________________
૧૪૨
ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં સાર્થવાહપુત્ર ધન્ય અનેગાર : સૂત્ર ૪૦૮
ત્યાર પછી અદીનપણે, પ્રસન્નચિત્તે, કલેશરહિતપણે, વિષાદરહિતપણે, નિરંતર સમાધિયુક્ત અને યોગ તથા ચરિત્રમાં યતના અને ઉદ્યમવાળા થઈને તે અનગાર યથાપર્યાપ્ત ભિક્ષા ગ્રહણ કરતા, ગ્રહણ કરીને કાબંદી નગરીની બહાર નીકળતા, નીકળીને જેમ ગૌતમસ્વામી તેમ યાવત્ દેખાડતા.
ત્યાર બાદ તે ધન્ય અનગાર શ્રમણ ભગવાન મહાવીરની આજ્ઞા મેળવીને મૂર્ણારહિત, ગૃદ્ધિરહિત, લિપ્સારહિત અને આસક્તિરહિત થઈને, જેમ દરમાં સર્પ સીધે જ પ્રવેશી જાય એવી વૃત્તિથી (અર્થાત્ સ્વાદરહિતપણે માત્ર શરીરને ટકાવવા) આહાર લેતા અને આહાર લઇને તય-સંયમ દ્વારા આત્માને
ભાવિત કરતા વિચરતા. ૪૦૭. ત્યાર પછી કોઈ એક વાર શ્રમણ ભગવાન
મહાવીર કાકંદી નગરીમાંથી, સહજામવનમાંથી નીકળયા, નીકળીને બહારના જનપદમાં
વિહાર કરવા લાગ્યા. ૪૦૮. ત્યારે તે ધન્ય અનગારે શ્રમણ ભગવાન
મહાવીરના તથારૂપ સ્થવિરો પાસે સામાયિક આદિથી અગિયાર અંગો સુધીનું અધ્યયન કર્યું, અધ્યયન કરીને સંયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા.
ત્યાર પછી તે ધન્ય અનગાર તેવા શ્રેષ્ઠ વિપુલ, મહાન પ્રયત્નપૂર્વક ગ્રહણ કરેલ, કલ્યાણકારી, શિવ, ધન્ય, મંગળ, શ્રીક, ઉદ), ઉત્તમ, ઉદાર, મહાસૌભાગ્યદાયક તપોકમ કરવાને કારણે શરીરથી શુષ્ક, રુક્ષ, ચર્માચ્છાદિત અસ્થિમય, હાડકાના માળા જેવા, કૃશ નસોના જાળા જેવા બની ગયા. તેઓ આત્મશક્તિથી જ ચાલી શકતા અને આત્મશક્તિથી જ ઊભા રહી શકતા હતા. તેઓ બોલ્યા પછી થાકી જતા હતા, બોલતા બોલતા થાકી જતા હતા અને બોલવાના વિચારમાત્રથી થાકી જતા હતા.
જેવી રીતે કોઈ લાકડાથી ભરેલી ગાડી,
પાંદડાથી ભરેલી ગાડી અથવા પાંદડા અને તલ ને વાસણો ભરેલી ગાડી અથવા એરંડાના લાકડા ભરેલી ગાડી અથવા કોલસા ભરેલી ગાડી–જો તડકામાં સુકવીને ભરેલા કેલસા હોય તો-અવાજ કરતી ચાલે છે, અવાજ કરતી ઊભી રહે છે, તે જ રીતે ધન્ય અનગાર ચાલતા ત્યારે પણ અવાજ થતો, ઊભા રહેતા ત્યારે પણ અવાજ થતો. તેઓ તપ વડે ઉપચિત અર્થાત્ પુષ્ટ બન્યા હતા પણ માંસરુધિરથી અવચિત અર્થાતુ હીન બન્યા હતા. રાખથી ઢાંકેલ અગ્નિની સમાન, તપ અને તેજથી તેઓ અત્યંત શોભતા હતા.
ધન્યનું તપ જનિત શરીરલાવણ્ય૪૦૯. ધન્ય અનગારના પગોનું આવું આવા પ્રકારનું તપજનિત લાવણ્ય હતું
જેમ કોઈ સૂકા વૃક્ષની છાલ હોય, લાકડાની ચાખડી હોય અથવા જૂના જોડા હોય,
એમ ધન્ય અનગારના પગ સૂકા, રુક્ષ, નિર્માસ અને હાડકા, ચામડી તથા નાના કારણે જ ઓળખી શકાય તેવા હતા, નહીં કે માંસ-રુધિરથી ઓળખી શકાય તેવા.
ધન્ય અનગારના પગની આંગળીઓનું આવા પ્રકારનું તપજનિત લાવણ્ય હતું
જેમ કોઈ વટાણાની સિંગો હોય, મગની સિંગ હોય, અડદની સિંગો હોય તે કૂણી સિંગાને તોડીને તાપમાં સૂકવવામાં આવે તો કરમાઈ જાય, તેવી રીતે ધન્ય અનગારના પગની આંગળીઓ મૂકી, રૂખી, માંસહીન અને હાડકા, ચામડી અને નસોથી જ જાણી શકાય તેવી હતી, માંસ કે લોહીથી નહીં.
ધન્ય અનગારની જંધાઓનું તપજનિત લાવણ્ય આવા પ્રકારનું બની ગયું હતું
જેવી રીતે કાકવંધા હોય, અથવા ઢેણિકાલિક (બગલા ?)ની જંઘા હોય, તેવી ધન્ય અનગારની જવાઓ પણ શુષ્ક, રુક્ષ, માંસહીન તથા અસ્થિ, ચર્મ અને નસોથી જ ઓળ
૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org