________________
૧૪૦
ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં સાર્થવાહપુત્ર ધન્ય અનુગાર : સૂત્ર ૪૦૪
તે કાકંદી નગરીમાં ભદ્રા નામની સાથેવાહિની (શેઠાણી) વસતી હતી-જે ધનાઢય યાવત્ કોઈનાથીય પરાજિત ન કરી શકાય તેવી હતી. તે ભદ્રા સાર્થવાહિનીને ધન્ય નામે બાળક પુત્ર હતો-જે અહીન (સર્વાગ સંપૂર્ણ) પંચેન્દ્રિય શરીરવાળો યાવત્ સુરૂપ હતો. તેનું પાંચ ધાવ માતાઓ વડે પાલન થતું હતું જેવી રીતે મહાબલકુમારનું–ચાવ–તેણે બેતેર કળાઓનો અભ્યાસ કર્યો–ભાવ-બધી રીતે ભોગો ભોગવવા સમર્થ યુવાન બન્યો.
ત્યાર પછી તે ભદ્ર સાર્થવાહિનીએ ધન્ય બાળકને બાળપણ છોડી યુવાન બનેલ યાવત્ ભોગો ભોગવવા સમર્થ થયેલ જાણી બહુ ઊંચા અને વિશાળ એવા બત્રીસ શ્રેષ્ઠ પ્રાસાદો બનાવ્યા, તે પ્રાસાદોમાં અનેક સેંકડો ભોથી યુક્ત યાવનું સુંદર એક વિશાળ ભવન બનાવ્યું.
ત્યાર બાદ તે ભદ્રા સાર્થવાહિનીએ તે ધન્યકુમારને બત્રીસ શ્રેષ્ઠ ઈભ્ય-કન્યાઓ સાથે એક જ દિવસે પાણિગ્રહણ કરાવ્યું. બત્રીસ દાયજા મળ્યા.
ત્યાર બાદ તે ધન્યકુમાર જોરશોરથી વાગતા મૃદંગ આદિ વાદ્યોના નાદથી યુક્ત તે શ્રેષ્ઠ પ્રાસાદોમાં ઉપરના માળે રહી યાવત્ વિપુલ માનુષી કામો ભોગવતો રહેવા લાગ્યો.
ધન્યની પ્રવજ્યા૪૦૩. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર
પધાર્યા. પરિષદા નીકળી, રાજા જિતશત્રુ પણ કેણિક રાજાની જેમ વંદનાથે નીકળ્યા.
ત્યારે તે બાળક ધન્યને આ મહાન લોકકોલાહલ યાવત્ લોકસમુદાયને સાંભળીને અને જોઈને મનમાં આવો અધ્યવસાય યાવત્ સંકલ્પ પેદા થયો-“શું આજે કાકંદી નગરીમાં ઇન્દ્રમહ છે? અથવા યાવત્ સ્તૂપમહ છે? અથવા યશ છે કે જેમાં અનેક ઉગકુળના, ભોગકુળના લોકો યાવતુ જઈ રહ્યા છે?— આમ વિચાર કર્યો, વિચાર કરીને કંચુકિ પુરુષને બોલાવ્યો, બોલાવીને આ પ્રમાણે કહ્યું–હે
દેવાનુપ્રિય! શું આજ કાકંદી નગરીમાં ઇન્દ્રમહ અથવા–પાવતુ-જઈ રહ્યા છે ?”
ત્યારે તે કંચુકિ પુરુષે શ્રમણ ભગવાન મહાવીરના આગમનની વાત જાણી અને ખાતરી કરી પછી ધન્ય બાળકને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! આજ શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા છે અને કાકંદી નગરીની બહાર સહસ્સામ્રવન ઉદ્યાનમાં યથાયોગ્ય અભિગ્રહ ધારણ કરીને, સંયમ તથા તપ દ્વારા આત્માને ભાવિત કરતા વિચારી રહ્યા છે. એટલે આ બધા ઉગ્ર ભોગ આદિ યાવતુ જઈ રહ્યા છે.'
ત્યારે તે બાળક ધન્ય કંચુકિ પુરુષની પાસેથી આ વાત સાંભળી અને અવધારીને હૃષ્ટ તુષ્ટ થયો યાવતુ પગે ચાલતાં જયાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજી રહ્યા હતા ત્યાં ગયો, જઈને શ્રમણ ભગવાન મહાવીરની નેણે ત્રણ વાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કર્યા, વંદન નમન કરી ત્રિવિધ પ્રકારે પણું પાસના કરવા લાગ્યો.
ત્યાર બાદ શ્રમણ ભગવાન મહાવીરે ધન્યકુમાર તથા તે વિશાળ પરિષદને યાવતુ
ધર્મોપદેશ કર્યો. ૪૦૪. ત્યાર પછી તે બાળક ધન્યકુમારે શ્રમણ ભગ
વાન મહાવીર પાસેથી ધર્મ સાંભળી અને સમજીને હુષ્ટ તુષ્ટ થઈ શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વાર આદક્ષિણા–પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરી વંદન-નમસ્કાર કર્યા, વંદનનમન કરી આ પ્રમાણે કહ્યું
હે ભગવન! હું નિર્ગથ પ્રવચનમાં શ્રદ્ધા કરું છું-યાવર્તુ–માતા ભદ્રા સાર્થવાહિની પાસે આજ્ઞા લઈને પછી આપ દેવાનુપ્રિય પાસે મંડિત બની ગૃહત્યાગ કરી અનગાર-પ્રવજયા લઈશ.”
હે દેવાનુપ્રિય! જેમ સુખ થાય તેમ કર.' [ભગવાને કહ્યું.
પછી જેવી રીતે જમાલીએ, તેવી જ રીતે માતાને તેણે પૂછ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org