________________
૧૩૬
ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં અજુન માલાકાર : સૂત્ર ૩૯૧
સ્વસ્થ થઈને ઊડ્યો, ઊઠીને સુદર્શન શ્રમણપાસકને સંબોધી આ પ્રમાણે બોલ્યો
હે દેવાનુપ્રિય ! આપ કોણ છો અને ક્યાં જઈ રહ્યા છો ?”
ત્યારે સુદર્શન શ્રમણોપાસકે અર્જુન માલાકારને આ પ્રમાણે કહ્યું-“હે દેવાનુપ્રિય ! હું જીવાજીવાદિ તત્ત્વોનો જાણકાર સુદર્શન નામે શ્રમણોપાસક છું. ગુણશિલક ચૈત્યમાં શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરવા હું જઈ રહ્યો છું.”
ત્યારે અર્જુન માલાકારે સુદર્શન શ્રમણપાસકને આ પ્રમાણે કહ્યું -- “હે દેવાનુપ્રિય ! હું પણ તમારી સાથે શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરવા-ચાવતુ-પકુંપાસના કરવા આવવા ઇચ્છું છું.'
[સુદર્શને કહ્યું- ] “હે દેવાનુપ્રિય! જેમ સુખ થાય તેમ કર, તેમાં વિલંબ કરીશ નહીં.'
ત્યાર બાદ તે સુદર્શન શ્રમણોપાસક અજુ ન માલાકારને સાથે લઈને જ્યાં ગુણશિક ચૈત્ય હતું, જયાં શ્રમણ ભગવાન મહાવીર હતા, ત્યાં આવ્યો, આવીને અર્જુન માલાકારની સાથે શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, વંદનનમસ્કાર કર્યા યાવન્ પય્પાસના કરવા લાગ્યો.
ત્યારે શ્રમણ ભગવાન મહાવીરે સુદર્શન શ્રમણોપાસક, અર્જુન મલાકાર તથા ત્યાં એકત્ર થયેલ મહાવિશાળ સભાને સંબોધી સુંદર ધર્મોપદેશ આપ્યો. સુદર્શન તે પછી પાછો ફર્યો.
અર્જુનની પ્રવ્રજ્યા– ૩૯૦. ત્યાર પછી તે અર્જુન માલાકારે શ્રમણ ભગ
વાન મહાવીર પાસેથી ધર્મોપદેશ સાંભળી અને અવધારીને હૃષ્ટ, તુષ્ટ થઈ શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વાર આદક્ષિણા પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન નમસકાર કર્યા, વંદન-નમન કરીને આ પ્રમાણે કહ્યું
“હે ભગવન્! હું નિગ્રંથ-પ્રવચનમાં શ્રદ્ધા કરું છું, હે ભગવન્! હું નિJથ-પ્રવચનમાં વિશ્વાસ કરું છું. હે ભગવન્! નિગ્રંથ પ્રવચનમાં મારી રૂચિ થઈ છે. હે ભગવન ! હું નિગ્રંથ-પ્રવચન માટે ઉદ્યત થયો છું. (વ્રત લેવા ઉત્સુક છું.
હે દેવાનુપ્રિય ! જેમ તને સુખ થાય તેમ કર, વિલંબ કરીશ નહીં.”
ત્યાર પછી તે અર્જુન માલાકાર ઉત્તર-પૂર્વ દિશામાં (ઈશાન કોણમાં) ગયો, જઈને પોતાની જાતે જ પંચમુષ્ટિક લોચ કર્યો, લોચ કરીને વાવનું અનગાર બની ગયો, વાંસલાથી છોલનારને પણ સુગંધ આપનાર ચંદનની સમાન,
ણ કે મણ અને માટીનું ઢેકું કે સુવર્ણ બન્નેમાં સમાન ભાવ રાખનાર, સુખદુ:ખમાં તટસ્થ, આલોક અને પરલોકની આસક્તિરહિત, જીવન અને મરણમાં નિ:સ્પૃહ, સંસારપારગામી અને કર્મનાશમાં ઉદ્યમી બની વિચારવા લાગ્યો.
અર્જુન અનગારની તિતિક્ષા૩૯૧. ત્યાર પછી તે અર્જુન અનગારે જે દિવસે
મંડિત બની ગૃહત્યાગ કરી અનગાર-પ્રવજ્યા અંગીકાર કરી, તે જ દિવસે શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમન કરી આવા પ્રકારનો અભિગ્રહ સ્વીકાર્યોઆજથી હું જીવનપર્યત નિરંતર છે? ૬ની તપસ્યા કરતો આત્માને ભાવિત કરતો વિચરણ કરીશ એવો સંકલ્પ કરું છું.' આમ મનોમન અભિગ્રહ લીધો ( સંકલ્પ કર્યો), અભિગ્રહ લઈ જીવન-પર્યત નિરંતર છટ્ઠ છક્ની તપસ્યા કરતા આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા.
ત્યાર પછી તે અર્જુન અનગાર છ૬ તપના પારણી નિમિત્તે પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કરતા, બીજા પ્રહરમાં ધ્યાન કરતા, ત્રીજા પ્રહરમાં ગૌતમ સ્વામીની જેમ યાવત્ રાજગૃહનગરના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org