________________
૧૩૮
ધર્મ સ્થાનુયોગ–મહાવીર તીર્થ માં કાશ્યપ શ્રેણિકપુત્ર જાતિ આદિ શ્રમણ સૂત્ર ૩૦૭
એ જ પ્રમાણે-હરિચંદન ગાથાપતિ પણ. સાકેતનગર-વાસી. બાર વર્ષનો દીક્ષાપર્યાય. વિપુલ પર્વત પર સિદ્ધ થયા.
એ જ પ્રમાણે-વારસ ગાથાપતિ પણ. વિશેષ-રાજગૃહ-નગરવાસી. બાર વર્ષ સુધીને શ્રમણ પર્યાય. વિપુલ પર્વત પર સિદ્ધ થયા.
એ જ પ્રમાણ-સુદર્શન ગાથાપતિ. વિશેષવાણિજ્યગ્રામવાસી. ઘુલિપલાશ ચૈત્ય. પાંચ વર્ષને શ્રમણપર્યાય. વિપુલ પર્વત પર સિદ્ધ થયા.
એ જ પ્રમાણે–પૂર્ણભદ્ર ગાથા પતિ પણ. વાણિજ્યગ્રામ નગરવાસી. પાંચ વર્ષનો દીક્ષાપર્યાય, વિપુલ પર્વત પર સિદ્ધ થયા.
એ જ પ્રમાણે-સુમનભદ્ર ગાથાપતિ પણ. શ્રાવસ્તી નગરી. ઘણાં વર્ષોનો દીક્ષા-પર્યાય. વિપુલગિરિ પર સિદ્ધ થયા.
એ જ પ્રમાણેસુપ્રતિષ્ઠ ગાથાપતિ પણ. શ્રાવસ્તી નગરીના નિવાસી. સત્તાવીસ વર્ષનો દીક્ષા-પર્યાય. વિપુલ પર્વત પર સિદ્ધ થયા.
એ જ પ્રમાણે–મેઘ ગાથાપતિ પણ. રાજગૃહનગર નિવાસી. ઘણા વર્ષનો શ્રમણપર્યાય. વિપુલ પર્વત પર સિદ્ધ થયા.
જોવે. જાલિકુમારનો જન્મ થયો. જેવી રીતે મેઘકુમારનું વર્ણન હતું. આઠ આઠ દાયજા આવ્યા.
ત્યાર બાદ તે જાલિકુમાર ઉત્તમ મહેલની ઉપર રહી મૃદંગ વગેરેના ઝણકારપૂર્વકયાવતુ-મનુષ્ય-સંબંધી કામભાગોને ભોગવતે -અનુભવ કરતે વિહરતો હતો.
સ્વામી (શ્રમણ ભગવાન મહાવીર) પધાર્યા. શ્રેણિક વંદન માટે નીકળ્યો. જેવી રીતે મેઘકુમાર વંદન માટે ગયા હતા, એ જ રીતે જાલિ પણ ગયો. એ જ પ્રમાણે નીકળ્યો-અર્થાત દીક્ષિત થયો-જેવી રીતે મેઘકુમાર દીક્ષિત થયા હતા. અગિયાર અંગેનું અધ્યયન કર્યું. ગુણરત્ન તપકર્મની સાધના કરી, જેવી રીતે સ્કન્દક મુનિએ કરી હતી. એ રીતે જે કંઈ વર્ણન સ્કન્દક મુનિની કથામાં હતું તે અહીં પણ જાણવું. એવી જ રીતનું ચિતન-ધર્મચિન્તન અને ભગવાન પાસેથી અનશન વ્રત ધારણ કરવાની આજ્ઞા મેળવવી તે પણ જાણી લેવું. એ જ રીતે સ્થવિરોની સાથે વિપુલગિરિ ચડયા, વિશેષ એ કે સોળ વર્ષ સુધીનો શ્રમણ પર્યાય પાળ્યો, પાલન કરી કાળમાસમાંમૃત્યુને સમયે કાળ કરીને ઊંચે ચન્દ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર, તારા રૂપ જતિષ્ક દે તથા સૌધર્મ, ઈશાન, સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મ, લાંતક, મહાશુક્ર, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ, અમ્યુકલ્પ અને નવ રૈવેયક વિમાન પ્રસ્તોની ઉપર દૂર ગમન કરીને વિજય વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા.
આ પછી તે સ્થવિર ભગવંતે જાલિ અનગારને સ્વર્ગસ્થ થયા જાણી પરિનિર્વાણ નિમિત્તે કાયોત્સર્ગ કરે છે, કરીને પાત્ર અને વસ્ત્ર ગ્રહણ કરે છે. આ પ્રમાણે ઊતરે છે–પાવતુ-“આ તેનાં
વસ્ત્ર-પાત્ર છે ' તેમ બોલ્યા. ૩૯૭. “હે ભદન્ત!” આ પ્રમાણે કહીને ભગવાન
ગૌતમ શ્રમણ ભગવાન મહાવીરને વંદનનમસ્કાર કરે છે, વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યા
૨૫. મહાવીર-તીર્થમાં શ્રેણિકપુત્ર જલિ
આદિ શ્રમણ સંગ્રહણી ગાથા૩૯૫. ૧. જાલિ, ૨. માલિ, ૩. ઉપજાલિ, ૪. પુરુષ
સેન, ૫. વારિસેન, ૬, દીર્ઘદન્ત, ૭. લષ્ઠદંત, ૮. વેહલ્લ, ૯. વેહાયસ અને ૧૦. અભય. આ પ્રમાણે કુમારોનાં નામ હતાં.
જાતિ અનગાર– ૩૯૬. તે કાળે અને તે સમયે રાજગૃહ નગર હતું-જે
ઋદ્ધિ-સંપન્ન, ભય રહિત અને ધન-ધાન્યથી ભરપૂર હતું. ગુણશિલક રચૈત્ય હતું. શ્રેણિક રાજા હતો. ધારિણી રાણી હતી. સ્વપ્નમાં સિંહને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org