________________
ધર્મ કથાનુયોગ –ભરન ચક્રવતી ચરિત્ર: સૂત્ર ૫૩૬
૧૨ ૫
આંગળની હતી. તેના પેટની નીચે–ઉપરનો ભાગ સાંકડ, મધ્ય ભાગ થોડો પહોળો કોઠી જેવો હતો, પલાણ રાખવાનો ભાગ કેટલાક આંગળ નમેલો હતો, જેના કારણે સવાર સુખપૂર્વક તેના પર બેસી શકે તેવો હતો, તેની પીઠ સંનત, સુજાત અને પ્રશસ્ત હતી, વિશિષ્ટ પ્રકારની હતી, હરિણીના ઘૂંટણ જેવી વિશાળ અને ઉન્નત પીઠ હતી, તેના અંગપ્રત્યંગ પ્રહારવર્જિત એટલે કે ચલાવવા માટે તેને ચાબુક વગેરે મારવાની જરૂર ન પડે તેવાં અંગપ્રત્યંગ હતાં, તેનું શરીર સોનાનાં આભૂષણોથી શણગારેલું હતું, એની લગામ વિવિધ વિચિત્ર રત્નો અને સોનાનાં ફૂલેથી મઢેલી હતી, એને અનેકવિધ ઘંટડીઓ અને મેતીનાં તારણોથી શણગારેલ હતો, એના મુખ પર કર્ક તન, ઇન્દ્રનીલ, મરકત અને મસારગલ રત્નોથી જડિત મુખબંધ બાંધ્યું હતું, માણેક જડિત દોરીથી વિભૂષિત, કનકમય પદ્મનું તિલક એને લલાટે કર્યું હતું, જેને દેવોની મતિ દ્વારા બનાવવામાં આવ્યો હતો, જે ઇન્દ્રના અશ્વ સમાન ગતિવાળો અને સુરૂપ હતો, પાંચ સુંદર ચામરોના સમૂહને જે ધારણ કરતા હતા, જે જમીન પર ચાલનારો હત, શુદ્ધ ઓ ખાવાળી હતા, વિકસિત અનેક પલકોવાળી આંખોવાળ હો, સદા ઢાંકેલા નવા તપ્ત સુવર્ણવર્ણનાં તાલુ અને જીભવાળો હતો, લક્ષ્મીના અભિષેકરૂપ ચિહનવાળી નાસિકાવાળો હતો, કમળપત્ર પરનાં જળબિંદુ જેવાં જેના શરીર પર ટપકાં હતાં, અચંચળ હોવા છતાં ચપળ શરીરવાળા હતા, ચરક પરિવ્રાજકની જેમ સ્વચ્છ શરીરવાળો હતો, ચાલતી વેળાએ તેની ખરીઓ ભૂમિનળને અથડાવાથી ઠપ ઠપ અવાજ થતો હતો, તથા તેના બને પગ માં પાસે એકસાથે આવી જવાથી જાણે બન્ને પગ તેના મોંમાંથી નીકળતા હોય તેમ લાગતું હતું, તેની તેજ ગતિથી જાણે પાણી પર કમળતંતુ રારકે તેમ તે જમીન પર દોડતે હતો, જાતિ, રૂપ અને કુળ અપેક્ષાએ તે પ્રશસ્ત
હતો, બાર આવર્તનું ઉત્તમ લક્ષણ ધરાવતો હતો, સારા કુળમાં ઉત્પન્ન થયેલ, મેધાવી, ભદ્ર અને વિનયી હતો, તેની રોમરાજિ અતિશપ બારીક અને કોમળ હતી, સ્નિગ્ધ શરીરકાંતિવાળો હતો, અતિગતિવાળા દેવ, મન, પવન, ગરુડના વેગ જેવા વેગવાળો, ચપળ અને શીઘગામી હતો, બષિ જેવો સહનશીલ સ્વભાવવાળો હતે, સુશિષ્ય જે પ્રત્યક્ષ વિનયી હતો, જળ, અગ્નિ, પાષાણ, ધૂળ, કીચડ, કાંકરા, રેતીવાળા નદીકાંઠા, વિષમ પર્વત, ગુફા, કંદરા આદિ દુર્ગમ સ્થાનોને સહેલાઈથી પાર કરનારે, પાર ઉતારવા સમર્થ હતા, મોટા યોદ્ધાઓ પણ તેને પાડવા સમર્થ ન હતા, પ્રતિપક્ષી પર તૂટી પડનારો હતો, આંસુ ન પાડનારે હતું, એનું તાળવું કાળું ન હતું, યોગ્ય સમયે હણહણનારો હતો, નિદ્રાવિજયી હતો, ગષક હતો, પરીષહવિજયી હો, જાતવંત હતો, તેની નાસિકા બેલાના ફૂલ જેવી નિર્મળ હતી, સુવર્ણવણને મને ભિરામ એ કમલામેલ નામે તે અશ્વ હતો. તેવા અશ્વરત્ન પર સેનાપતિ આરૂઢ થયે.
પછી તેણે નીલકમળના પત્ર જેવું શ્યામ ૨જનિકર ચંદ્રના બિંબ સમાન ચમકતું, શત્રુજનોનો વિનાશ કરનાર, સુવર્ણ અને રત્નથી જડિત મૂઠવાળું, નવમલિલકાના પુષ્પની સુગંધથી રસિત, વિવિધ લતાઓ ચિત્રિત તીણ ધારથી ઝગમગતું, દિવ્ય ખડુંગરત્ન ગ્રહણ કર્યું. તે દિવ્ય ખડુગરને લોકમાં અનુપમ હતું, તે વાંસ, વૃક્ષ, સિંગ, અસ્થિ, હાથીદાંત અને ઉત્તમ પોલાદને તથા મોટા લોહખંડના દંડને કે ઉત્તમ વજને પણ ભેદનારું હતું, સર્વત્ર અપ્રતિહત ગતિવાળું (કોઈ વસ્તુને કાપતાં રોકાય નહી તેવું હતું પછી જંગમ પ્રાણીઓના દેહની તો શી વાત?
ગાથાર્થ–ને પચાસ આંગળ લાંબું, સાળ આંગળ પહોળું, અડધી આંગળ જાડું હતું. મોટામાં મોટા માપનું તે ખડ્રગ હતું.
આવું ખડ્રગરત્ન નરપતિના હાથેથી ગ્રહણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org