન્મ અને જીવિતને સફળ કર્યા છે. આમ કહી વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમન કરી જયાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યા, આવીને ત્રણ વાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, આદક્ષિણાપ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કર્યા, વંદન.
નમન કરીને પછી પોતે જે દિશામાંથી આવ્યો હતો ત્યાં પાછો ફર્યો. ધન્યનું સર્વાર્થસિદ્ધ ગમન અને મહાવિદેહમા
સિદ્ધિ– ૪૧૬. ત્યાર પછી તે ધન્ય અનગારને કોઈ એક
વખત મધ્યરાત્રિ સમયે ધર્મજાગરણ કરતાં આવા પ્રકારનો અધ્યવસાય યાવનું સંકલ્પ થયો કે– “આવા ઉદાર તપોકર્મના કારણે ધમણ જેવી બની ગયો છું...કુંદકને જેવો વિચાર થયેલો તેવો જ વિચાર અર્થાત્ અનશનનો વિચાર ધન્ય અનગારને પણ થયો. ભગવાનની આજ્ઞા. સ્થવિરો સાથે વિપુલ પર્વત પર આરોહણ. માસિક સંલેખના. નવ માસનો શ્રમણ-પર્યાય પાળી–ભાવતુકાળમાસે કાળ પામી ઊર્વી લોકમાં ચન્દ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર, તારાઓને વટાવીને–ચાવતુવળી નવ રૈવેયક વિમાનોના પ્રસ્તોને વટાવીને
અતિ ઊંચે સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. સ્થવિરો ઊતરીને પાછા ફર્યાયાવતુ-આ તેમના આચારનાં ઉપકરણો છે.
હે ભગવન !' એમ ભગવાનને સંબોધી ગૌતમસ્વામીએ જેમ કંઇક વિશે તેવી જ રીતે ધન્ય વિશે પ્રશ્ન કર્યો, ભગવાને સમજૂતિ આપીયાવતુ–સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા છે.
“હે ભદત! ધન્ય દેવની કેટલા કાળની સ્થિતિ (દેવ-આયુ) કહેવામાં આવી છે?'
હે ગૌતમ! તેત્રીશ સાગરોપમની સ્થિતિ કહેવામાં આવી છે.'
હે ભગવંત! તે ધન્ય દેવ તે દેવલોકમાંથી ચુત થઈને ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે?”
‘હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, પરિનિર્વાણ પામશે અને સર્વ દુ:ખનો અંત કરશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org